________________
સંસારાદાવાનલ-સ્તુતિ-વિવેચન
૧પ૭
તે પરીષહો-ઉપસર્ગો કે કર્મો સામેના યુદ્ધમાં અજેય રહી શકે તો મોક્ષની પ્રાપ્તિ થવાની છે તેમ સમજી “વરદાન' માટે પ્રાર્થના કરાયેલ છે.
-૦- આ રીતે આ સ્તુતિ ચતુષ્કની વિવેચના કરી. જેમાં પ્રથમ સ્તુતિમાં ભગવંત વીરપ્રભુની, બીજી સ્તુતિમાં સર્વ જિનેશ્વરોને આશ્રીને જિનચરણોની, ત્રીજી સ્તુતિમાં, શ્રતને આશ્રીને આગમોની (આગમરૂપી સમુદ્રની) અને ચોથી સ્તુતિમાં મૃતદેવીની સ્તુતિ કરી. પ્રત્યેકમાં જે વિશેષણો છે તે પહેલા ત્રણ ચરણોમાં તો છે જ તે આ સ્તુતિરચનાની વિશેષતા છે. ચોથા ચરણમાં વિશેષ્ય પદ અને ક્રિયાપદ છે. સ્તુતિના બંધારણને સાચવવાની સાથે-સાથે અલંકારશાસ્ત્ર અને શબ્દ લાલિત્યનું લક્ષ્ય પણ સુંદર રીતે જળવાયેલું જોવા મળે છે.
. વિશેષ કથન :૦ સ્તુતિ રચના :- આચાર્યશ્રી હરિભદ્રસૂરિ આ સ્તુતિના રચયિતા છે તે નિર્વિવાદ છે.
– જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૧માં તેના ચરિત્ર સંબંધી ત્રણ અલગઅલગ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે.
(૧) શ્રી પ્રભાચંદ્રસૂરિ રચિત પ્રભાવક ચરિત્ર પ્રબંધ-લ્મો. (૨) શ્રી ભદ્રેશ્વર સૂરિ રચિત “કથાવલી" અંતર્ગતું. (૩) શ્રી રાજશેખર સૂરિ રચિત ચતુર્વિશતિ પ્રબંધ-પ્રબંધ-૮.
આ ત્રણે ચરિત્ર રચનામાં થોડાં-થોડાં ફેરફારો તો છે જ. પણ હરિભદ્રસૂરિજીએ “સંસાર દાવાનલ' સ્તુતિ રચી છે તેમાં કોઈને મતભેદ નથી.
૦ એક મત પ્રમાણે આચાર્યશ્રીના સંસારી ભાણેજો હંસ અને પરમંસ હતો. તેમણે આચાર્યશ્રી પાસે દીક્ષા લીધી. ન્યાયશાસ્ત્રના અભ્યાસ બાદ તે બંને આચાર્યશ્રીની અનુમતિ ન હોવા છતાં બૌદ્ધ ધર્મનું જ્ઞાન મેળવવા માટે વેશપલટો કરીને બૌદ્ધ મઠમાં અભ્યાસ માટે ગયા. બૌદ્ધાચાર્ય જૈનદર્શનનું ખંડન કરતા હતા ત્યારે બંને મુનિઓ એકએક પત્ર પર તેની યુક્તિઓમાં રહેલાં દૂષણો અને જૈનદર્શનના શુદ્ધ હેતુઓની ટૂંકી નોંધ કરતા હતા. તે પત્રો હવામાં ઉડતા બૌદ્રાચાર્ય પાસે ગયા. હંસ અને પરમહંસ પકડાયા, ત્યાંથી ભાગ્યા. હંસને બૌદ્ધોએ રસ્તામાં મારી નાંખ્યા. પરમહંસ જેમ-તેમ કરી હરિભદ્રસૂરિ પાસે પહોંચ્યા, માફી માંગી, સર્વ વૃત્તાંત જણાવ્યું. પણ કહેતાં કહેતાં મૃત્યુ પામ્યા.
આચાર્ય હરિભદ્રસૂરિના મનમાં બદલાની ભાવના જાગી. શાસ્ત્રાર્થમાં હારતા બૌદ્ધો શરત પ્રમાણે મરવા લાગ્યા. ગુરુવરની કૃપાથી શાંત થયા, પ્રાયશ્ચિત્ત કર્યું. અંબિકાદેવીએ તેમને શાસ્ત્રો બનાવવા પ્રેરણા કરી આચાર્યશ્રીએ ૧૪૦૦ ગ્રંથોની રચના કરી.
૦ બીજા મત પ્રમાણે જિનભદ્ર અને વીરભદ્ર નામે બે શિષ્યો હતા. શાસ્ત્રજ્ઞ હતા. બૌદ્ધોએ હરિભદ્રસૂરિની ઇર્ષ્યાને કારણે તે બંને શિષ્યોને ગુપ્ત રીતે મારી નંખાવ્યા. શોકથી આચાર્યશ્રીએ અનશન કરવા વિચાર્યું. બીજા શિષ્યોએ તેમ કરતા