________________
નાણંમિ દંસણૂમિ સૂત્ર-વિવેચન
૨૯૩ સાધ્વીજીના કેવળજ્ઞાન પ્રાપ્તિ બાદ આચાર્ય મહારાજ માટે ઇચ્છાનુકૂલ આહાર આવવા લાગ્યો. કોઈ વખતે વરસાદ વરસતો હોય ત્યારે પણ તુરંત જ ગોચરી લાવ્યા ત્યારે આચાર્ય મહારાજે કહ્યું કે, હે મણીવર્યા ! તું તો મૃતની જ્ઞાતા છે, છતાં આવા વરસાદમાં આહાર કેમ લાવી ? ત્યારે સાધ્વીજીએ ઉત્તર આપ્યો કે જ્યાં અચિત્તપાણી વરસતું હતું તે-તે પ્રદેશમાંથી આહાર લાવી છું, માટે તે અશુદ્ધ નથી, આપને કલ્પે તેવો જ આહાર છે.
ત્યારે ગુરુ ભગવંતે પૂછયું કે, તે કઈ રીતે જાણ્યું કે વરસાદ અચિત્ત છે ? ત્યારે સાધ્વીજીએ કહ્યું, આપની કૃપાથી. એ રીતે પ્રશ્નોત્તર કરતા આચાર્ય મહારાજને ખ્યાલ આવ્યો કે અરે ! આ તો કેવળી છે. મેં નાહક કેવળીની આશાતના કરી. તુરંત મિચ્છામિ દુક્કડં દીધું.
આ રીતે આચાર્યની વૈયાવચ્ચથી કેવળજ્ઞાન પણ પ્રાપ્ત થાય. (૨) ઉપાધ્યાય વૈયાવચ્ચ :
– ઉપાધ્યાયનું મુખ્યપણે કાર્ય છે - મૃતનો અભ્યાસ કરાવવાનું, સંઘમાં જ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરવાનું, સાધુ-સાધ્વીજી મહારાજને વાચના આપવાની, દ્વાદશાંગી રૂ૫ આગમને ધારણ કરવા, વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથારૂપ સ્વાધ્યાય કરવો અને કરાવવો વગેરે તેમના મુખ્ય કર્તવ્યો છે.
- આ કારણે ઉપાધ્યાયની વૈયાવચ્ચ કરવી જોઈએ. (૩) સ્થવિર વૈયાવચ્ચ :શાસ્ત્રકાર મહર્ષિ ત્રણ પ્રકારે સ્થવિરોના ભેદ જણાવે છે – (૧) પર્યાય સ્થવિર - દીક્ષાના પર્યાયને આશ્રીને દીર્ઘપર્યાય વાળા. (૨) વય સ્થવિર - માત્ર ઉમરને કારણે વૃદ્ધત્વને પામેલા. (૩) જ્ઞાન સ્થવિર - જ્ઞાન વડે સ્થીર થયેલા. ઠાણાંગ આદિ જાણનાર,
આ ત્રણ પ્રકારના સ્થવિરો અન્ય નાના સાધુ-સાધ્વીઓને પોતાના આચારવિચારમાં સ્થિર કરે છે. સંયમપાલનમાં નિશ્ચલ કરે છે. સન્માર્ગમાં સ્થાપિત કરે છે.
આવા સ્થવિર શ્રમણોની વૈયાવચ્ચ કરવાથી શ્રી સંઘને તેમના જ્ઞાનાદિ વિશાળ અનુભવનો લાભ મળે છે.
- કદાચિત જો સ્થવિરોની યોગ્ય ભક્તિ ન થાય તો શક્ય છે કે વયથી સ્થવિર વયને કારણે આર્તધ્યાનમાં ડૂબી જાય. જ્ઞાન સ્થવિરને છઘસ્થતાને કારણે કોઈ વખત જ્ઞાનથી વિમુખતાના ભાવો ઉત્પન્ન થાય. પર્યાય સ્થવિરને અપમાનાદિ ભાવોનો ઉદય થતાં તેમના મનમાં ગ્લાનિના ભાવો ઉદ્દભવે આ સર્વ કારણોને લઈને સ્થવિરોની વૈયાવચ્ચ કરવી જોઈએ.
(૪) તપસ્વી વૈયાવચ્ચ :– મહાનું અને ઉગ્ર તપ કરનાર તે તપસ્વી કહેવાય છે.
- તપસ્વીઓ પોતે ઉગ્ર તપ દ્વારા કર્મનિર્જરા કરી રહ્યા હોવાથી આપણે તેમાં નિમિત્તભૂત થઈ શકીએ તે માટે તેઓની વૈયાવચ્ચ કરવી. જેથી કરીને તેમના