________________
સંસારાદાવાનલ-સ્તુતિ-સૂત્રનોંધ
૧૫૯ સૂત્ર-નોંધ :
– આ સૂત્રનું આધાર સ્થાન - પૂર્વે વિશેષ કથનમાં જણાવ્યા મુજબ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજની રચના છે.
– આવશ્યકાદિ કોઈ આગમમાં તે જોવા મળતી નથી કેમકે તે પાછળથી થયેલી ગ્રંથરચના છે.
– આ સ્તુતિની ભાષા સમ સંસ્કૃત-પ્રાકૃત છે.
- આ ચારે સ્તુતિ અલગ-અલગ છંદોમાં રચાયેલી છે, તે મુજબ - પહેલી સ્તુતિ “ઇન્દ્રવજા” છંદમાં રચાયેલી છે. (બીજો મત એવો છે કે પહેલી સ્તુતિ “ઉપજાતિ” છંદમાં રચાયેલી છે.)
– આ સ્તુતિ ચતુષ્કની બીજી સ્તુતિ “વસંતતિલકાઓમાં, ત્રીજી સ્તુતિ મંદાક્રાંતા” છંદમાં અને ચોથી સ્તુતિ “સ્ત્રગ્ધરા” છંદમાં રચાયેલી છે.
– આ સ્તુતિની રચના ઘણી જ મનોહર, સુંદર પદોયુક્ત અને અતિ અર્થગંભીરતાથી યુક્ત છે.
– “ભવવિરહ' શબ્દનો અર્થ મોક્ષ જરૂર કર્યો છે, પણ અહીં ભવવિરહ શબ્દની બીજી પણ વિશેષતા છે. તે એ કે હરિભદ્ર સૂરીશ્વરજીએ પોતાની અનેક રચનાને અંતે “ભવવિરહ' શબ્દનો પ્રયોગ કરેલો છે. આ શબ્દને એક “પ્રતિક" પણ ગણી શકાય, હરિભદ્રસૂરિજીનું પસંદગીનું વિશેષણ પણ કહી શકાય (જે રીતે આજકાલના કવિઓ પોતાના તખલ્લુસ રાખે છે.) તે હરિભદ્રસૂરિજીના પસંદિત સંકેત” રૂપ જરૂર છે.
– સ્તુતિ ચતુષ્ક અર્થાત્ થોયના જોડા વિશેની વિશેષ ચર્ચા સૂત્ર-૨૦ કલાણકંદં" સ્તુતિમાં જોઈ લેવી.
—-X
—-X
—