________________
૨૦૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
૦ વૈયાવૃત્યર એટલે સેવા શુશ્રષા કરનાર, કેમકે વ્યાવૃત્ત થયેલાઓની શુભ પ્રવૃત્તિ તે “વૈયાવૃત્ય'. જૈનદર્શનમાં આ શબ્દ “સેવા-સુશ્રુષારૂપે રૂઢ થયેલો છે.
- પ્રવચન સારોદ્ધાર કાર-૬માં જણાવેલ સાક્ષીપાઠ મુજબ - વૈયાવચ્ચ એટલે વ્યાપૃત્ત ભાવ. ધર્મસાધન નિમિત્તે અન્ન (આહાર) વગેરેનું વિધિપૂર્વક સંપાદન કરવું - મેળવી આપવું એ તેનો ભાવાર્થ છે.
- દશવૈકાલિક વૃત્તિમાં - વૈયાવચ્ચનો અર્થ “ગૃહસ્થ પાસેથી અન્ન આદિનું સંપાદન કરવું તે' એ પ્રમાણે તથા ‘આદર કરવો તે' એવો અર્થ કર્યો છે.
– ઉવવાઈ વૃત્તિમાં પણ વૈયાવચ્ચને “ભક્ત-પાનાદિ ઉપખંભના અર્થમાં જ જણાવેલ છે.
– સ્થાનાંગ વૃત્તિમાં - વૈયાવચ્ચનો અર્થ કરતા લખ્યું છે કે, વ્યાવૃત્ત થયેલાનો ભાવ કે કર્મ, ભોજનાદિ ઉપખંભરૂપ અથવા વૈયાવચ્ચના શુભ વ્યાપારયુક્ત ભાવ કે કર્મ અથવા ભોજનાદિ એવી ધર્મને ઉપકારી વસ્તુ દ્વારા ઉપગ્રહણ કરવું તે.
– ભગવતીજી વૃત્તિમાં પણ ઉક્ત અર્થોનું ગ્રહણ છે. તે સિવાય વૈયાવચ્ચનો સેવા' અર્થ પણ કરાયો છે.
– ઉત્તરાધ્યયન વૃત્તિમાં - ઉચિત આહારાદિના સંપાદનને તથા પ્રત્યનિકનો પ્રતિઘાત કરવો તેને વૈયાવચ્ચ કહી છે.
– આવશ્યક વૃત્તિમાં “વૈયાવૃત્યનો-સેવાનો ભાવ” તેને વૈયાવચ્ચ જાણવી તેમ જણાવેલ છે.
- તત્ત્વાર્થસૂત્ર ટીકા - વૈયાવચ્ચનો અર્થ કરતા લખે છે કે, “આચાર્યાદિની યથાયોગ્ય આહાર, વસ્ત્ર, વસતિ, ઔષધ, પાત્ર, આજ્ઞાપાલન ઇત્યાદિથી સેવા કરવી - ભક્તિ બહુમાન કરવા તે વૈયાવચ્ચ.
૦ વૈયાવચ્ચના દશ ભેદો :
ભગવતીજી સૂત્ર, તત્ત્વાર્થાધિગમ સૂત્ર આદિમાં વૈયાવચ્ચને દશ પ્રકારે ઓળખાવવામાં આવેલ છે, તે આ પ્રમાણે–
(૧) આચાર્યની વૈયાવચ્ચ, (૨) ઉપાધ્યાયની વૈયાવચ્ચ (3) સ્થવિરની વૈયાવચ્ચ (૪) તપસ્વીની વૈયાવચ્ચ, (૫) ગ્લાનની વૈયાવચ્ચ
(૬) શૈક્ષ-નવા સાધુની વૈયાવચ્ચ (૭) કુલ-એક આચાર્યોનો શિષ્ય સમુદાય-તેની વૈયાવચ્ચ (૮) ગણ-અનેક આચાર્યોના શિષ્ય સમુદાયની વૈયાવચ્ચ (૯) સંઘ વૈયાવચ્ચ
(૧૦) સાધર્મિકની વૈયાવચ્ચ (આ દશે વૈયાવચ્ચનું વિસ્તૃત વિવેચન અમારા તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકામાં કરાયેલું છે.)
કહ્યું પણ છે કેઉત્તમ ગુણને ધારણ કરનારની નિત્ય સેવા (વૈયાવચ્ચ) કરવી જોઈએ.