________________
૧૫૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
રોક્યા. “ભવવિરહ'' સંકેતથી આચાર્યશ્રી ગ્રંથ રચના કાર્યમાં લીન બન્યા.
૦ ત્રીજા મત પ્રમાણે હંસ અને પરમહંસને બૌદ્ધોએ મારી નાંખ્યા ત્યારે ૧૪૪૦ બૌદ્ધોને એકઠાં કરી તપેલા તેલની કડાઈમાં તળી નાખવાનો પ્રબંધ ગોઠવ્યો પણ ગુરુમહારાજે “સમરાદિત્ય'ના વૃત્તાંતની ચાર ગાથાઓ મોકલી. તે વાંચી શાંત બનેલા આચાર્યશ્રીએ પ્રાયશ્ચિત્તરૂપે ૧૪૪૦ ગ્રંથો બનાવ્યા. ઇત્યાદિ.
આચાર્ય હરિભદ્રસૂરિજીએ છેલ્લે સંસાર દાવાનલ સ્તુતિની રચના કરી. જેની ત્રણ સ્તુતિ બનાવી, પછી ચોથી સ્તુતિનું માત્ર પ્રથમ ચરણ બનાવ્યું. એ રીતે તેઓ ૧૪૪૪ ગ્રંથોના રચયિતા કહેવાયા.
વૃદ્ધવાદ એવો છે કે શ્રી સંઘે ચોથી સ્તુતિના “ઝંકારા'થી બાકીની સ્તુતિ પૂર્ણ કરી તેથી આજે પણ તે પદો સકલ સંઘ સાથે બોલે છે અને શ્રી પ્રશ્નોત્તર ચિંતામણીમાં શ્રી વીરવિજયજી મહારાજાએ એમ જણાવ્યું કે છેલ્લા ત્રણ પદો મંત્ર શક્તિ યુક્ત છે. બીજા મતે આ ત્રણે ચરણો દેવીની સહાયથી રચાયા છે. તેમની કૃતિમાં વપરાતો “ભવવિરહ' શબ્દ અહીં પણ સ્થાન પામેલો છે.
૦ સ્તુતિકર્તા સમય –
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીના શાસનકાળના સમય વિશે મતભેદો તો છે જ પણ તેઓ વિક્રમ સંવત ૭૮૫માં લગભગ થયા હોવાનો મત વિશેષ માન્ય થાય છે. તેથી વિક્રમ સંવત ૭૮૫માં આ સ્તુતિ રચાઈ હોવી જોઈએ તેવું કહી શકાય.
૦ સ્તુતિ પર અન્ય સાહિત્ય :
“સંસાર દાવાનલ' સ્તુતિ પર જ્ઞાનવિમલ સૂરિજી અને બીજાઓએ ટીકાઓ રચી હોવાનું પ્રબોધટીકા કર્તા જણાવે છે. વળી તેના પ્રત્યેક ચરણની પાદપૂર્તિરૂપ સ્તુતિઓ પણ રચાયેલી જોવા મળે છે.
૦ આ સ્તુતિનું ક્રિયામાં સ્થાન –
– પ્રતિક્રમણની ક્રિયામાં પાક્ષિક, ચાતુર્માસિક, સંવત્સરિક પ્રતિક્રમણમાં સક્ઝાયમાં આ સ્તુતિ બોલાય છે.
– આઠમના પ્રતિક્રમણમાં આ સ્તુતિ આરંભિક ચાર સ્તુતિ રૂપ દેવવંદનમાં આ સ્તુતિ ચતુષ્ક બોલવાની પરંપરા છે.
- શ્રાવિકાઓ દૈવસિક અને રાત્રિક પ્રતિક્રમણમાં નિત્ય “નમોડસ્તુ વર્ધમાનાય” અને “વિશાલ લોચન” સ્તુતિના સ્થાને બોલે છે.
– આ ઉપરાંત સાધુ-સાધ્વી કાળધર્મ પામે ત્યારે કરાતા દેવવંદનમાં પણ પ્રથમ જોડામાં સંસાર દાવાનલ સ્તુતિ બોલવાની પ્રણાલી છે.
- પૂર્વે જણાવ્યા મુજબ શ્રાવિકાઓ રોજના દૈવસિક અને રાત્રિક પ્રતિક્રમણમાં આ સ્તુતિ બોલે છે ત્યારે ચોથી સ્તુતિમાં “ઝંકારારાવસારા પદથી સમૂહમાં બોલે છે. શ્રાવકો પણ પાલિકાદિ ત્રણે પ્રતિક્રમણમાં આ સ્તુતિ સજુઝાયરૂપે બોલે છે ત્યારે “ઝંકારારાવસારા” પદથી સમૂહમાં જ બોલે છે તેવી પરંપરા સર્વત્ર પ્રવર્તમાન છે.