________________
૧૫૨
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
આગમનો પાર પામવો પણ ઘણો દૂર છે. કહ્યું છે કે
આચારાંગ સૂત્ર ૧૮૦૦૦ પદ પ્રમાણ છે. પછી પછીના અગિયારે અંગ સૂત્રો તેનાથી બમણાં-બમણાં પદ પ્રમાણ હોય છે. અર્થાત્ સૂયગડાંગ ૩૬૦૦૦ પદ પ્રમાણ, ઠાણાંગ-૭૨૦૦૦ પદ પ્રમાણ, સમવાયાંગ ૧,૪૪,૦૦૦ પદ પ્રમાણ વગેરે. એ જ રીતે બારમાં અંગમાં ચૌદ પૂર્વેનું પ્રમાણ જણાવતા કલ્પસૂત્ર વૃત્તિકાર કહે છે કે, પહેલું પૂર્વ એક હાથી શાહી પ્રમાણથી લખાય તેટલું મોટું હોય છે. બીજું પૂર્વ બે હાથી શાહી પ્રમાણથી લખાય તેટલું મોટું હોય છે, ત્રીજું પૂર્વ ચાર હાથી શાહી પ્રમાણથી લખાય તેટલું મોટું હોય છે. ચોથું પૂર્વ આઠ હાથી શાહી પ્રમાણ... એ રીતે બમણું-બમણું ચૌદ પૂર્વ સુધી સમજી લેવું.
આટલા વિશાળ પ્રમાણ આગમનો પાર ક્યારે પામી શકાય ?
૦ લઘુ દૃષ્ટાંત આર્યરક્ષિતની માતાએ દૃષ્ટિવાદ ભણવાનું કહ્યું. ત્યારે આર્યરક્ષિતે દીક્ષા લીધી. વજ્રસ્વામી પાસે તેઓ ભણવા ગયા. અધ્યયન શરૂ થયું. થોડાં જ કાળમાં આર્યરક્ષિત મુનિ નવ પૂર્વે ભણી ગયા. દશમું પૂર્વ ભણવાનો આરંભ થયો. ત્યારે વજ્રસ્વામીજીએ કહ્યું. આ પ્રમાણે પરિકર્મ છે. તે ઘણું જ સૂક્ષ્મ અને ગાઢ છે. તેણે ચોવીશ યવિક (અઘ્યયનો એક ભાગ વિશેષ) ગ્રહણ કર્યા. પણ આર્યરક્ષિતે યવિકા અધ્યયન કરતાં ઘણી જ અધૃતિથી પૂછ્યું, હે ભગવન્ ! દશમું પૂર્વ હજી કેટલું બાકી છે ? ત્યારે વજ્રસ્વામીએ ઉપમા દ્વારા સમજાવ્યું કે સમુદ્ર જેવડાં પૂર્વમાંથી તું હજી બિંદુ જેટલું ભણ્યો છે. મેરુપર્વત જેટલા જ્ઞાનમાંથી માત્ર સરસવના દાણા જેટલું જ્ઞાન તેં પ્રાપ્ત કરેલ છે. ત્યારે આર્યરક્ષિત મુનિ વિષાદગ્રસ્ત થઈ ગયા. તેણે વિચાર્યું કે આ દશમાં પૂર્વને પાર પામવાની મારામાં શક્તિ ક્યાં છે ?
આ લઘુ દૃષ્ટાંત આગમના ‘દૂર-પાર'' વિશેષણને સાર્થક કરે છે.
♦ સાર વીરામ-નનિધિ સાર સાધુ સેવે - ત્રીજી ગાથાના આ ચોથા ચરણમાં સારું એ ‘આગમસમુદ્ર’'નું વિશેષણ છે. ‘“વીરામ નનિધિ’’ એ પૂર્વોક્ત સર્વે વિશેષણોથી વિશેષિત એવું વિશેષ્યપદ રૂપ કર્મ છે અને ક્ષેત્રે ક્રિયાપદ છે કે જેનાં સાવરે સાધુ એ ક્રિયા વિશેષણો છે.
૦ સાર
ઉત્તમ, શ્રેષ્ઠ (એવા આગમ સમુદ્રને)
૦ વીર્ - ભગવંત મહાવીર સ્વામીને સંક્ષેપમાં વીર કહે છે.
-
આ પદ આ સ્તુતિ ચતુષ્કની પહેલી સ્તુતિમાં આવી ગયેલ છે. આગમ, શાસ્ત્ર, દ્વાદશાંગીરૂપ શ્રુત.
૦ ગામ
-
· જેનાથી વસ્તુ તત્ત્વનો ફ્રૂટ બોધ થાય તે ‘આગમ' અથવા આપ્ત વચનોનો જે સંગ્રહ તે આગમ છે. તેથી સર્વજ્ઞ-પ્રણીત વચન, સિદ્ધાંત કે સૂત્રને આગમ કહેવામાં આવે છે.
ઞવશ્ય વૃત્તિ - અભિવિધિ-મર્યાદા વડે ગમ-પરિચ્છેદ તે આગમ. અનુયોગદ્વાર-વૃત્તિ - આચાર્યની પરંપરાથી આવેલ કે આપ્તવચન.
-
-
-