________________
૧૫૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ આવ્યો ત્યારે અત્યંત શાંત વદને અંતિમ આરાધના કરે છે. નજીકમાંથી ઘાસ એક કરી સંથારો બનાવે છે સંથારા પર બેસીને મસ્તકે અંજલિ કરે છે. વિનયપૂર્વક ઉત્તરાસંગ કરે છે સંવેગ યુક્ત થઈને જિનેશ્વર મહારાજાનું સ્મરણ કરે છે.
ત્યારપછી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુને તેમના-તેમના ગુણોનું સ્મરણ કરવા પૂર્વક નમસ્કાર કરે છે. ત્યારપછી પરમ ઉપકારી અને ભવરૂપી મહાકૂપમાંથી બહાર કાઢનાર અરિષ્ટનેમિ ભગવંતના ચરણ કમળમાં નમસ્કાર કરે છે. ભગવંત અરિષ્ટનેમિ તથા ગણધરાદિ સાધુની કોઈ આશાતના થઈ હોય તો તેનું મિચ્છામિ દુક્કડું આપે છે. પ્રાણાતિપાતાદિ અઢારે પાપસ્થાનકોનું પણ મિચ્છામિદુક્કડમ્ આપે છે. જીવોની ક્ષમાપના કરે છે. આ પ્રમાણે સંવેગિત મનથી અને વાણીથી બોલતા કૃષ્ણ મહારાજા પગમાં બાણની વ્યાધિને અધિકતાથી સહન કરતા બીજાના-સુકૃતોની અનુમોદના અને પોતાના દુષ્કતોની ગર્તા કરે છે. જિનેશ્વર પરમાત્માનું શરણ ગ્રહણ કરે છે.
આવી સંવેગમય અવસ્થામાં પણ જેવો અંત સમય આવ્યો, ભુખ, તરસ, બાણની વેદના અસહ્ય બની, મધ્યાહ્નનો તાપ અને દ્વારિકાના દહનનું સાક્ષાત્ સ્મરમ થયું. માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, સ્વજન આદિનો વિયોગ યાદ આવ્યો ત્યારે જીવ-દયા કે કરુણાના ભાવો ચાલ્યા ગયા, સંવેગ યુક્ત મન ખેદયુક્ત બન્યું ને વિચારવા લાગ્યા કે, એક લંગોટીયા તાપસથી આટલો ભયંકર પરાજય ! હવે જો દ્વૈપાયન ક્યાંય મળે તો તેના નગર, ફળ, રિદ્ધિ બધાંનો હું નાશ કરી દઈશ.
આ છે આગમને આત્મસાત્ કરવામાં દુષ્કરપણું. ક્ષણવાર પહેલા ઉત્તમ અંતિમ સાધના કરતો જીવ પણ સ્યાદ્વાદના સિદ્ધાંતને સમજવાને બદલે આર્તધ્યાનમાં સરી ગયો અને નરકરૂપી દુર્ગતિને પામ્યો. જીવ-અહિંસાને બદલે જીવ હિંસાના વિચારોએ તેને ઉન્માર્ગે ચડાવી દીધો. તેથી જ આ ત્રીજી સ્તુતિના ત્રીજા ચરણમાં આગમરૂપી સમુદ્રનું વિશેષણ બતાવ્યું કે
• પૂના-ચેન્ન મુદ-ન-મ-સંયુતં દૂર-પાર - ચૂલિકાઓ રૂપી વેલોવાળા, મોટા સમાન આલાપકો-પાઠોરૂપી રત્નોથી ભરેલા, જેનો કિનારો દૂર છે (એવા આગમરૂપી સમુદ્રની હું સેવના કરું છું.)
૦ વૃત્તા-વેનં - ચૂલિકારૂપી તટ-કિનારાવાળા. “ચૂલા" એ જ “વેલા”
– ધૂના જેને ચૂલિકા પણ કહે છે. તે આગમ અને સમુદ્ર બંને સાથે સંબંધ ધરાવે છે. “ચૂલા" શબ્દના અનેક અર્થોમાં એક અર્થ ‘શિખા' થાય છે. જ્યારે વેળા અર્થાત્ “ભરતી' આવે ત્યારે સમુદ્રના પાણી ઊંચે ચડે છે, શિખા જેવા આકાર પણ ધારણ કરે છે. “ચૂલા' શબ્દનો બીજો અર્થ ચૂલિકા અર્થાત્ શાસ્ત્રનો પરિશિષ્ટ ભાગ કે પૂર્વે કહેલા અને નહીં કહેલા વિષયોનો સંગ્રહ એમ પણ થાય છે.
– વેના એટલે વેળા અથવા ભરતી.
- વૂની એ જ વેત્તા એટલે કે ચૂલા (શિખા) રૂપી ભરતી. જેમાં સમુદ્રમાં ચૂલારૂપી વેળા હોય છે, તે જ રીતે આગમોમાં પણ ચૂલિકારૂપી ભરતી છે. જેમ