________________
૧૪૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ પદાર્થજ્ઞાન, નગર રચના, ગણિત, કાળવિભાગ ઇત્યાદિ અનેક વિષયો આવે છે. ષડૂદ્રવ્યો કે પંચાસ્તિકાય દ્વારા જીવ-અજીવનું સૂક્ષ્મતમ વર્ણન આવે છે. એ રીતે તેમાં રહેલું જ્ઞાન અપરિમિત કે અગાધ છે.
Tધ - એટલે છીછરું, જે વસ્તુનું તળિયું નજરે દેખાતું હોય તે.
HTTધ - એટલે જેનું તળિયું દેખાતું ન હોય, જે કેટલું ઊંડુ છે તે જણાતું ન હોય અર્થાત્ જેની અધોભૂમિ અને સામસામા કિનારા જોઈ શકાતા ન હોય, તેને અગાધ' કહેવામાં આવે છે.
સારાંશ - જ્ઞાનથી અગાધ એવા (આગમ સમુદ્રનું હું સેવન કરું છું.) ૦ સુપર્વ - સુંદર પદ, લલિત પદ, સુઝુ પદ, સારું પદ (તેની) ૦ gવી - એટલે રચના, યોગ્ય ગોઠવણ (તે રૂપી) ૦ નિર-પુર - નીર એટલે જળ, પાણી તેના પુર - સમૂહ (વડ) ૦ મરામ - મનોહર, સુંદર – આ સંપૂર્ણ પદ આગમ સમુદ્રનું વિશેષણ છે.
- જે રીતે સમુદ્રમાં પાણીનો સમૂહ ઘણો હોય છે. તેથી વિપુલ જલપ્રવાહને કારણે તે ઘણો જ મનોહર લાગે છે. તેમ ભગવંત મહાવીરના આગમોરૂપી જલનિધિ અર્થાત્ સમુદ્ર-મહાસાગર સુંદર પદોની રચનારૂપ નીર વડે ભરપુર હોવાથી તે ઘણો જ મનોહર લાગે છે.
સારાંશ - સુંદર પદોની રચનારૂપી નીરના સમૂહ વડે મનોહર (એવા આગમ સમુદ્રનું હું સેવન કરું છું.)
• ગવાહિંસા:વિરત-રી-સંમાહિદં - જીવદયાના સૂક્ષ્મવિચારો રૂપી ઉપરાઉપરી જળતરંગોના સંગમને લીધે જેનો દેહ અગાધ-ગંભીર છે તેને– (તે આગમ સમુદ્રનું-હું સેવન કરું છું.)
૦ નીવ - જીવ - જે જીવે છે તે જીવ. – સૂત્ર-૫ “ઇરિયાવહી'માં આ શબ્દની વ્યાખ્યા જોવી. ૦ હિંસા - હિંસા ન કરવી તે. દયા, કરુણા આદિ.
- જીવ પોતે મરતો નથી, પણ જે દેહને ધારણ કરીને જીવ રહે છે, તે દેહનું છેદન, ભેદન, મરણ થાય છે. જે દેહને કોઈ પણ પ્રકારે પીડા, વેદના, દુઃખ આદિ પહોંચે છે તે દેહના ઉપચારથી આવા જીવયુક્ત દેહને પણ “જીવ'રૂપે ઓળખવામાં આવે છે. એટલે જ્યારે “જીવની હિંસા” શબ્દ પ્રયોજાય છે ત્યારે જીવે ધારણ કરેલા દેહની હિંસા એવો અર્થ સમજવાનો છે.
પ્રમાદવશાત્ પણ કોઈપણ પ્રાણીના દેહને તેના જીવથી જુદો પાડવો, તેના અંગોપાંગનું છેદન-ભેદન કરવું કે તેને કોઈપણ પ્રકારે કષ્ટ પહોંચાડવું ઇત્યાદિ સર્વે હિંસા કહેવાય છે. (તેનું વિસ્તારથી વર્ણન સૂત્ર-૫ “ઇરિયાવડી માં કરાયેલ છે
ત્યાં જોવું) આ પ્રકારની હિંસાથી વિરમવું કે અટકવું તે “અહિંસા' કહેવાય છે. આ જીવ-અહિંસાને જીવદયા પણ કહે છે.