________________
નાસંમિ દંસણંમિ સૂત્ર-વિવેચન
૨૮૩ નામે ઓળખાવે છે. જેમાં કેવી વસતિ ગ્રહણ કરવી તેનું વિધાન છે.
૦ સંલીનતા તપના ભેદ :સંલીનતા નામક બાહ્ય તપના ચાર ભેદો કહ્યા છે. (૧) ઇન્દ્રિય સંલીનતા :- ઇન્દ્રિયોને તેના વિષયમાંથી પાછી લાવવી તે.
– પાંચ ઇન્દ્રિયો એટલે કે આંખ, કાન, નાક, મુખ (જીભ) કે સ્પર્શ ઇન્દ્રિયરૂપ હાથ, પગ, શરીર વગેરે જ્યારે પણ અશુભ વિષય કે વિકારમાં પ્રવૃત્ત થવા લાગે ત્યારે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તેને રોકવું. તેને ત્યાંથી હટાવી શુભ કાર્યોમાં પ્રવૃત્ત કરવું તેને ઇન્દ્રિય સંલીનતા તપ કહે છે.
– ઉમાસ્વાતિજી મહારાજે “પ્રશમરતિ” ગ્રંથમાં કહ્યું છે કે, પાંચે ઇન્દ્રિયોને શાંત કરવા પ્રયત્ન કરવો જોઈએ.
– શાસ્ત્રકારોએ પણ સામાયિક કે દેશાવગાસિક વ્રત મૂક્યું- તેમાં એક પ્રકારે ઇન્દ્રિય સંલીનતાની તાલીમ જ લેવાની છે.
(૨) કષાય સંલીનતા -
– ચાર પ્રકારના કષાયોને ઉદયમાં આવતા રોકવા અથવા ઉદયમાં આવેલા કષાયને નિષ્ફળ કરવા તે.
– સંલીનતા તપનો બીજો ભેદ છે - કષાય સંલીનતા. પૂર્વે કહ્યા મુજબ ઉદયમાં આવેલા કષાયોનો ક્ષય કરવો અને ઉદયમાં નહીં આવેલા કષાયોનો ઉપશમ કરવો તે કષાય સંલીનતા છે.
જેનાથી સંસારની વૃદ્ધિ થાય તે કષાય, તેના ચાર મુખ્ય ભેદો છે - ક્રોધ, માન, માયા, લોભ. (તેનું વિશેષ વર્ણન સૂત્ર-૨ “પંચિંદિયમાં જોવું.)
(૩) યોગ સંલીનતા :
મન વિકૃત વિચારોના પ્રદેશમાં જ્યારે ઉડવા માંડે, વાણી ગંદી વાતો કરવા માટે ઉધામા કરતી હોય કે કાયા ખરાબ કે અહિતકર પ્રવૃત્તિ કે ચેષ્ટામાં પ્રવૃત્ત થવા થનગનતી હોય ત્યારે મન, વચન, કાયાના યોગોને રોકી કુશળયોગમાં પ્રવર્તાવવા તે યોગ સંલીનતા.
(૪) વિવિક્તચર્યા :
સંલીનતા તપના ભેદોની વિચારણા ચાલે છે. તેમાં ઇન્દ્રિય સંલીનતા, કષાયસલીનતા, યોગસલીનતા રૂપ ત્રણ ભેદ જોયાં, તે તો શ્રાવકોને પણ બરાબર લાગુ પડે છે. પણ આ “વિવિક્તચર્યા” રૂપ સંલીનતા તપ વિશેષે કરીને સાધુસાધ્વીને લાગુ પડે છે.
– સ્ત્રી, નપુંસક, પશુ વગેરે ન હોય તેવા સ્થાનમાં રહેવું જેથી સાધનામાં વિક્ષેપ ન પડે. તેને વિવિક્તચર્યા સંલીનતા કહે છે.
– આ ચોથો ભેદ સાધુને આશ્રીને અલગ પડતો હોવાથી જ કદાચ પૂર્વાચાર્ય રચિત શ્લોકમાં કહેવાયું હશે કે, “સંલીનતા ઇન્દ્રિય, કષાય અને યોગને આશ્રીને