________________
વેયાવચ્ચગરાણ-સૂત્ર-વિશેષ કથન
૨૧૧
Sા.
૦ લઘુ દૃષ્ટાંત :
વસંતપુર નગરે જિનદત્તશ્રેષ્ઠી નામે સંયત એવો શ્રાવક હતો. તેને સુભદ્રા નામે એક પુત્રી હતી. જિનદત્તની ઇચ્છા કોઈ સાધર્મિકને જ પોતાની કન્યા આપવાની હતી. કોઈ બૌદ્ધધર્મીએ સુભદ્રાને જોઈ. તેણીના રૂપ-લાવણ્યથી મોહિત થઈને વિચાર્યું કે જો હું કપટથી શ્રાવકધર્મ પાળું તો જ આ શ્રાવક મને તેની કન્યા પરણાવશે. તેના બૌદ્ધધર્મીના કપટીપણાથી આકર્ષિત થઈ તેને પોતાની કન્યા પરણાવી.
સુભદ્રા સાસરે આવી. ત્યાં બધાં બૌદ્ધધર્મી હોવાથી સુભદ્રાની નિંદા કરતા હતા. તેથી તે બુદ્ધ ઉપાસક સુભદ્રાને લઈને અલગ રહેવા લાગ્યો. તેમને ત્યાં અનેક સાધુ-સાધ્વી ગૌચરી માટે આવવા લાગ્યા. કોઈ વખતે તેમને ત્યાં એક તરુણ તેજસ્વી સાધુ પધાર્યા. વંટોળીયાને કારણે કોઈ નાનકડું તણખલું સાધુની આંખમાં પ્રવેશી ગયું. સાધુની આંખમાં થતી પીડા જોઈને સુભદ્રા શ્રાવિકાને અનુકંપા થઈ. તેણીએ કેવળ ભક્તિબુદ્ધિ વડે પોતાની જીભના અગ્રભાગથી તે તણખલું સાધુને સ્પર્શ કર્યા વિના જ બહાર કાઢી લીધું.
આ રીતે તણખલું કાઢતાં સુભદ્રાના કપાળમાં રહેલ તિલક સાધુના કપાળે સહેજ સ્પર્શી ગયું. બંનેમાંથી કોઈએ વ્યાક્ષિપ્ત ચિત્ત હોવાથી આ વાત જાણી નહીં. સાધુ જ્યારે તેના ઘેરથી બહાર નીકળતા હતા ત્યારે તેની સાસુ અચાનક જ ત્યાં આવી ચડી. તેણીએ સાધુના કપાળમાં રહેલ ચાંદલો પોતાના પતિને બતાવ્યો. પછી બધાંને તે બતાવી આ વાત કહી. એમ કરીને સુભદ્રાની તથા સાધુની બદનામી ફેલાવી. ત્યારે સુભદ્રાનો પતિ પણ તેણી પ્રત્યે મંદ સ્નેહવાળો થયો. ધીમે ધીમે આ આખો વૃત્તાંત સુભદ્રાના જાણવામાં આવ્યો.
તેણી આ વાત જાણી વ્યથિત થવા લાગી. પ્રવચન-શાસનની આવી ઉડ્ડાણા થતી જોઈ તેણીએ વિચાર્યું કે હવે આ કલંકને કઈ રીતે દૂર કરવું ? તેણીએ પ્રવચન-શાસન દેવતાને આશ્રીને કાયોત્સર્ગ કર્યો. નિકટમાં રહેલા કોઈક દેવતાએ તેણીના શીલ-સમાચાર જાણ્યા, જાણીને તે દેવતા ત્યાં આવ્યા. સુભદ્રાએ તેને વિનંતી કરી કે - ગમે તેમ કરી તમે આ શાસનની ઉઠ્ઠાણા થતી બંધ કરાવો. શાસનદેવતાએ તેણીને આવા કષ્ટ અને મનોવેદનામાંથી મુક્ત કરાવી.
આવા અનેક પ્રસંગો જેવા કે યક્ષા સાધ્વી, વજસ્વામી આદિ અનેક ભવ્યાત્માના ચરિત્રોમાં શાસનદેવોની સહાયના પ્રસંગો નોંધાયા છે.
૦ ક્રિયામાં આ સૂત્રનો ઉપયોગ :
– પ્રતિક્રમણમાં - રાત્રિક પ્રતિક્રમણમાં તથા દેવસિક પ્રતિક્રમણમાં ચાર થયના જોડામાં ચોથી થોય પૂર્વે આ સૂત્ર બોલાય છે.
- દેવવંદનની આરાધનામાં પણ બે વખત આ સૂત્ર બોલાય છે. તેમજ ચૌમાસી, મૌન એકાદશી, દિવાળી, ચૈત્રીપૂનમ આદિ દેવવંદનોમાં પણ આ સૂત્ર બોલાય છે.