________________
૨૮૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
ઋષભદેવના દર્શનાર્થે ગયેલા હતા. ત્યાં સમવસરણમાં પરમાત્માની અદ્ધિ જોઈને ત્યાં જ કેવળજ્ઞાન પામ્યા. આયુક્ષય થતા તુરંત જ મોક્ષે ગયા. તેથી તેમણે ભાવલોચ તો કર્યો પણ દ્રવ્યલોચ કેશ (વાળ)નો લોચ ન કર્યો.
(૩) કોઈ પ્રથમ દ્રવ્યલોચ કરે પછી ભાવલોચ કરે.
ઉજ્જૈનીમાં ચંડરુદ્રાચાર્ય એક વખત પધાર્યા હતા. એક દિવસ એક નવપરિણીત વણિક યુવક પોતાના મિત્રોથી પરિવૃત્ત થઈને આવ્યો. આચાર્ય મહારાજને વંદન કરીને હાસ્યમજાકથી બોલ્યા કે હે સ્વામીજી ! આપ અમારા આ નવપરિણીત મિત્રને શિષ્યરૂપે સ્વીકારો. પહેલા તો આચાર્યશ્રી મૌન રહ્યા. પણ બેત્રણ વખત મિત્રોએ મજાક કરી ત્યારે ચંડરુદ્રાચાર્યને ક્રોધ ચડ્યો. બળપૂર્વક તે નવપરિણીત યુવકને ખેંચીને તેના વાળનો લોચ કરી દીધો.
મિત્રો તો ભાગી ગયા, પણ જેનો દ્રવ્યલોચ થયેલો તે યુવક બોલ્યો, હે ભગવન્! આપણે જલદીથી બીજે સ્થાને ચાલ્યા જઈએ નહીં તો મારા માતા-પિતા આદિ તરફથી ઉપદ્રવ થશે. આચાર્યશ્રી રાત્રે જવા અશકત હતા. તેથી નવદીક્ષિત મુનિએ ગુરુને ખભે બેસાડ્યા, ત્યાંથી વિહાર કર્યો. અંધારી રાત અને ઊંચી-નીચી ભૂમિને કારણે શિષ્ય બરાબર ચાલી ન શકવાથી ગુરુ મહારાજને પીડા પહોંચતી હતી. ગુરુ મહારાજે ક્રોધિત થઈને તેના મસ્તક પર દંડ માર્યો. નુતનમુનિના મસ્તકથી લોહીની ધારા વહેવા લાગી. તો પણ સમભાવે તે વેદના સહન કરી, ભાવલોચનો આરંભ થયો - કષાય વિજય અને શુદ્ધભાવ થકી નુતનમુનિને કેવળજ્ઞાન થયું. આ હતો તેમનો ભાવલોચ.
ત્યારપછી પશ્ચાત્તાપ રત આચાર્યને પણ કેવળજ્ઞાન થયું. (૪) જેઓ દ્રવ્યથી લોચ કરે છે પણ ભાવથી લોચ કરતા નથી.
- દીક્ષા ગ્રહણ કરે ત્યારથી દ્રવ્ય (કેશ) લોચ તો આરંભ થાય છે, પણ પછી ઇન્દ્રિય જય અને કષાય જય ન કરતા હોવાથી તેનો ભાવલોચ થતો નથી.
(૬) સંતાયા - સંલીનતા તપ. – બાહ્ય તપનો છઠો અને છેલ્લો ભેદ છે - સંલીનતા. – સંલીનતા એટલે શરીરાદિનું સંગોપન કરવું તે.
- સંલીન એટલે સંવૃત્ત કે સંયમી. તેનો જે ભાવ તે સંલીનતા. ઇન્દ્રિયો તથા કષાય પર જય મેળવવા માટે શરીરનું સંગોપન કરીને રહેવું તે સંલીનતા તપ કહેવાય છે.
- સામાન્ય અર્થમાં સંલીનતા એટલે શરીર વગેરેનું સંગોપન કરવું તે. શાસ્ત્રીય અર્થમાં સંલીનતા એટલે “પ્રવૃત્તિ સંકોચ". પ્રવૃત્તિઓને ક્રમશઃ ઘટાડતા જવું તે તેનું મુખ્ય સ્વરૂપ છે.
– અશુભ વિષયોમાં પ્રવૃત્ત મનને કે ઇન્દ્રિયને રોકીને શુભ કાર્યમાં પ્રવૃત્ત કરવું તે સંલીનતા તપ.
– આ તપને ઉત્તરાધ્યયન સૂત્ર-ગાથા-૧૨૧૬માં ‘વિવિક્ત શયણાસન' તપ