________________
૨૮૫
નાસંમિ સસંમિ સૂત્ર-વિવેચન ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત થવાથી માણસ પ્રાયશ્ચિત્તનો ભાગી થાય છે.
૦ પ્રાયશ્ચિત્તના ભેદ :પ્રાયશ્ચિત્તના દશ પ્રકારો કહ્યા છે તે આ પ્રમાણે
(૧) આલોચનાઈ પ્રાયશ્ચિત્ત - ગુર સમક્ષ નિખાલસ ભાવે પોતાના દોષ પ્રગટ કરવા તે આલોચના પ્રાયશ્ચિત્ત. તેના ત્રણ તબક્કા છે –
(૧-૧) આત્મનિંદા એટલે કે પશ્ચાતાપ. (૧-૨) અંતર્નિરીક્ષણ અર્થાત્ આલોચના. (૧-૩) ગ-ગુરુ સાક્ષીએ અપરાધોનો એકરાર કરવો.
ક્યારેક મોહવશ કે પ્રમાદથી વ્યક્તિ કંઈ ભૂલ કરી બેસે પણ પછી તેના મનમાં ભૂલ કે અપરાધ માટે દુઃખ થવા લાગે એટલે તે પશ્ચાતાપ કરે, અંતરનું નિરીક્ષણ કરે પછી ગુરુ મહારાજ પાસે જઈ પોતાની હૃદયવ્યથાને રજૂ કરે, ત્યારે ગુરુ મહારાજ જે પ્રાયશ્ચિત્ત આપે તેને ગ્રહણ કરે.
1 કદાપિ આલોચના લેવા જતાં માર્ગમાં જ આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામે તો પણ તેને આરાધક જાણવો. કેમકે ભગવતી સૂત્રમાં કહ્યું છે કે, આલોયણા પરિણત થયેલો ગુરુ પાસે જવાને માટે સમ્યક્ પ્રકારે સંપસ્થિત થયા હોય, તેવા મુનિ કદાપિ માર્ગમાં કાળ કરે તો પણ આરાધક ગણાય છે.
કેમકે આલોચનાની પ્રબળ ઇચ્છા તો જ્યારે મોક્ષના સન્મુખ ભાવે પ્રબળ વીર્યનો ઉલ્લાસ થાય ત્યારે જ થઈ શકે છે.
(૨) પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત - પાપથી પાછા ફરવું અને ફરીથી પાપ ન કરવાના ઇરાદાથી મિથ્યાદુકૃત આપવું તે.
– જે દોષોનું માત્ર પ્રતિક્રમણ કરવાથી જ છુટકારો મળે અથવા શુદ્ધ થઈ શકે તેને પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કહે છે.
– જિનશાસનમાં પાપના પ્રતિક્રમણને અવશ્ય કર્તવ્ય ગણેલું છે. સાડી ત્રણસો ગાથાના સ્તવનમાં બીજી ઢાળની અઢારમી ગાથામાં લખે છે –
“મૂળ પદે પડિક્કમણું ભાડું, પાપતણું અણ કરવું રે;
શક્તિ ભાવ તણે અભ્યાસે, તે જસ અર્થે વરવું રે." – કાળભેદે પ્રાયશ્ચિત્ત ત્રણ પ્રકારે કહ્યું છે– (૧) ભૂતકાળમાં લાગેલા દોષોની આલોચના. (૨) વર્તમાનમાં થનારા દોષોથી સંવર દ્વારા બચવું. (૩) ભાવિમાં થનારા દોષોનું પ્રત્યાખ્યાન કરવું.
૦ દૃષ્ટાંત :- અઈમુત્તામુનિએ માત્ર આઠ વર્ષની ઉમરે દીક્ષા લીધી અન્ય સ્થવિર મુનિવર સાથે સ્પંડિલ ભૂમિ ગયા હતા. શૌચાદિ ક્રિયા કરી ઉભા હતા. ત્યાં પૂર્વે વરસાદ આવેલો હોવાથી પાણીના ખાબોચીયા ભરેલા હતા. બધાં બાળકો પોતાની નાવ તરાવતા હતા, તે જોઈને અઈમુત્તામુનિ પણ પોતાનું પાત્ર તરાવવા લાગ્યા. બીજા મુનિને આવતા જોઈને બોલ્યા, જુઓ જુઓ ! મારી નાવ કેવી તરી