________________
સંસારાદાવાનલ-સ્તુતિ-વિવેચન
૧૪૭
એવો અર્થ થાય છે. જેને અભીષ્ટ, અભિલષિત કે મનોવાંછિત પણ કહે છે.
• મું નમામિ બિનરાનપાન તાનિ - એવા તે જિનેશ્વરોના ચરણોને હું ખૂબ-અત્યંત ભાવથી નમસ્કાર કરું છું.
– પૂર્વે ત્રણ ચરણોમાં વિશેષણો હતા. આ ચરણમાં તેનું વિશેષ્ય પદ ‘નિર/નવનિ' મૂકાયું છે. તેમજ નમામિ શબ્દથી ક્રિયા જણાવી છે. તાનિ સર્વનામ છે અને કામું - અવ્યય છે.
૦ ગ્રામ - ઘણું, ખૂબ, અત્યંત. ૦ નમામિ - હું નમસ્કાર કરું છું. (ગાથા-૧માં પણ આ પદ છે.) ૦ બિનરપવાન - જિનેશ્વરના - સર્વે અરિહંતોના ચરણો. ૦ તાનિ - તેમને, તે.
આ રીતે આ બીજી ગાથામાં મુખ્ય ત્રણ ભાગ જોવા મળે છે. (૧) બે વિશેષણો, (૨) વિશેષ્ય પદ, (૩) નમસ્કાર.
(૧) વિશેષણો - બે.
– ભાવથી નમેલા દેવેન્દ્ર, દાનવેન્દ્ર, માનવેન્દ્રના મુગટમાં રહેલ ચપળકમળની શ્રેણિઓ વડે પૂજાયેલા (એવા તેમજ)
- જેણે નમસ્કાર કરનાર લોકોના મનોવાંછિત સારી રીતે પૂર્ણ કર્યા છે તે (૨) વિશેષ્ય પદ – જિનેશ્વરના ચરણોને (૩) નમસ્કાર – હું અત્યંત ભાવથી નમસ્કાર કરું છું.
આ સ્તુતિ ચતુષ્કની ત્રીજી ગાથા-સ્તુતિ શ્રુતજ્ઞાન-આગમ સંબંધી છે. આ સ્તુતિમાં પણ શ્રીમાન્ હરિભદ્રસૂરિજી મહારાજે પહેલા ત્રણ ચરણમાં વિશેષણો પ્રયોજેલ છે. ચોથા ચરણમાં સેવે ક્રિયાપદ છે, સાવર અને સાધુ એ બંને ક્રિયા વિશેષણો છે અને સારું એ વિશેષણ પદ છે.
- પહેલા ત્રણે ચરણોમાં વપરાયેલ વિશેષણો “વીરાગગજલનિધિં” શ્રી મહાવીર સ્વામીના આગમો રૂ૫ સમુદ્ર' પદના વિશેષણો છે. સ્તુતિના બંધારણા મુજબ આ સ્તુતિ શ્રુતજ્ઞાન-આગમની છે.
વધાધું સુપતિપદવી-નીરપૂમરામં - જ્ઞાન વડે ગંભીર અને સારા પદોની રચનારૂપી પાણીના સમૂહ વડે મનોહર (એવો વીરાગમ-જલનિધિ)
૦ વોઘાઘ - બોધ એટલે જ્ઞાન, ૦ થ એટલે ઊંડુ કે ગંભીર.
– બોધાગાધ એટલેજે જ્ઞાન વડે ગંભીર છે તે. આ પદ “વીરાગમજલનિધિ"નું વિશેષણ છે. જેમ સમુદ્રમાં અગાધ જળ હોય છે, તેમ આગમરૂપ સમુદ્રમાં અગાધ જ્ઞાન રહેલું છે, જેમકે જિનાગમોમાં અનેકાનેક વિષયોનું વર્ણન આવે છે. તેમાં દ્રવ્યાનુયોગ, કથાનુયોગ, ગણિતાનુયોગ, ચરણાનુયોગ એવા ચાર અનુયોગો આવે છે. વિષયરૂપે કહીએ તો તત્ત્વજ્ઞાન, ભૂગોળ, વિજ્ઞાન, ઇતિહાસ,