________________
૧૬૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
સૂત્ર-૨ ૨) પુફખરવરદીવઢ- સુત્ર
શ્રુતસ્તવ સૂત્ર
ન
સૂત્ર-વિષય :
આ સૂત્રમાં સિદ્ધાંત-મૃતધર્મની સ્તુતિ કરવામાં આવેલ છે. પહેલી ગાથામાં અઢી દ્વીપના ભરત, ઐરવત, મહાવિદેહ એ પંદર કર્મક્ષેત્રમાં મૃતધર્મનું પ્રતિપાદન કરનારા તીર્થંકર પરમાત્માની સ્તુતિ કરવામાં આવી છે. બીજી ગાથામાં મૃતની
સ્તુતિ કરેલ છે. ત્રીજી ગાથામાં આવો કૃતધર્મ પામીને પ્રમાદ ન કરવા જણાવાયું છે અને ચોથી ગાથામાં ચારિત્રધર્મની પ્રાપ્તિ થયા પછી પણ કૃતધર્મ વૃદ્ધિ પામે એ હકીકત જણાવેલ છે. v સૂત્ર-મૂળ :પુકૂખરવર-દીવડુઢે, ઘાયઇસડે અ જંબૂદીવે અ;
ભરફેરવય-વિદેહે, ઘમ્માઈગરે નમંસામિ. તમ-તિમિર-પડલ-વિદ્ધસણસ્સ સુરગણ નરિંદ મહિઅસ્સ;
સીમાવરસ્ય વંદે, પફોડિઅ-મોહપાલસ્સ.
જાઈ- જરા-મરણ-સોગ-પણાસણમ્સ, કલાણ-પુકુખલ-વિસાલ-સુહાવહસ્સ; કો દેવ-દાણવ-નરિંદ-ગણચ્ચિયમ્સ,
ધમ્મસ્સ સારમુવલભ કરે પમાય. સિદ્ધ ભો ! પયઓ ણમો જિણમએ, નંદી સયા સંજમે, દેવ-નાગ-સુવન્ન-કિન્નર-ગણ-સ્મભૂઅ ભાવચ્ચિએ; લોગો જત્થ પઇઠિઓ જગમિણે તેલુક્ક-મસ્યાસુર,
ધખોવઢઉ સાસઓ વિજયઓ ધખુત્તર વડૂઢઉ. સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણ-વત્તિયાએ.... v સૂત્ર-અર્થ :
પુષ્કરવરકીપનો અદ્ધ ભાગ, ધાતકી ખંડ અને જંબૂદ્વીપમાં આવેલા ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રોમાં મૃતધર્મની આદિ કરનારાઓને (તે-તે તીર્થકર ભગવંતોને) હું નમસ્કાર કરું છું.
અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર, દેવતાઓના સમૂહ તથા નરેન્દ્રોના સમૂહ વડે પૂજાયેલા, મોહનીય કર્મની જાળને તોડી નાંખનાર એવા
૧