________________
૨૮૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ રહી છે ? ત્યારે સ્થવિર મુનિએ સમજાવ્યું કે આપણે આ રીતે વિરાધનાનો દોષ લાગે.
પછી ઘણાં સમય બાદ જ્યારે અઈમુત્તા મુનિ ઇરિયાવહીરૂપ પ્રતિક્રમણ કરી રહ્યાં હતાં. ત્યારે સૂત્રોચ્ચાર સમયે પરિમ શબ્દ બોલતા પ્રાયશ્ચિત્તની ધારાએ ચડ્યા. પોતાના દોષની નિંદા ગહ કરતા ભાવનાની વિશુદ્ધિ થકી કર્મક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા.
આ છે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તની સાર્થકતા.
(૩) તદુભય પ્રાયશ્ચિત્ત - જે પાપ સેવ્યું હોય તે ગુરુ સમક્ષ પ્રગટ કરવું અને ગુરુદેવની આજ્ઞાપૂર્વક પ્રતિક્રમણ કરી મિથ્યાદુકૃત દેવું. તે આલોચના અને પ્રતિક્રમણ બંને હોવાથી તદુભય કે મિશ્ર પ્રાયશ્ચિત્ત કહેવાય છે - પ્રતિક્રમણ ક્રિયા કરતી વખતે પણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિઅં આલોઉ ?” એ સૂત્ર દ્વારા આલોચના કરીએ છીએ. “સબ્યસ્સ વિ” સૂત્ર થકી આજ્ઞા માંગતા ગુરુ
પ્રતિક્રમણ કર"તેવો આદેશ આપે પછી પ્રતિક્રમણ (વંદિત્ત) સૂત્ર બોલીએ જ છીએને? ત્યાં આ બંને પ્રાયશ્ચિત્તની ક્રિયા થઈ જ જાય છે.
(૪) વિવેક પ્રાયશ્ચિત્ત - અકલ્પનીય આહાર આદિ ગ્રહણ થયા પછી સદોષ છે તેવો ખ્યાલ આવે ત્યારે તે આહાર આદિનો ત્યાગ કરવો તેને વિવેક પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
શ્રાવકના પક્ષે આ પ્રાયશ્ચિત્ત વિચારીએ તો - જેમકે કોઈ શ્રાવકે ફાગણ ચાતુર્માસ પછી નક્કી કર્યું કે “મેવો' નિષેધ છે માટે હવે મારે કાર્તિક પૂર્ણિમા સુધી “મેવા'નો ત્યાગ કરવો.
જ્યારે જમવા બેસે ત્યારે જુએ છે કે, ભોજનમાં પેંડા-બરફી વગેરે મીઠાઈમાં ઉપરથી પીસ્તા-બદામ આદિ મેવો છાંટેલો છે, તો ત્યાં વિવેક પ્રાયશ્ચિત્ત મુજબ શુદ્ધિકરણ માટે શ્રાવક ઉપરથી મેવાને કાઢીને અલગ કરી દે, પછી બિલકુલ મેવારહિત થઈ ગયેલા પેંડા-બરફી વાપરે.
(૫) વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત - વ્યુત્સર્ગ એટલે એકાગ્રતાપૂર્વક કાયા અને વચનના વ્યાપારનો વિરોધ કરવો તે.
જે પ્રાયશ્ચિત્ત સામાન્યથી ભોજન, લઘુનીતિ, વડીનીતિ સંબંધી હોય છે. જેમકે તમે પૌષધ કર્યો છે. માત્રુ જવાનું થયું તો તમારે આવીને ઇરિયાવહી પ્રતિક્રમણ કરતા પચીશ શ્વાસોચ્છવાસ પ્રમાણ (એક લોગસ્સ) કાયોત્સર્ગ કરવો જરૂરી છે. તે વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત
(૬) તપ પ્રાયશ્ચિત્ત - બાહ્ય તપ વડે વ્રત આદિમાં લાગેલા દોષોની શુદ્ધિ કરવી તે તપ પ્રાયશ્ચિત્ત કહેવાય.
વ્રત આદિમાં દોષ થવાના ચાર પ્રકાર છે – | (૧) તિક્રમ - વ્રત ભંગનો ઇરાદો કે વિચારણા કરવી તેને “અતિક્રમ' નામક દોષ કહ્યો છે.