________________
૧૪૯
સંસારાદાવાનલ-સ્તુતિ-વિવેચન
૦ વરત્ત - નિરંતર કે ઉપરાઉપરી. જે છૂટું છવાયું હોય તેને “વિરલ કહેવાય છે. તેથી જે આંતરારહિત, નિરંતર કે સતત હોય તેને “અવિરલ કહેવામાં આવે છે. આવી જે અવિરલ–
૦ નદી - લહેર, તરંગ, મોજું. (તેનો) ૦ સામ - સંગમ, જોડાણ, એકઠાં થવું.
- જ્યાં જળનું એક તરંગ કે લહેર શમે ત્યાં બીજી લહેર ઉઠે અને બીજી લહેર શમે ત્યાં ત્રીજી લહેર ઉઠતી હોય તેને લહેરોનો સંગમ કહેવાય છે.
- આવો લહેરોનો સંગમ થવાની ક્રિયા જ્યાં અવિરતપણે ચાલુ રહેતી હોય તેને “અવિરલ-લહરી-સંગમ” કહેવામાં આવે છે.
૦ ૩Tહ-ઢ - જેમાં પ્રવેશ થવો મુશ્કેલ કે અશક્યવત્ હોય તેવો દેહ.
- જ્યાં અવિરતપણે જળના તરંગો ઉછળતા રહેતા હોય ત્યાં પ્રવેશ કરવો અત્યંત કઠિન હોવાથી તેને “અગાધ' અપ્રવેશ્ય દેહવાળો કહેવાય છે.
-૦- અહીં “જીવ-અહિંસા" અને “અવિરલલહરી સંગમ” બંનેના સમન્વય દ્વારા “અગાહદેહ'નો સંબંધ આગમસમુદ્ર સાથે જોડાયેલો છે.
– અહિંસાનો સિદ્ધાંત પ્રાયઃ સર્વે વૈદિક આદિ ધર્મમાં સ્વીકૃત થયો છે. આર્ય સંસ્કૃતિમાં જૈનદર્શનમાં અહિંસાના સિદ્ધાંતની અતિ સૂક્ષ્મતમરૂપે વિચારણા કરવામાં આવેલ છે. માત્ર સ્પર્શ ઇન્દ્રિય ધરાવતા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ જેવા એકેન્દ્રિય સ્થાવર જીવોને પણ કોઈપણ રૂપે વિરાધવા નહીં - દુ:ખ પહોંચાડવું નહીં તેને અહિંસા કહી છે. દશવૈકાલિક જેવા આગમમાં અહિંસાને મુખ્ય ધર્મ સ્વરૂપે પ્રતિપાદિત કરાયેલ છે.
આ અહિંસા ધર્મનો અમલ આચાર અને વિચાર બંને રૂપે કરવાનો છે. આચારથી જીવદયા કે જીવ-કરુણા એ અહિંસા છે. સ્વાદ્વાદ એ વિચારથી અહિંસા છે. વિચારની દૃષ્ટિએ સ્યાદ્વાદ કે અનેકાંતવાદ એ ઘણો સૂક્ષ્મ છે તેથી સામાન્ય જ્ઞાન કે બુદ્ધિ ધરાવનારને તેમાં પ્રવેશ કરવો કઠિન છે. આચારથી એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યન્તના જીવોની સૂક્ષ્મતમ અહિંસા-કોઈપણ પ્રાણની વિરાધનાથી બચવું, તે પણ ઘણું કઠિન છે. તેથી તેમાં પ્રવેશ કરવો મુશ્કેલ છે. તેથી જ આગમો અને સમુદ્રની અહીં તુલના કરાઈ છે. જેમ સમુદ્રમાં અનેક તરંગોનું નિરંતર વહેવું તેમાં પ્રવેશને દુષ્કર બનાવે છે, તેમ જીવની અહિંસારૂપી સૂક્ષ્મ સિદ્ધાંતનું આચારવિચારથી પાલન આગમમાં પ્રવેશ કરવામાં અર્થાત્ આગમોને આત્મસાત્ કરવામાં વિનરૂપ બને છે.
૦ લઘુ દૃષ્ટાંત – દ્વારિકા સળગી ગયા પછી ત્યાંથી નીકળી જંગલના રસ્તે પાંડુ મથુરા નગરી તરફ પ્રયાણ કરી રહેલા કૃષ્ણ મહારાજાને માર્ગમાં ઘણી જ ભુખ-તરસ લાગી હતી, ત્યારે ભાઈ બળદેવ તેમના માટે અન્ન અને જળની શોધમાં નીકળ્યા અને જરાકુમારના હાથેથી છૂટેલ બાણ કૃષ્ણ મહારાજાના પગમાં લાગવાથી અત્યંત પીડા અને વેદનાયુક્ત થયેલા કૃષ્ણનો અંતિમ સમય નજીક