________________
નાણંમિ દંસણૂમિ સૂત્ર-વિવેચન
૨૮૯ ઉપચાર વિનય.
(૧) જ્ઞાન વિનય : કાવીરા ગ્રંથમાં કહ્યું છે કે, “વિનય એટલે જ્ઞાનીઓની, જ્ઞાનાભ્યાસીઓની, જ્ઞાનની અને પુસ્તક, પુઠાં, પાના, પાટી, કવલી, ઠવણી, ઓળિયું, ટીપણું, દસ્તરી વગેરે જ્ઞાનોપકરણની સર્વ પ્રકારે આશાતના વર્જવી અને તેમની યથાયોગ્ય ભક્તિ કરવી.
સામાન્યથી મતિ, કૃત, અવધિ, મન:પર્યવ, કેવલ એ પાંચે જ્ઞાનના વિશે શ્રદ્ધ, બહુમાન રાખવા તેને “જ્ઞાનવિનય' કહેવાય છે.
આ વિનયના (૧) ભક્તિ, (૨) બહુમાન, (૩) ભાવના, (૪) વિધિગ્રહણ, (૫) અભ્યાસ. એવા પાંચ પ્રકારો જણાવતાં લખ્યું કે
- પાંચે જ્ઞાનની ભક્તિ કરવી તે ભક્તિ વિનય. – પાંચે જ્ઞાનનું બહુમાન કરવું તે બહુમાન વિનય.
- પાંચે જ્ઞાન વડે જાણેલા પદાર્થોના અનુભવ વડે તેની-તેની ભાવના કરવી તે ભાવના વિનય.
- જ્ઞાનને વિધિપૂર્વક ગ્રહણ કરવું તે વિધિગ્રહણ વિનય. – અધ્યયન કરવું તે અભ્યાસ વિનય
(૨) દર્શન વિનય :- તત્ત્વની યથાર્થ પ્રતીતિરૂપ સમ્યગ્દર્શનને ધારણ કરવું અને આઠ પ્રકારના આચારનું પાલન કરવું તે દર્શનવિનય.
આ આઠ આચારો દર્શનાચારના વર્ણનમાં જણાવી ગયા છીએ તે મુજબ – (૧) જિનમતમાં નિઃશંકપણું, (૨) અન્ય મતની અભિલાષા ન કરવી, (૩) ધર્મના ફળને વિશે સંદેહ ન રાખવો, (૪) મૂઢદૃષ્ટિપણાનો ત્યાગ કરવો, (૫) ગુણસ્તુતિ કરવી, (૬) ધર્મમાગમાં સ્થિર કરવા, (૭) સાધર્મિક વાત્સલ્ય કરવું અને (૮) શાસન પ્રભાવના. આ આઠે આચારોનું પાલન તે દર્શનવિનય.
(૩) ચારિત્ર વિનય :- ચારિત્ર પાંચ પ્રકારે કહ્યા છે – (૧) સામાયિક, (૨) છેદોપસ્થાપનીય, (૩) પરિવાર વિશુદ્ધિ, (૪) સૂક્ષ્મ સંપરાય અને (૫) યથાખ્યાત. આ પાંચ પ્રકારના ચારિત્રની (૧) શ્રદ્ધા કરવી, (૨) પ્રરૂપણા કરવી. (૩) પાલન કરવું, (૪) સ્તવના કરવી. તે ચારિત્ર વિનય.
– સામાયિક આદિ પાંચે ચારિત્રની શ્રદ્ધા કરવી. - સામાયિક આદિ પાંચે ચારિત્રની પ્રરૂપણા કરવી. - સામાયિક આદિ પાંચે ચારિત્રનું પાલન કરવું. - સામાયિક આદિ પાંચે ચારિત્રની સ્તવના કરવી.
(૪) ઉપચાર વિનય :- કોઈપણ સદગુણની બાબતમાં પોતાનાથી શ્રેષ્ઠ હોય તેના પ્રત્યે અનેક પ્રકારનો યોગ્ય વ્યવહાર કરવો. જેમકે સાધુને આવતા જોઈને સામે જવું, આસન આપવું, વંદન કરવું, આજ્ઞાપાલન કરવું, વિશ્રામણા કરવી, શ્રવણ માટેની ઇચ્છા રાખવી વગેરે.
– ઉત્તરાધ્યયન અધ્યયન-૩૦ ગાથા-૧૨૨૦માં જણાવે છે કે[2|19]