________________
વૈયાવચ્ચગરાણં-સૂત્ર
= સૂત્ર-વિષય :
વૈયાવચ્ચ કરનારા, શાંતિ કરનારા અને સમ્યગ્દષ્ટિ જીવોને સમાધિ કરનારા (દેવો)ના સ્મરણ માટે કાયોત્સર્ગ કરવાનું જણાવેલ છે.
સૂત્ર-૨૪
વૈયાવચ્ચગરાણ-સૂત્ર
# સૂત્ર-મૂળ :
વૈયાવચ્ચગરાણં સંતિગરાણં, સમ્મદિષ્ઠિ-સમાહિગરાણં, કરેમિ કાઉસ્સગ્યું. (અન્નત્થ૰) # સૂત્ર-અર્થ :
વૈયાવૃત્ત્વ કરનારા, શાંતિ કરનારા અને સમ્યગ્દષ્ટિ જીવોને સમાધિ કરનારાઓના નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું.
– શબ્દજ્ઞાન :
૨૦૫
-
વૈયાવચ્ચ - વૈયાવૃત્ત્વ, સેવા સંતિ - શાંતિ સમાહિ - સમાધિ
કાઉસ્સગ્ગ - કાયોત્સર્ગ
– વિવેચન :
આ એક નાનું સૂત્ર છે. “પંચ પ્રતિક્રમણ સૂત્રાર્થ'' વિષયક એક પુસ્તકમાં તેને ‘શાસનસેવક સ્મરણ સૂત્ર' કહ્યું છે. તેનું વિસ્તૃત વિવેચન કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે
-
• વૈયાવરાળ - વૈયાવૃત્ત્વ કરનારાઓના (નિમિત્તે)
જૈન શાસનની સેવા - રક્ષારૂપ વૈયાવચ્ચ કરવામાં તત્પર એવા ગોમુખ યક્ષ, અપ્રતિચક્રા-ચક્રેશ્વરી દેવી, યક્ષ-યક્ષિણીઓ.
જિનશાસનની સેવા કરનાર વિદ્યાદેવી આદિ.
૦ વેયાવદ્ય - વ્યાવૃત્ત થયેલાનો ભાવ અથવા કર્મ.
વ્યાવૃત્ત શબ્દ વ્યાવૃત્ત ક્રિયાપદ પરથી બનેલો છે. તેનો અર્થ છે વિશેષ પ્રકારે પ્રવૃત્ત થવું તે.
–
-
ગરાણું - કરનારાઓના સમ્મદિ。િ - સમ્યક્ દૃષ્ટિ કરેમિ - હું કરું છું અન્નત્થ - (જુઓ સૂત્ર-૭)
-
વ્યાવૃત્ત એટલે વિશેષ પ્રકારે પ્રવૃત્ત થયેલ. પ્રવત્તિવાળો થયેલ કે સેવામાં રોકાયેલ થાય છે. તેનો ભાવ કે તેણે કરેલ ક્રિયા પ્રવૃત્તિ એ વૈયાવૃત્ત્વ કહેવાય છે.
આવી વૈયાવૃત્ત્વ કરનારાઓને ‘વૈયાવૃત્ત્વકર’ કહે છે.