________________
૨૦૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
-૦- છ પ્રકારના અત્યંતર તપમાં ત્રીજા પ્રકારનો તપ છે. -૦- વીશ સ્થાનક આરાધનાનું એક સ્થાનક છે. -૦- વૈયાવચ્ચના પ્રભાવે સાધ્વી પુષ્પચૂલા કેવળજ્ઞાનને પામ્યા. -૦- વૈયાવચ્ચ કરનાર નીચ ગોત્ર કર્મને બાંધતો નથી. • સંતિકર - શાંતિ કરનારાઓના. (નિમિત્તે)
નંતિ - શમન થવું તે “શાંતિ' આ શમન દુ:ખ, કલેશ, કોઈપણ જાતની આધિ, વ્યાધિ, ઉપાધિનું હોઈ શકે છે. ઉપદ્રવોની શાંતિ પણ શાંતિ છે.
સંતિકર - આવી શાંતિને કરનારાઓના (નિમિત્તે)
– અહીં ‘શાંતિ' શબ્દનો અર્થ ઉપદ્રવોથી શાંતિ પામવી તે લેવાય છે. કારણ કે તેનો સંબંધ ઉપદ્રવનું નિવારણ કરનારા દેવો સાથે છે.
ચેઈયવંદણમહાભાસ'માં શાંતિસૂરિજી જણાવે છે કે, પ્રત્યેનીકોએ - વિરોધીઓએ કરેલા ઉપસર્ગોનું નિવારણ એ શાંતિ સમજવી.
– આચારાંગ વૃત્તિ શમન એટલે શાંતિ - શેષકર્મનો ક્ષય થવાથી જે મોક્ષની પ્રાપ્તિ થવી તે શાંતિ કહેવાય અથવા અહિંસા એટલે શાંતિ.
– ઉત્તરાધ્યયનવૃત્તિ - જેના સર્વે દુરિતો શાંત થઈ જાય તેને શાંતિ કહે છે અથવા શાંતિ એટલે નિર્વાણ કે મોક્ષ.
– આવશ્યક વૃત્તિ - સામાયિક શબ્દનો એક પર્યાય છે.
૦ આવા વિવિધ અર્થો આગમસૂત્રોમાં છે, પણ અહીં શાંતિ શબ્દથી દૂરિત કે ઉપદ્રવોની શાંતિ અર્થ જ ગ્રહણ કરાયો છે.
• સદ્ધિ -સમરા - સમ્યગ્દષ્ટિઓને સમાધિ કરનારાના - અથવા - સમાધિ ઉપજાવનારાઓના (નિમિત્તે)
૦ સમિિટ્ટ - સમ્યગદૃષ્ટિ - જેની દૃષ્ટિ સભ્ય થયેલી છે તે. – દૃષ્ટિ શબ્દથી દર્શન, નજર, ધ્યાન કે ધ્યેય અર્થ થઈ શકે. – સમ્યક્ શબ્દ સત્ય, અવિપરિત, અવિરુદ્ધ કે યથાસ્થિત અર્થે છે. – સમ્યક્ દૃષ્ટિ એટલે સમકિતિ કે મુમુક્ષુ. - ચેઈયવંદણ મહાભાસમાં સમ્પટ્ટિ નો અર્થ “સંઘ' કર્યો છે.
- આવશ્યકવૃત્તિ - સમ્યક્દષ્ટિ એટલે સમગૂ દર્શન શુદ્ધિ અથવા અવિપરિતદૃષ્ટિ અર્થ કર્યો છે.
– જીવાજીવાભિગમ વૃત્તિમાં કહે છે કે, સચ એટલે અવિપરિતતા અને દિ એટલે જિનપ્રણિત વસ્તુ તત્ત્વની પ્રતિપત્તિ (સ્વીકાર) આ જ વ્યાખ્યા નંદીસૂત્રમાં પણ કહી છે.
- પ્રજ્ઞાપના વૃત્તિ - જેને જિનપ્રણિત વસ્તુની પ્રતિપત્તિ રૂપ અવિપરિત માન્યતા છે તેને સમ્યક્દષ્ટિ કહે છે. તે અંતરકરણકાળભાવી - ઔપશમિક સમ્યકત્વથી - સાસ્વાદન સમ્યકત્વથી, વિશુદ્ધ દર્શન મોડjજના ઉદયથી સંભવે છે અથવા સકલદર્શન મોહનીયના ક્ષયથી ઉત્પન્ન ક્ષાયિક સમ્યક્ત્વથી સંભવે છે.