________________
૨૯૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ અને દુવૃત્તિથી વિશેષરૂપે પાછા ફરવાની ભાવના કે ક્રિયા સમાયેલી હોય તેને વૈયાવચ્ચ કહેવાય છે.
– ગ્લાન અથવા વિહારથી શ્રમિત થયેલા મુનિને નિવૃત્તિ માટે તેના હાથ, પગ વગેરેને હાથની મુઠી વડે દબાવી આપવા, અશન એટલે કે આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે આપીને શક્તિ મુજબ અનુકૂળ વર્તન કરવું તે વૈયાવચ્ચ કહેવાય
– વેયાવચ્ચ દશ પ્રકારની કહી છે – (૧) આચાર્યની વેચાવચ્ચ, (૨) ઉપાધ્યાયની વેયાવચ્ચ, (૩) સ્થવિરની વેયાવચ્ચ, (૪) તપસ્વીની વેયાવચ્ચ, (૫) ગ્લાનની વેયાવચ્ચ, (૬) શૈક્ષ-નવદીક્ષિતની વેયાવચ્ચ, (૩) કુળની વેયાવચ્ચ, (૮) ગણની વૈયાવચ્ચ, (૯) સંઘની વેયાવચ્ચ અને (૧૦) સાધર્મિકની વેયાવચ્ચ.
આ દશે વેયાવચ્ચને થોડા વિસ્તારથી વિચારીએ(૧) આચાર્ય વૈયાવચ્ચ :
- મુખ્યતયા જેનું કાર્ય વ્રત અને આચાર ગ્રહણ કરાવવાનું હોય તેને આચાર્ય કહે છે.
– આચાર્યોને સંઘનું નેતૃત્વ સંભાળવું, સંઘમાં આવેલ વિકૃતિ દૂર કરવી, ધર્મનો પ્રચાર-પ્રસાર કરવો, સ્વયં પાંચ પ્રકારના આચાર પાળવા-પળાવવા, ચતુર્વિધ સંઘની વ્યવસ્થા સારી રીતે સંભાળવી, સાધુ-સાધ્વીજીઓને શાસ્ત્રના રહસ્ય અને ભાવાર્થની વાચના આપવી વગેરે કારણોને લઈને આચાર્યોની વિશેષ પ્રકારે સેવા-ભક્તિ કરવી જોઈએ.
– આચાર્યની વૈયાવચ્ચમાં લીન બનેલા એવા સાધ્વીજી પુષ્પચૂલાને સર્વ કર્મનો ક્ષય કરવા વડે કરીને ઉજવલ એવું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
પુષ્પચૂલા આમ તો રાજરાણી હતા. પણ વૈરાગ્ય ઉત્પન્ન થતા તેણીએ રાજા પાસે ચારિત્ર ગ્રહણ કરવાની અનુમતિ માંગી, તેના પરના અપાર સ્નેહને કારણે રાજાએ કહ્યું કે, એક શરતે દીક્ષા લેવાની અનુમતિ આપું - જો તમે મારી નજર સામે જ આ નગરમાં રહીને સંયમનું પરિપાલન કરો.
જ્ઞાની ગુરુ પાસે આજ્ઞા લઈને પુષ્પચૂલા રાણીએ નગરમાં રહેવાની વાત સ્વીકારી લીધી. અર્ણિકાપુત્ર આચાર્ય પાસે દીક્ષા લીધી. કેટલોક કાળ પસાર થયા પછી શ્રુતજ્ઞાનના બળે દુષ્કાળનો સંભવ જણાતા, આચાર્ય મહારાજે પોતાના ગચ્છને બીજા દેશમાં મોકલી આપ્યો અને પોતે વૃદ્ધ અને અશક્ત હોવાથી ત્યાં જ રહ્યા, વિહાર ન કર્યો.
- સાધ્વીજી પુષ્પચૂલા તેને ગૌચરી-પાણી લાવી આપે છે, નિર્દોષ આહારની ગવેષણા કરીને અગ્લાનપણે ગુરુ મહારાજની વૈયાવચ્ચ કરી રહ્યા હતા. વૈયાવચ્ચના અપ્રતિપાતિ ગુણને દીપાવતા એવા સાધ્વીશ્રી પુષ્પચૂલાને અનન્ય ભક્તિના પ્રસાદ સ્વરૂપે સર્વે ઘાતી કર્મોનો ક્ષય થઈ જતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તેઓ કેવળી બની ગયા.