________________
૨૮૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ જો વિશેષપ્રકારે આહારાદિનું દાન કરીશું તો આપણે પણ ભવસાગર તરી જઈશું.
આવું વિચારતા શ્રાવકો ધીમે ધીમે મિષ્ટ અને સ-રસ આહાર વહોરાવવા લાગ્યા. આચાર્ય મહારાજ પણ રસ-લોલુપ થઈ ગયા અને એ રીતે રસ-ગારવમાં ડૂબી ગયા. તેઓને સ્નિગ્ધ અને મધુર આહારની લાલસા વધવા લાગી અને તે રસલોલુપતાથી અનુક્રમે તેઓ મૃત્યુ પામી વ્યંતરનિકાયના દેવ થયા. વૈમાનિક દેવપણાના આયુને પામવાની લાયકાતવાળો જીવ રસની લાલસાને કારણે એક યક્ષ કોટીનો વ્યંતર દેવ થઈ ગયો.
૦ ઉત્તરાધ્યયન ગાથા-૧૨૧૪માં આ તપને રસપરિત્યાગ તપ કહ્યો છે. (૫) વાવિકનેસો - કાયક્લેશ, કષ્ટ સહન કરવું તે.
- કાયાને કલેશ આપવો કે કષ્ટ આપવું તે કાયકુલેશ તપ. અહીં કષ્ટ આપવાનું પ્રયોજન સંયમનું પાલન કે ઇન્દ્રિયોના વિકારોનું દમન છે. (અજ્ઞાન કષ્ટ એ કાયક્લેશ તપ નથી.)
– આગમમાં કહેલ યુક્તિ મુજબ વીરાસન વગેરે આસનો વડે શરીરને બાધા પમાડવારૂપ જે કાયક્લેશ સહન કરવો તેને કાયક્લેશ નામે પાંચમો બાહ્ય તપ કહેલો છે.
– કાયક્લેશ તપમાં મૂળભૂત વાત તો છે “કાયા થકી કુલેશ સહન કરવો તે.” પણ તે જિનેશ્વરે કહેલા માર્ગથી યુક્ત હોય તો તે માટે જ કહેવાયું છે કે, દેહ એટલે શરીરને અપાતું દુઃખ મહાફળને દેનારું છે. જે પરંપરાએ મોક્ષ પણ અપાવનારું બની શકે.
– શ્રાવકના પાક્ષિક અતિચારમાં પણ “કાયક્લેશ તે લોચાદિક તપ સહન ન કર્યા.” તેમ કહીને શ્રાવકને આ તપનું વિધાન કર્યું છે.
કાયાને અપ્રમત્ત રાખવા માટે વીરાસન, ઉત્કટિકાસન, પદ્માસન, ગોદોહિક આસન વગેરે પ્રકારના આસનો વડે તેમજ લોચ વડે શરીરને જે કષ્ટ અથવા દુઃખ આપવામાં આવે છે તે કષ્ટ સંસાર પ્રત્યે નિર્વેદ એટલે કે સંસારમાંથી મુક્તિ આપવાના હેતુભૂત સમજવા.
– કાયકુલેશ તે લોચાદિક કષ્ટ સહન કર્યા નહીં. તેમ પાક્ષિક અતિચારમાં શ્રાવકો બોલે છે. પણ લોચ એટલે શું ?
સ્થાનાંગ સૂત્ર સ્થાન-૧૦માં દશ પ્રકારે લોચ કહ્યો છે. જે બે ભેદો થકી રજૂ કરી શકાય છે. (૧) ભાવલોચ, (૨) દ્રવ્યલોચ.
(૧) ભાવલોચ - સૂત્રકાર મહર્ષિએ નવ પ્રકારો જણાવ્યા. તેમાં પાંચ પ્રકારે ઇન્દ્રિયનો જય અને ચાર પ્રકારે કષાયનો ત્યાગ કરવો તે. આ નવે ભેદને ભાવલોચ" ગણાવેલ છે.
(૨) દ્રવ્યલોચ - તે કેશ લોચ. માથાના અને દાઢીના વાળ ખેંચી ખેંચીને કાઢવા તે “દ્રવ્યલોચ” છે.
– ભાવલોચ કઈ રીતે ?