________________
૨૧૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ (૧) વૈયાવચ્ચ કરનારાઓના નિમિત્તે, ઉપદ્રવો કે ઉપસર્ગોની શાંતિ કરનારાઓના નિમિત્તે, સમ્યગૃષ્ટિ કે મુમુક્ષુઓને ધર્મારાધનામાં મદદ કરનારાઓના નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું.
(૨) યોગશાસ્ત્ર વિવરણ - શ્રી જૈનશાસનની સેવા - રણારૂપ વૈયાવચ્ચ કરવામાં તત્પર એવા ગોમુખયક્ષ, અપ્રતિચક્રો-ચક્રેશ્વરી દેવી, યક્ષ-યક્ષિણી, સર્વલોકમાં શાંતિ કરનારા, સમ્યગૃષ્ટિ જીવોને સમાધિમાં સહાય કરનારા એવા સમ્યગૃષ્ટિ શાસનદેવોને ઉદ્દેશીને કાઉસ્સગ્ન કરું છું.
- અહીં સાતમી વિભક્તિના અર્થમાં છટ્ઠી વિભક્તિ કહેલી છે. માટે અહીં વંદણવત્તિયાએ પદો ન બોલતા સીધું જ અન્નત્થ સૂત્ર બોલાય છે.
– કેમકે દેવો અવિરતિ હોવાથી તેઓને વંદન-પૂજન આદિ ઘટતા નથી. આ પ્રમાણે કરવાથી જ તેઓને ભાવની વૃદ્ધિ થતી હોવાથી સ્મરણ કરનારને ઉપકારદર્શક થાય છે.
- ધર્મસંગ્રહમાં આપેલ અર્થ - જૈનશાસનની વૈયાવચ્ચ (રક્ષા) કરનારા ગોમુખયલ - ચક્રેશ્વરી દેવી વગેરે યક્ષ - યક્ષિણીઓ અને અપ્રતિચકા આદિ વિદ્યાદેવીઓ વગેરે કે જેઓ સર્વલોકમાં શાંતિ કરનારા અને સમકિત દૃષ્ટિ જીવોને સમાધિ (માં સહાય) કરનારા છે (અહીં સપ્તમી વિભક્તિના અર્થમાં ષષ્ઠી વિભક્તિ છે માટે) તેઓને આશ્રીને કાયોત્સર્ગ કરું છું. (શેષ કથન યોગશાસ્ત્ર મુજબ જ છે.)
– પડાવશ્યક બાલાવબોધમાં કરેલ અર્થ - જિનશાસનની વૈયાવચ્ચ કરનારા, શાંતિ કરનારા અને સમકિતવાળા પ્રાણીઓને સમાધિ કરનારા દેવોની આરાધના કરવા નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું.
n વિશેષ કથન :
– આ સૂત્રના ચાર(પાંચ) પ્રકારે અર્થો જોયા. તેમાં સ્પષ્ટતયા દેવો કે દેવદેવીનો ક્યાંય ઉલ્લેખ નથી. પણ લલિત વિસ્તર, યોગશાસ્ત્ર આદિ ગ્રંથોમાં દેવદેવીને આશ્રીને આ કાયોત્સર્ગ કરવાની વાત સ્પષ્ટ કરવામાં આવી છે.
થયના જોડાઓમાં પણ પ્રાચીન-સંસ્કૃત પ્રાકૃત-માં રચાયેલ સ્તુતિઓ કે ત્યારપછી ગુજરાતીમાં રચાયેલ સ્તુતિઓમાં ચોથી થોય શાસન દેવ કે દેવીની જ જોવા મળે છે, વળી થોયના જોડાનું બંધારણ જે દેવવંદનભાષ્ય ગાથા-પરમાં કહ્યું છે, તેમાં પણ ચોથી થાય વૈયાવૃત્ય કરનારા દેવોના ઉપયોગાર્થે બોલવાનું વિધાન છે. પ્રતિક્રમણની ક્રિયામાં પણ તે જ વાતની પ્રતીતિ થાય છે. માટે આ સૂત્રમાં દેવદેવીને આશ્રીને કાયોત્સર્ગનો અર્થ યોગ્ય લાગે છે.
શાસન પર ભક્તિવાળા સમ્યગદૃષ્ટિ દેવોને શાસન દેવ કહેવાય છે. તેઓ સંઘમાં ઉપદ્રવ ફેલાય ત્યારે તેનું નિવારણ કરે છે અને શાંતિ સ્થાપે છે. કોઈપણ કારણે સંઘનું (કે સંઘની કોઈ વ્યક્તિનું) અહિત થતું હોય ત્યારે તેને ટાળવાનો શકય પ્રયત્ન કરે છે. જૈનસંઘના ઇતિહાસમાં શાસનદેવોની સેવા ઉજ્જવળ અક્ષરોએ નોંધાઈ છે. તેથી તેઓનું કાયોત્સર્ગ દ્વારા આરાધન કરાય છે.