________________
વેયાવચ્ચગરાણ-સૂત્ર-વિવેચન
૨૦૯ ૦ સTધ - સમાધિ. જુઓ સૂત્ર-૮ લોગસ્સ'.
- સમકિતી કે મુમુક્ષુ જીવોને “સમાધિ' પમાડવી. દરેક રીતે શાતા પમાડવી. જીવનની જરૂરિયાતોથી માંડીને જ્ઞાન, દર્શન, ચારિત્રનાં સાધનો પૂરા પાડવા સુધીની સર્વે બાબતોનો સમાવેશ થાય છે.
– ચૈત્યવંદન મહાભાષ્ય મુજબ જો સમ્પિિટ્ટ નો અર્થ સંઘ લઈએ તો સંઘને શાતા પહોંચાડવી. તેના મનમાં કોઈપણ કારણે દુઃખ ઉત્પન્ન થયું હોય તો તે દૂર કરવું.
- સTધ - જેના વડે આત્મા મોક્ષ પ્રત્યે-મોક્ષમાર્ગમાં સ્થાપિત કરાય છે તેને “સમાધિ' કહેવાય છે.
– આ અર્થમાં સત્ય પ્રાપ્તિને જ જીવનધ્યેય બનાવનારાઓને મોલ-માર્ગમાં ઉત્સાહિત કરવા અથવા તેમના એ માર્ગમાં જે વિદનો અથવા અંતરાયો ઉભા થતા હોય તેને દૂર કરવા, તે સમ્યગ્દષ્ટિને “સમાધિ' પહોંચાડી કહેવાય છે.
– સમાધિનો બીજો અર્થ કરાયો છે – “જે સમાધાન છે તે જ સમાધિ કહેવાય છે. આ સમાધિ દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારે હોય છે.
દ્રવ્યસમાધિ - જેના દ્વારા કાયાને શાતા ઉપજે તે.
ભાવ સમાધિ - જેના દ્વારા મનને શાતા ઉપજે તે - અથવા - મનની વ્યાક્ષિપ્ત સ્થિતિ મટી જાય તેને ભાવ સમાધિ કહેવાય છે.
-૦- આ રીતે જેઓ જીવોને કાયિક અને માનસિક “સમાધિ' શાતા પહોંચાડવામાં નિમિત્તભૂત થાય છે, તે સમ્મવિમિહિર કહેવાય.
આગમોમાં સમાધિ શબ્દના જુદા જુદા અર્થો કર્યા છે - તે આ પ્રમાણે
આચારાંગ વૃત્તિ-સમાધિ એટલે ઇન્દ્રિયપ્રણિધાન અથવા શરીરનું સમાધાન એટલે સમાધિ.
સ્થાનાંગ વૃત્તિ - સમાધિ એટલે પ્રશસ્તભાવલક્ષણ રૂપ સમાધાન અથવા સમાધિ એટલે સમતા - સામાન્યથી રાગાદિનો અભાવ અથવા સમાધિ એટલે પ્રથમવાહિતા કે જ્ઞાન આદિ.
સમવાયાંગ વૃત્તિ - સમાધિ એટલે પ્રશાંતતા. ઉત્તવૃત્તિ - સમાધિ એટલે ચિત્તસ્વાથ્ય કે શુભચિત્ત એકાગ્રતા.
દશવૈકાલિક વૃત્તિ - પરમાર્થથી આત્માનું હિત, સુખ, સ્વાથ્ય તે સમાધિ. અથવા અનાકુલપણું તે સમાધિ
૦ મિ વાત્સ - હું કાયોત્સર્ગ કરું છું. – “કાયોત્સર્ગની વ્યાખ્યા પૂર્વે સૂત્ર-૬ “તસ્સઉત્તરીમાં કરેલ છે.
• સત્ય. અહીં “અન્નત્થ' સૂત્ર લેવાનું છે. આ સૂત્ર આપ્યું “સૂત્ર-૭' રૂપે આવી ગયેલ છે. તેથી સૂત્ર, સૂત્રાર્થ વિવેચન આદિ સર્વે માટે જુઓ સૂત્ર-૭.
૦ સૂત્ર-સાર - સમગ્ર સૂત્રનો સારાંશ બે રીતે રજૂ કરી શકાય – (૧) શબ્દશઃ અર્થોને આશ્રીને
(૨) ગ્રંથાધારિત પ્રણાલિ મુજબ[2|14]