________________
૧૫૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ શકાય. આવો ભવ-વિરહ એટલે જ મોક્ષ.
૦ વર • એટલે વરદાન. સામાન્યથી વ શબ્દ ઉત્તમ, શ્રેષ્ઠ કે એવા કોઈ અર્થમાં વપરાય છે, પણ અહીં તે વરદાન અર્થમાં વપરાયેલ છે.
૦ હિ - આપો. (આ સમગ્ર સ્તુતિમાં ક્રિયાપદ છે.) (જે મૃતદેવી પાસે પ્રાર્થના રૂપે કહેવાયેલ એવું આ વચન છે.) ૦ મું - મને (સ્તુતિ કરનારને) ૦ વ ! હે દેવી ! હે મૃતદેવી !
- જેને આશ્રીને પાંચ વિશેષણો મૂકાયા છે, તેવી મૃતદેવીને સંબોધન કરવામાં આવેલ છે. હે મૃતદેવી ! તમે મને મોક્ષનું વરદાન આપો. અર્થાત્ મને મોક્ષ પ્રાપ્ત થાય તેવું વરદાન આપો.
૦ સર - શ્રેષ્ઠ. (આ શબ્દ કર્મનું વિશેષણ છે.) – શ્રેષ્ઠ એવો ભવ વિરહ અર્થાત્ મોક્ષ પ્રશ્ન – મૃતદેવી કઈ રીતે મોક્ષ આપી શકે ?
સમાધાન – મૃતદેવી મોક્ષ ન આપી શકે, એ વાત સત્ય જ છે. પણ અહીં આ વાક્ય પ્રાર્થના સ્વરૂપ છે. અહીં વરદાન આપવા માટેની માંગણી કરાઈ છે. જેમનો સમગ્ર દેહ દ્વાદશાંગીરૂપ વાણીથી નિર્મિત થયો છે એવી આ દેવી છે. દ્વાદશાંગીનો આશ્રય કરનારા મોક્ષની પ્રાપ્તિ સુલભ છે. કેમકે ભવ્ય જીવ જ દ્વાદશાંગીને પરિપૂર્ણ પામે છે. અભવ્ય જીવો પરિપૂર્ણ દ્વાદશાંગી પામતા નથી. વળી સમવાયાં સૂત્ર-૨૩૩માં કહ્યું છે કે
આ દ્વાદશાંગી ગણિપિટકની સૂત્રથી, અર્થથી અને ઉભયથી આજ્ઞાની આરાધના કરતા અનંતજીવો ભૂતકાળમાં ચતુર્ગતિરૂપ સંસાર અટવીનો પાર પામ્યા છે અર્થાત્ મુક્તિ પ્રાપ્ત કરી છે, વર્તમાનકાળે પણ જીવો તેની આરાધનાથી મોક્ષ પ્રાપ્ત કરી રહ્યા છે અને ભવિષ્યકાળમાં પણ અનંતા જીવો આ દ્વાદશાંગીગણિપિટકની આરાધના કરીને મોક્ષને પ્રાપ્ત કરશે. વળી આ દ્વાદશાંગી ભૂતકાળમાં પણ હતી - વર્તમાનમાં પણ છે - ભવિષ્યમાં પણ રહેશે. કેમકે તે ધ્રુવ છે - નિયત છે, શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે, નિત્ય છે.
આ જ વાતની સાક્ષી નંદીસૂત્રના સૂત્ર-૧૫૮માં પણ આપી છે.
– બીજું. આ પ્રાર્થના છે. જે બોલનારના હૃદયના ભક્તિભાવ કે અંતઃકરણના ઉલ્લાસની અભિવ્યક્તિ છે.
– ત્રીજું. અહીં વરદાન સ્વરૂપે પ્રાર્થના છે. જેમ જૈનેત્તર ગ્રંથો-પુરાણો આદિમાં આવે છે કે શિવજી કે બ્રહ્માજીએ કોઈને વરદાન આપ્યું કે તું યુદ્ધ અજેય રહીશ, કોઈ પુરુષ કે સ્ત્રી તને મારી શકશે નહીં ઇત્યાદિ. તો અહીં શિવજી કે બ્રહ્માજી જાતે યુદ્ધ કરવા જતાં નથી. યુદ્ધ તો વરદાન પ્રાપ્ત કરનાર જ કરે છે. માત્ર જો યુદ્ધ કરે તો તેને કોઈ જીતી ન શકે તેવું વરદાન છે. તેમ અહીં દ્વાદશાંગી-મૃતનો આશ્રય કરનારે જ પુરુષાર્થ-પરાક્રમ કરવાના છે. માત્ર વિજ્ઞજ્ય આદિ વરદાનથી