________________
૨૮૧
નાસંમિ દંસણમિ સૂત્ર-વિવેચન
ઇન્દ્રિયજય - ઇન્દ્રિયો પાંચ પ્રકારે છે - સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય. આ પાંચે ઇન્દ્રિયોનો જય કરવો. કેમકે (કહ્યું છે કે-) પોતાના વિષયોની ઇચ્છુક ઇન્દ્રિયોના સમૂહની સંતુષ્ટિ માટે જેટલો પ્રયત્ન થાય છે તેટલો પ્રયત્ન કપટરહિતપણે તે ઇન્દ્રિય સમૂહને જીતવામાં થાય તે શ્રેષ્ઠ છે – (આ શ્લોક પ્રશમરતિમાં ૧૨૩મી ગાથારૂપે ઉમાસ્વાતિજીએ રજૂ કર્યો છે - જે ઇન્દ્રિયોને જીતવાની શ્રેષ્ઠતા દર્શાવવા માટે છે.)
(૧) સ્પર્શન ઇન્દ્રિયજય - પ્રિય સ્પર્શમાં રાગ ન કરવો અને અપ્રિય સ્પર્શમાં દ્વેષ ન કરવો કેમકે હાથી હાથણીના સ્પર્શમાં આસક્ત થઈ દોડે છે ત્યારે ખાડામાં પડી પરાધીન બને છે. તેથી સ્પર્શ આસક્તિ ન કરવી તે પહેલો ભાવ લોચ જાણવો.
(૨) રસના ઇન્દ્રિયજય - કેવળ રસના લાલચે માછલી ખાવાને દોડે છે, માછલી આટો (લોટ) જુએ છે, પણ કાંટો કે જે લોટમાં અંદર છુપાવેલા છે, તેને જોતી નથી. પરીણામે મૃત્યુ પામે છે તેથી રસનાના વિષયમાં આસક્ત ન બનીને તે ઇન્દ્રિયનો જય કરવો તે બીજો ભાવલોચ જાણવો.
(૩) ઘાણ ઇન્દ્રિયજય - ભ્રમરો કમળની સુગંધમાં લુબ્ધ બને છે, પણ કમળ બીડાઈ જતાં ભ્રમર તેમાં કેદ થઈ જાય છે. તેથી સુગંધ કે દુર્ગન્ધના વિષયમાં રાગદ્વેષ ન કરી ઘાણ ઇન્દ્રિયનો જય કરવો તે ત્રીજો ભાવ લોચ જાણવો.
(૪) ચક્ષુ ઇન્દ્રિયજય - પતંગીયો ચક્ષના વિષયની આસક્તિ યુક્ત બની દીવામાં પડી મૃત્યુને નિમંત્રણ આપે છે. માટે ચક્ષુના વિષયમાં આસક્ત ન થવું પણ ચક્ષુરિન્દ્રિય ઉપર જય મેળવવો તે ચોથો ભાવલોચ જાણવો.
(૫) શ્રોત્ર ઇન્દ્રિયજય - હરણો કાન-શ્રોત્રના વિષયમાં આસક્ત બનીને સંગીત શ્રવણમાં તલ્લીન બને છે. પરીણામ ? પારધીના ધનુષનું છુટેલું બાણ તેના પ્રાણનું હરણ કરે છે. તેથી શ્રોત્રના વિષયમાં લીન ન બનવું પણ તેનો જય કરવો તે પાંચમો ભાવ લોચ.
૦ કષાયજય :– કષાયમાં ક્રોધ, માન, માયા, લોભ ચારનો સમાવેશ થાય છે.
– (૬) ક્રોધ, (૭) માન, (૮) માયા, (૯) લોભ. આ ચારે કષાયોનો ત્યાગ કરવો. કેમકે તત્ત્વાર્થ સૂત્રમાં શ્રી ઉમાસ્વાતિજીના જણાવ્યા મુજબ - “કષાયથી યુક્ત જીવ કર્મને યોગ્ય પુદગલો બાંધે છે.” તેથી ચારે કષાયોનો ત્યાગ કરવો અથવા ચારે કષાય પર જય મેળવવો તે ચાર પ્રકારનો ભાવલોચ જાણવો.
આ રીતે નવ પ્રકારનો ભાવલોચ જાણવો. ૦ દ્રવ્ય અને ભાવલોચ - તેની ચતુર્ભાગી જણાવે છે –
(૧) કોઈ પ્રથમ ભાવલોચ કરે પછી દ્રવ્ય લોચ કરે. જેમકે ભરત ચક્રવર્તી, વકલચિરિ વગેરે દૃષ્ટાંતો સુપ્રસિદ્ધ છે.
(૨) કોઈ પ્રથમ ભાવલોય કરે પછી દ્રવ્યલોચ ન કરે. જેમકે મરૂદેવા માતા