________________
નારંમિ દંસણૂમિ સૂત્ર-વિવેચન
૨૯૧
મોક્ષવિનયરૂપ જાણવા. તેથી “તપ વિન” જણાવ્યો છે.
૦ વિનયનું મહત્ત્વ :- પ્રશમરતિ પ્રકરણમાં શ્રી ઉમાસ્વાતિજી મહારાજ ‘વિનયનું મહત્ત્વ જણાવતાં નોંધે છે કે
– વિનયનું ફળ ગુરુ શુશ્રુષા છે. – ગુરુ શુશ્રુષાનું ફળ શ્રુતજ્ઞાન છે. - શ્રુતજ્ઞાનનું ફળ વિરતિ છે, વિરતિનું ફળ આશ્રવ નિરોધ છે. – આશ્રવનિરોધ એટલે સંવર, તેનું ફળ તપોબળ છે. – તપોબળનું ફળ નિર્જરા છે, તેનાથી ક્રિયાનિવૃત્તિ થાય છે. – ક્રિયાનિવૃત્તિ વડે અયોગિપણું પ્રાપ્ત થાય છે. - અયોગિપણું એટલે યોગ નિરોધ. – તેનાથી ભવસંતતિ-ભવ પરંપરાનો ક્ષય થાય છે. આ રીતે સર્વ કલ્યાણોનું ભાજન વિનય છે. ૦ વિનયના ભેદ બીજી રીતે :- વિનયના બાહ્ય તથા અત્યંતર એવા બે ભેદ પણ કહ્યા છે. - વળી તે બંનેના લૌકિક અને લોકોત્તર એવા બે ભેદ પણ છે. - બાહ્યથી વંદન, અબ્યુત્થાન, સત્કાર તે બાહ્ય વિનય. – અંતરથી વંદન આદિ કરે તે અત્યંતર વિનય.
જેમકે - અનુત્તર વિમાનવાસી દેવોને જિનેશ્વરો પ્રત્યે હાર્દિક વિનય-બહુમાન પુરતા હોય છે, પણ તેઓ કદી પ્રત્યક્ષ થઈને વિનય સાચવતા નથી.
– લૌકિક વિનય - માતા-પિતા વગેરે વડીલોનો વિનય સાચવવો તે લૌકિક વિનય ગણાય.
- લોકોત્તર વિનય - જૈન માર્ગસ્થ આચાર્યાદિક મુનિવરોનો વિનય કરવો તે લોકોત્તર વિનય છે.
૦ માતા પરત્વેના લૌકિક વિનયથી પણ (દીક્ષા છોડી કામક્રીડામાં આસક્ત બિનેલા એવા) અરણિક મુનિવર સદૂગતિને પામ્યા માટે લૌકિક વિનય પણ જીવને કલ્યાણકારી થાય છે. કેમકે વિનયથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, જ્ઞાનથી દર્શન, દર્શનથી ચારિત્ર, ચારિત્રથી અંતે મોક્ષસુખ મળે છે.
(૩) વાવેદ્ય - વૈયાવચ્ચ, વૈયાવૃત્ય, સેવા. – “વેયાવ' શબ્દના વિવેચન માટે જુઓ સૂત્ર-૨૪ ‘વેયાવચ્ચગરાણ'.
– ઉત્તમ ગુણને ધારણ કરનારની નિત્ય સેવા (વેયાવચ્ચ) કરવી જોઈએ કારણ કે બીજા સર્વે ગુણો તો પ્રતિપાતિ એટલે નષ્ટપ્રાય છે, પણ નિર્મલસેવા (વેયાવચ્ચ) એક એવો ગુણ છે, જેને અપ્રતિપાતિ એટલે કે નષ્ટ ન થતો હોય તેવો ગુણ કહેલો છે.
- અત્યંતર તપના છ ભેદો કહ્યા છે. તેમાંનો ત્રીજો ભેદ તે વેયાવચ્ચ. – જે તપમાં પોતાની ઇચ્છા, સ્વાર્થ, કષાયો, કામનાઓ, ઇન્દ્રિય વિષયભોગ