________________
વેયાવચ્ચગરાણં-સૂત્ર-વિવેચન
૨૦૭
કારણ કે બીજા સર્વે ગુણો તો પ્રતિપાતિ એટલે નષ્ટ પ્રાયઃ છે, પરંતુ વૈયાવચ્ચ (નિર્મલ સેવા) એક એવો ગુણ છે જેને અપ્રતિપાતિ એટલે કે નષ્ટ ન થતો હોય તેવો ગુણ કહ્યો છે.
૦ લઘુ દૃષ્ટાંત :
મગધ દેશમાં ગૌતમ નામે બ્રાહ્મણનો એક પુત્ર હતો. નંદિષેણ તેનું નામ. જન્મતા જ માતા-પિતાને ગુમાવી દીધા. મામાએ તેને મોટો કર્યો. દેખાવમાં પણ તે ઘણો બેડોળ હતો. વૈરાગ્ય પામી નંદિવર્ધન આચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરેલી. અશુભ કર્મોના નાશ માટે છઠને પારણે છઠનો તપ તેણે આદર્યો હતો. કોઈ સમયે તેણે અભિગ્રહ કર્યો કે બાળ, વૃદ્ધ, ગ્લાન, પરોણા આદિની વૈયાવચ્ચ એ જ હવે મારું કર્તવ્ય રહેશે. મારે તેમની સેવા કરવી પણ મારું કાર્ય બીજા પાસે ન કરાવવું. તીવ્ર શ્રદ્ધાથી વૈયાવચ્ચ કરી રહ્યા છે. ચાતુર્વર્ણ સંઘમાં તે વૈયાવચ્ચી તરીકે પ્રસિદ્ધિ પામ્યા.
કોઈ વખત શક્રએ તેના અભૂતપૂર્વ વૈયાવચ્ચગુણની પ્રશંસા કરી. ત્યારે શક્રેન્દ્રની વાતમાં અશ્રદ્ધા કરનાર એક દેવે તેની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. સાધુના બે રૂપ વિકુળં. એક રૂપે તે રોગીષ્ટ સાધુ બન્યો. બીજા રૂપે તે નંદિષેણ મુનિ પાસે આવ્યો. નંદિષણમુનિ છઠને પારણે હજી પહેલો કોળિયો જ હાથમાં લીધો હતો. ત્યાંજ પે'લા શ્રમણરૂપ દેવે કહ્યું કે અટવીમાં સાધુ બિમાર પડેલા છે. જેમને વૈયાવચ્ચેના ભાવ હોય તે જલ્દી ઉભા થાઓ. મંદિષેણ મુનિએ તુરંત પૂછયું કે, બોલો, ત્યાં કઈ વસ્તુનું પ્રયોજન છે? નંદિષણ મુનિ જલ્દીથી પાણીની ગવેષણા કરવા નીકળ્યા. દરેક સ્થાને પે'લો દેવ પાણીને અનેષણીય કરી દેવા લાગ્યો.
ત્યારે નંદિષેણમુનિ અટવીમાં સીધા જ સાધુ પાસે પહોંચ્યા. તે સાધુ પણ કઠોર વચનો કહેવા લાગ્યા. આવા વચનોને અમૃત સમાન ગણી નંદિષણમુનિએ પોતાના અપરાધને ખમાવી, તે સાધુની મળમૂત્રથી ખરડાએલી કાયાને સાફ કરી, તેમને ખભા પર ઊંચકીને વસતિમાં લઈ ચાલ્યા. દૈવી માયાથી અતિશય અશુચિ દુર્ગધમય મૂત્ર અને વિષ્ટા છોડ્યા. નંદિષેણ મુનિની પીઠને કઠોર સ્પર્શ પહોંચાડવા લાગ્યો અને ડગલે પગલે આક્રોશ કરવો શરૂ કર્યો.તો પણ સમભાવમાં રહીને ચાલ્યા. દેવે નંદિષેણમુનિને ક્ષોભિત કરવા ઘણાં પ્રયત્નો કર્યા. પણ તેઓ તેમના વૈયાવચ્ચ ભાવથી જરા પણ ચલિત ન થયા.
આવા શુભ ભાવપૂર્વક વૈયાવચ્ચ કરવી જોઈએ. આવી વૈયાવચ્ચ કરનારાઓને “વૈયાવચ્ચકર' કહેવાય છે.
૦ વૈયાવચ્ચનું મહત્ત્વ - ઉત્તરાધ્યયન અધ્યયન-૨૯, સૂત્ર-૧૧૫૬ હે ભગવન્! વૈયાવચ્ચથી જીવને શું પ્રાપ્ત થાય છે ? – વૈયાવચ્ચથી જીવ તીર્થકર નામ ગોત્રનું ઉપાર્જન કરે છે.
-૦- બીજા સર્વે ગુણો પ્રતિપાતિ અર્થાત્ નષ્ટ પ્રાયઃ છે. જ્યારે વૈયાવચ્ચ એ અપ્રતિપાતિ અર્થાત્ નષ્ટ ન થાય તેવો ગુણ છે.