________________
૨૯૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ અબ્દુત્થાન, અંજલિ કરવી, આસન દેવું, ગુરુભક્તિ કરવી અને ભાવ શુશ્રુષા કરવી એ વિનય કહેવાય છે.
– યોગશાસ્ત્ર પ્રકાશ-ત્રીજો, બ્લોક-૧૨૫-૧૨૬માં પણ જણાવે છે કે –
(ગુરુને) (૧) જોતાં જ ઉભા થવું, (૨) આવતા જાણીને સન્મુખ જવું, (૩) દૂરથી જોતાં મસ્તકે હાથ જોડવા, (૪) બેસવાને માટે આસન આપવું, (૫) ભક્તિથી વંદના તથા સેવા કરવી, (૬) પોતે આસને ન બેસવું, (૭) થોડે સુધી વળાવવા જવું.
આ પ્રમાણે ગુરુની પ્રતિપત્તિ કરવી તેને ઉપચાર વિનય કહેવાય.
લઘુ દૃષ્ટાંત :- કોઈ ગામમાં ભારવહન કરતાં ૫૦૦ મજૂરો રહેતા હતા. તેમાં જે મુખ્ય મજૂર હતો તે પાંચ કળશી અનાજનો ભાર ઉચકતો હતો. તેનો આવો લોકોત્તર ગુણ જોઈને રાજાએ તેને વરદાન આપેલું કે તું ભાર ઉપાડી જે માર્ગે ચાલતો હો તે સમયે તારા માર્ગમાં આવતા રથ, ઘોડા, સૈન્ય વગેરેને જોઈને તારે આદું-પાછું થવું નહીં. કેમકે ભારથી પીડાએલા પ્રાણીને માર્ગ બદલવાનું કાર્ય અતિ દુષ્કર હોય છે. હું પણ તને જોઈને માર્ગ આપીશ. મારી આ આજ્ઞાનો લોપ કરનારને શિક્ષા કરવામાં આવશે.
કોઈ વખતે સામેથી સાધુને આવતા જોઈને મજૂરે વિચાર્યું કે મારો ભાર ગમે તેટલો હોય તો પણ પરિમિત છે અને મુનિએ ધારણ કરેલ પાંચ મહાવ્રતરૂપી ભાર અપરિમિત છે. આમ વિચારી તેણે મુનિને રસ્તો આપ્યો. તેની સાથે બીજા ૫૦૦ મજૂરે પણ રસ્તેથી ખસવું પડ્યું. તેઓ બધાં રોષે ભરાયા અને તેઓએ રાજાને ફરિયાદ કરી.
રાજાએ મુખ્ય ભારવાહકને બોલાવી પૂછ્યું, તમે આ સાધુને માર્ગ કેમ આપ્યો ? ભારવાહકે કહ્યું, આ મુનિઓ મેરુપર્વત કરતાં પણ અધિક ભારવાળા પાંચ મહાવ્રતોને ધારણ કરીને રહેલા છે, જે ભારવહન કરવા હું સમર્થ નથી. માટે મેં ખસીને માર્ગ આપ્યો. તેઓ નેત્ર સ્કૂરણ જેટલો સમય પણ પ્રમાદ કરતાં નથી,
જ્યારે હું તો બાહ્ય ભાર ઉપાડવા સાથે ઇર્યા આદિ સમિતિનો ભંગ કરી જીવહિંસા કરું છું. મેં પણ દીક્ષા લીધેલી, પણ ભાર વહન ન થતા છોડી દીધી. માટે હું તેમને જોઈને ખસી ગયો.
આવા તેના ઉપચાર વિનયથી રંજિત થયેલા રાજાએ તેને પોતાના સેવક તરીકે રાખી લીધો. પછી નિરંતર ધર્મકથા શ્રવણ કરવા લાગ્યો.
(૫) તપ વિનય :- અહીં સ્વાભાવિક પ્રશ્ન થાય કે, વિનયના તો ચાર ભેદ જ કહ્યા છે, તો આ પાંચમો ભેદ કેમ ? વળી વિનય પોતે જ તપ છે, તો પછી આ તપવિનય કયાંથી ?
શ્રી દશવૈકાલિક સૂત્ર નિર્યુક્તિમાં વિનયના પાંચ ભેદો જણાવ્યા છે. (૧) દર્શન, (૨) જ્ઞાન, (૩) ચારિત્ર (પછી ચોથો) (૪) તપ નામે વિનય બતાવેલ છે. પછી (૫) ઉપચાર વિનય કહ્યો છે. વળી આગળ કહ્યું છે કે, આ પાંચે