________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
‘વિનય' શબ્દના વિવેચનમાં કરાઈ જ છે, તે જોવી.
‘વિનય' જ્ઞાનાચારમાં ‘વિનય' નામક આચાર રૂપે મૂક્યો હતો અહીં ‘વિનય’ શબ્દ અત્યંતર તપ રૂપે જણાવવામાં આવેલ છે. કહ્યું છે કે— વિનય એ જિનશાસનનું મૂળ છે, વિનયવાળો જ સંયત થાય છે, વિનયથી ભ્રષ્ટ થયેલાને ધર્મ ક્યાંથી હોય અને તપ પણ ક્યાંથી હોય ?
૨૮૮
-
વિનયતપ એ જીવનરૂપ સુવર્ણને તપાવીને તેમાંથી અભિમાન, કઠોરતા, મદ, અહંકાર, અશ્રદ્ધા, ઘૃણા વગેરે દુર્ગુણોરૂપી મેલને દૂર ફેંકી દે છે.
-
વીશ સ્થાનકની આરાધના કે જે તીર્થંકરપદ પ્રાપ્તિમાં નિમિત્તરૂપ છે. તેમાં પણ ‘વિનય' નામે એક સ્થાનક જણાવેલ છે. આ 'વિનય' જ્યારે તપ રૂપે આચરવામાં આવે ત્યારે આઠ પ્રકારના કર્મોને પણ દૂર કરવા સમર્થ છે.
૦ વિનયના ભેદો :
-
વિનયના ભેદો બે રીતે વિચારી શકાય (૧) લૌકિક, (૨) લોકોત્તર. તેમાં લૌકિક કે દુન્યવી રીતે વિનય પાંચ પ્રકારે કહ્યો છે—
(૧) લોકોપચાર વિનય :- જ્યાં કેવળ લોકોમાં કીર્તિ પ્રાપ્ત કરવા માટે જ નમવામાં આવે છે. અહીં વિનયનો દેખાવ હોય છે, પણ હ્રદયનો ભાવ નથી હોતો. લોકહૃદય પર શું અસર થશે ? એવી શિષ્ટાચાર ભાવના કે પ્રશંસા કરાવવા માટે જ 'વિનય' દાખવવામાં આવે છે.
-
(૨) ભયવિનય :- ઉપરી અધિકારી કે સતાધારી વ્યક્તિ પાસે બઢતી કે સ્થાન ટકાવવા વિનય દાખવે, વિદ્યાર્થી સજાના ભયથી વિનય દાખવે વગેરે સર્વે વિનયમાં ભયની પ્રધાનતા છે.
:
(૩) અર્થ વિનય નાણાંની પ્રાપ્તિ માટે ધનાઢ્યનું, સત્તાધારી વ્યક્તિનું અધિકારીનું બહુમાન કરે. માલ વળગાળી દેવા માટે વેપારીનો-ગ્રાહકનો કે મેનેજરનો વિનય કરવો. નોકરીમાં પગાર વધારા માટે શેઠનો વિનય કરવો. આ સર્વે અર્થ વિનય છે.
(૪) કામ વિનય :- કામવાસનાની તૃપ્તિ માટે જે સ્ત્રીઓની સાથે નમ્રતા દાખવવામાં આવે છે તે કામવિનય કહેવાય. ત્યાં માણસ લાતનો માર પણ ખમી લે છે. કોઈ આ વાત જાણી ન જાય અને પોતાની કામલીલા બરાબર ચાલતી રહે તે માટે નાનામાં નાની વ્યક્તિને પણ માન આપે છે.
:
(૫) દૈન્ય વિનય મોટા હત્યારા, ગુંડા કે લુંટારા સામે ગરીબડો થઈ હાથ જોડી ઉભો રહી જાય, પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી માણસ પોતે લઘુતાગ્રંથિથી પીડાવા લાગે તો આ સ્થિતિમાં દૈન્યવિનય ગણાય છે.
આ પાંચમાંનો એકપણ વિનય મોક્ષનું સાધન બની શકતો નથી. કેમકે આ બધો દ્રવ્યવિનય છે. જે ભાવ વિનય છે તેના ભેદો દર્શાવવા તત્ત્વાર્થાધિગમ સૂત્રના અધ્યાય-નવમાં સૂત્ર-૨૩માં ઉમાસ્વાતિજી જણાવે છે કે, વિનય તપ ચાર પ્રકારે છે. જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને