________________
સંસારાદાવાનલ-સ્તુતિ-વિવેચન
૧૫૩
-
· ગુરુપરંપરાથી જે આવે છે તે આગમ. જેના વડે પરિપૂર્ણપણે જીવાદિ પદાર્થોનો બોધ કે જ્ઞાન થાય છે તેને આગમ કહે છે.
આગમ એટલે સૂત્ર, સૂત્રાર્થ, પ્રાપ્તિ, શ્રુત પર્યાય, સંગ્રહ ઇત્યાદિ. ૦ વીરામ - ભગવંત મહાવીરના આગમ. પ્રત્યેક તીર્થંકરો જે ઉપદેશ આપે છે તેને ગણધરો સૂત્રરૂપે ગુંથે છે. તે જ રીતે ભગવંત મહાવીરના ઉપદેશ પણ તેમના ગણધરો-મુખ્ય શિષ્યોએ સૂત્રરચના રૂપે ગુંથ્યો જેને દ્વાદશાંગી કે ગણિપિટક કહેવાય છે તે જ આગમ કહેવાય છે.
-
સમવાય નામક ચોથા અંગ સૂત્રના સૂત્ર ૨૧૫ થી ૨૩૩માં દ્વાદશાંગીઆચારાંગાદિ બાર અંગનું સ્વરૂપ પ્રગટ થયેલ છે. કાળક્રમે ગમિક અને અગમિક એવા ભેદો થયા. અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય ભેદો થયા. જેમાં અંગપ્રવિષ્ટના બાર ભેદો અને અંગબાહ્યના આવશ્યક અને આવશ્યક વ્યતિરિક્ત ભેદો થયા. આવશ્યક વ્યતિરિક્તના કાલિક અને ઉત્કાલિક એવા બે ભેદો છે. તેના પણ અનેક પ્રભેદો છે. જેનું વર્ણન નંદીસૂત્રમાં સૂત્ર-૧૩૭ થી ૧૫૫માં છે. આવું જ વર્ણન પાક્ષિક સૂત્રમાં પણ છે.
-
આ સર્વે વર્ણન ભગવંત મહાવીરના આગમોનું છે. ૦ નતનિધિ - સમુદ્ર, દરિયો.
વીરાગમ રૂપ જલનિધિ. તે વીરાગમ સમુદ્ર. (તેને) • सादरं
આદર કે માન પૂર્વક
૦ સર્વે
-
હું સેવું છું, હું ઉપાસના કરું છું.
આ ત્રીજી ગાથા ત્રણ મુખ્ય ભાગોમાં વિભાજીત થયેલી છે (૧) વિશેષણો, (૨) વિશેષ્ય પદ, (૩) આરાધ્ય પદ.
(૧) વિશેષણો :
1
-
આગમ સમુદ્રના સાત વિશેષણો આ સ્તુતિમાં દર્શાવેલા છે. જેમાં છ વિશેષણો પ્રથમ ત્રણ ચરણોમાં છે. સાતમું વિશેષણ ચોથા ચરણમાં છે. તે સાતે વિશેષણો આ પ્રમાણે છે—
૧. જ્ઞાન વડે ગંભીર.
૨. સારા પદોની રચનારૂપી પાણીના સમૂહ વડે મનોહર.
૩. જીવોની દયારૂપી નિરંતર તરંગોના સંગમથી અગાધશરીરી.
૪. ચૂલિકારૂપી વેળા (ભરતી)વાળા.
૫. શ્રેષ્ઠ આલાપકોરૂપી રત્નોથી ભરપુર.
૦ સાધુ - સારી રીતે
૬. જેનો કિનારો ઘણો દૂર છે એવા. ૭. સામાં - શ્રેષ્ઠ કે ઉત્તમ (એવા) (૨) વિશેષ્ય પદ
વીરાગમ જલનિધિ (૩) આરાધ્ય પદ –
-
--
વીરપ્રભુના આગમરૂપી સમુદ્ર. (તેની)