________________
નાણંમિ દંસણંમિ સૂત્ર-વિવેચન
૨૮૭
(૨) વ્યતિક્રમ - વ્રત ભંગ માટે પ્રવૃત્ત થાય તે.
(૩) તિવાર - વ્રત ભંગ માટેની સામગ્રી એકઠી કરી લે અથવા વ્રતભંગ માટે એક કદમ ઉઠાવી લે તો તે અતિચાર કહેવાય.
(૪) નાવાર • સર્વથા વ્રતનો ભંગ કરે તો અનાચાર.
૦ અહીં શ્રાવકના વ્રતસંબંધી પ્રાયશ્ચિત્તનો દૃષ્ટાંત માત્ર ઉલ્લેખ કરીએ તો પ્રાયશ્ચિત્ત આ પ્રમાણે છે
– શ્રાવકના પહેલા વ્રતના સંબંધમાં કિંચિત્ પ્રાયશ્ચિત્ત દૃષ્ટાંત જેમકે - શ્રાવકો માત્ર પાણી ગાળે નહીં અને ખાનમાં ઉપયોગ કરે અથવા ગરમ કરે તો ત્રણ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે.
લીલા ઘાસ પર બેસે કે ચાલે તો એક ઉપવાસ પ્રાયશ્ચિત્ત.
એક ગોવાળે બાવળના કાંટામાં “જૂ' પરોવી મારી નાંખેલી હતી. ઉપદેશ પ્રાસાદમાં તેની કથા વર્ણવતા લખ્યું છે કે પ્રાયશ્ચિત્ત કર્યા વિના મૃત્યુ પામનાર તે ગોવાળ ૧૦૮ ભવો સૂડીએ ચડીને મર્યો.
બીજા અણુવ્રત સંબંધે પ્રાયશ્ચિત્તનું દૃષ્ટાંત આપેલ છે કે
અલ્યા તારું નખ્ખોદ જાય” આટલું વાક્ય બોલે તો એક ઉપવાસનું પ્રાયશ્ચિત્ત સમજી લેવાનું. મરિચિના ભવનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે એક માત્ર અસત્ય વચનનું ઉચ્ચારણ કર્યા બાદ આલોચના ન કરી તો અનંતો સંસાર વધાર્યો કે જેની ગણના ભવ ગણતરીમાં શાસ્ત્રકારોએ પણ ન કરી.
ત્રીજા વ્રતસંબંધી પ્રાયશ્ચિત્તમાં એક દષ્ટાંત લઈએ - “દાણચોરી કરનારને જઘન્યથી પુરીમડૂઢ તપ આવે.
ચોથા વ્રત સંબંધી પ્રાયશ્ચિત્તમાં એક પ્રાયશ્ચિત્ત એ રીતે છે - ઢીંગલા ઢીંગલીને પરણાવવા જેવી બાળ ચેષ્ટાનું પણ એક પુરીમઝૂઢ પ્રાયશ્ચિત્ત આવે.
પાંચમાં વ્રત માટે પણ એક દૃષ્ટાંતથી શ્રાવકોને પ્રાયશ્ચિત્ત જણાવતા લખ્યું કે, એક પણ પરિગ્રહનો નિયમ ભાંગે તો જઘન્યથી પુરીમઝૂઢ પ્રાયશ્ચિત્ત.
પ્રાયશ્ચિત્તના આ છ ભેદ સિવાય હજી બીજા ચાર ભેદો છે. (૭) ભેદ પ્રાયશ્ચિત્ત, (૮) મૂલ પ્રાયશ્ચિત્ત, (૯) અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત અને (૧૦) પારાંચિત પ્રાયશ્ચિત્ત. (જો કે વર્તમાનકાળે છેલ્લા બે પ્રાયશ્ચિત્તનો વિચ્છેદ થયેલો છે. કેમકે ચૌદપૂર્વનો વિચ્છેદ થતા છેલ્લા બંને પ્રાયશ્ચિત્ત પણ વિચ્છેદ પામેલ છે.)
૦ તત્ત્વાર્થ સૂત્રકાર ઉમાસ્વાતિજીએ નવમાં અધ્યાયના બાવીશમાં સૂત્રમાં પ્રાયશ્ચિત્તના નવ ભેદો કહ્યા છે. તે આ પ્રમાણે
(૧) આલોચના, (૨) પ્રતિક્રમણ, (૩) તદુભય, (૪) વિવેક, (૫) વ્યુત્સર્ગ, (૬) તપ, (૭) છેદ, (૮) પરિહાર, (૯) ઉપસ્થાપન
(૨) વિપો - વિનય-અત્યંતર તપનો બીજો ભેદ. – જ્ઞાનાદિ મોક્ષસાધનોની યથાવિધિ આરાધના, તે વિનય. - વિનય શબ્દની ચર્ચા આ જ સૂત્રની ગાથા-રમાં ઋાને વિખાઈ ગાથામાં