________________
સંસારાદાવાનલ-સ્તુતિ-વિવેચન
૧૫૧ દશવૈકાલિક અને મહાનિશીથ. બંને આગમોમાં છેલ્લે બે-બે ચૂલિકા છે. સૂત્રોની દૃષ્ટિએ નંદી અને અનુયોગદ્વારને પણ ચૂલિકા સૂત્રો કહેવાય છે. બારમાં અંગ દૃષ્ટિવાદમાં પણ ચૂલિકા હતી ઇત્યાદિ.
- સારાંશ - ચૂલિકારૂપી વેળા (ભરતી)વાળા આગમસમુદ્રને હું સેવું છું.
૦ પુરુ-મ-પ-સંd - ઉત્તમ કે મોટા આલાપકો-પાઠો રૂપી મણિથી ભરેલ (એવા આગમસમુદ્રને હું સેવું છું).
– ત્રીજી ગાથાના ત્રીજા ચરણમાં આગમ સમુદ્રનું આ બીજું વિશેષણ છે. જે આગમને અને સમુદ્રને બંનેને લાગુ પડે છે, તે આ રીતે
૦ ગુરુ એટલે મોટા, વિશાળ કે શ્રેષ્ઠ. (એવા–)
૦ મ - એક સરખા પાઠવાળા આલાપકોને ગમ' કહે છે. અથવા આલાપક એટલે “સંબંધ ધરાવતા શબ્દોવાળા પાઠો.'
જો કે “મ' શબ્દનો અર્થ - આગમોમાં આ પ્રમાણે જોવા મળે છે– - સ્થાનાંગ વૃત્તિ - ગમ એટલે સદશ પાઠ.
– નંદી વૃત્તિ - આદિ, મધ્ય કે અંતમાં કિંચિત્ વિશેષતા સાથે વારંવાર તે જ સૂત્રનું ઉચ્ચારણ ગમ' કહેવાય છે, અને એટલે પરિચ્છેદ કે પ્રકાર.
– ઉત્તરાધ્યયન વૃત્તિ – જેના વડે વસ્તુનું સ્વરૂપ જણાય તે ગમ અર્થાત્ પ્રરૂપણા
ભગવતી વૃત્તિ - “ગમ' એટલે વ્યાખ્યા. નાયાધમ્મકહા-વૃત્તિ - “ગમ' એટલે વાચનાવિશેષ કે પાઠ. નિશીથચૂર્ણિ - “ગમ' એટલે આગમ.
- આવા અનેક અર્થોમાં અહીં ગમ' એટલે આલાપક-સદશપાઠ એવો અર્થ સ્વીકારવામાં આવેલ છે. ૦ મળિ - મણિ (રત્નવિશેષ)
૦ સંત - ભરેલ, ભરપુર – ગુરુ એટલે કે શ્રેષ્ઠ કે વિશાળ એવા “'-આલાપક રૂપ મણિથી ભરેલ.
– અહીં શ્રેષ્ઠ આલાપકોને મણિની ઉપમા અપાઈ છે. જેમ સમુદ્ર મણિરત્નો આદિથી ભરપુર હોય છે, સમુદ્રના તળીયે ઘણાં મણિ-રત્નાદિ પડેલા હોવાથી તેને રત્નાકર કહેવામાં આવે છે. તેથી અહીં સિંધુ એવું વિશેષણ સમુદ્ર માટે વપરાયેલ છે. તે જ રીતે આગમો પણ શ્રેષ્ઠ આલાપકોથી ભરેલા છે. માટે આગમસમુદ્રમાં શ્રેષ્ઠ આલાપક મણિરત્નોનું સંકુલ છે તેમ કહ્યું અને “આગમ સમુદ્ર' શબ્દની સાર્થકતા આ વિશેષણ થકી દર્શાવી.
૦ તૂર-- જેનો કિનારો ઘણો દૂર છે તેવા (આગમ સમુદ્રને) – ટૂર - દૂર, છેટો અને
પર એટલે પાર, કાંઠો કે કિનારો. – આ પણ “આગમજલનિધિ"નું જ વિશેષણ છે. જેમાં સમુદ્રનો કિનારો ઘણો દૂર-દૂર હોય છે, તેના એક છેડેથી બીજો છેડો જોઈ ન શકાય તેટલા તેના કિનારા પરસ્પરથી છેટે હોય છે. તેથી સમુદ્રને દૂર-પાર' કહેવાય છે. તે જ રીતે