________________
૨૮૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
સમજવી. તદુપરાંત વિવિતચર્યા નામના ભેદને પણ વીતરાગ પરમાત્માએ સંલીનતા કહેલી છે.
આ રીતે આ સૂત્રની છઠી ગાથામાં – અનશનથી સંલીનતા પર્યન્ત છે ભેદે તપોનું વર્ણન કર્યા પછી આ જ ગાથાના ચોથા ચરણમાં તે બાહ્યતપના છ ભેદો છે તેમ જણાવવા કહે છે કે
• વેઠ્યો તેવો હોz - બાહ્ય તપ હોય છે.
- ઉપરોક્ત છ ભેદે બાહ્ય તપ હોય છે અર્થાત્ બાહ્ય તપના અનશન, ઉણોદરી આદિ છ ભેદ જાણવા.
હવે સૂત્રકાર મહર્ષિ સાતમી ગાથામાં તપાચારના જ સ્વરૂપને જણાવવા માટે અત્યંતર તપના છ ભેદોનો નામોલ્લેખ કરે છે.
– આ સૂત્રની ગાથા-૬ દશવૈકાલિક સૂત્રની નિર્યુક્તિ-૪૭ રૂપે નોંધાયેલ છે. તેમાં જણાવેલ બાહ્યતપના છ ભેદ પરત્વે શ્રી હરિભદ્રસૂરિ રચિત વૃત્તિ તેમજ જિનદાસગણિજી રચિત ચૂર્ણિ પણ છે જ. તદુપરાંત આ જ ગાથા થોડા ફેરફાર સાથે ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન-૩૦માં ગાથા-૧૧૯૬ રૂપે જોવા મળે છે. જેનું વિવરણ સ્વયં સૂત્રકાર મહર્ષિએ જ ગાથા-૧૧૯૭ થી ૧૨૧૬ સુધી કરેલ છે. જે ગાથા ઉપર વૃત્તિ અને ચૂર્ણિ પણ રચાયેલી છે. બાહ્ય તપના છ ભેદોને વિસ્તૃત રીતે જાણવા-સમજવા માટે ઉત્તરાધ્યયનની આ ગાથાઓ તથા તેની ચૂર્ણિ અને વૃત્તિ જોવા ખૂબ જ ઉપયોગી છે.
– હવે જેનું વિવેચન કરવાનું છે તે ગાથા-૭ દશવૈકાલિક સૂત્ર નિર્યુક્તિ-૪૮ રૂપે જોવા મળે છે. જે ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન-૩૦ની ગાથા-૧૨૧૮ રૂપે કિંચિત્ ફેરફાર સાથે છે. વળી આ છ એ અત્યંતર ભેદોનું સ્વરૂપ પણ ઉત્તરાધ્યયનમાં ગાથા-૧૨૧૯ થી ૧૨૨૪માં જણાવેલું છે. વિસ્તારથી છ ભેદોને જાણવા આ સર્વે ગાથા તેની ચૂર્ણિ તથા વૃત્તિ ખાસ જોવા જેવા છે.
(૧) પ ત્ત - પ્રાયશ્ચિત્ત તપ.
- અત્યંતર તપનો આ પહેલો ભેદ છે. પ્રાય: એટલે “તપ' અને ‘ત્તિ' એટલે “માનસ'. માનસ (અંતર)ની શુદ્ધિને માટે જે તપ કરાય તેને પ્રાયશ્ચિત્ત કહેવાય છે.
– (આ શબ્દની વિવેચના માટે સૂત્ર-૬ ‘તસ્સ ઉત્તરી’ ખાસ જોવું.) – પ્રાયશ્ચિત્ત એટલે પાપનો છેદ અથવા ચિત્તનું શોધન.
– પ્રાયશ્ચિત્ત તપ પાપના મળને ધોવા માટે અને આત્મા પર લાગેલા પાપના ઘાવને સાફ કરવા માટે છે.
– પ્રાયશ્ચિત્ત એ પાપને દૂર કરનારી એક જાતની પ્રક્રિયા છે. જે મન કે આત્મામાં રહેલા મલિન ભાવોને દૂર કરે છે.
૦ પ્રાયશ્ચિત્ત તપનું કારણ જણાવતા જ્ઞાની પુરષોએ કહ્યું છે – શાસ્ત્રવિહિત કર્મો નહીં કરવાથી, નિંદિત કર્મોના આચરણથી અને