________________
૧૬૧
પુફખરવરદીવ-સૂત્ર-અર્થ મર્યાદાવંત શ્રતધર્મને - સિદ્ધાંતને હું વંદન કરું છું.
જન્મ-જરા (વૃદ્ધાવસ્થા) - મરણ અને શોકનો પ્રકૃષ્ટતયા નાશ કરનાર, કલ્યાણકારી અને અત્યંત વિશાળ સુખ એટલે મોક્ષને આપનાર તથા દેવો-દાનવો અને રાજાઓના સમૂહથી પૂજાયેલ (એવા) (મૃત) ધર્મનો સાર જાણ્યા પછી કોણ (તે ધર્મની આરાધનામાં) પ્રમાદ કરે ? અર્થાત્ કોઈ ન કરે.
હે (જ્ઞાનવંત) ભવ્યજનો ! (નય-નિક્ષેપથી) સિદ્ધ એવા જિનમત અર્થાત્ જિનેશ્વર દેવના સિદ્ધાંતને આદરપૂર્વક નમસ્કાર થાઓ. કેમકે જે સંયમ-માર્ગમાં અથવા ચારિત્ર ધર્મમાં સદા વૃદ્ધિ કરનાર છે. જે દેવો, નાગકુમારો, સુવર્ણકુમારો અને કિન્નરો આદિથી સાચા ભાવ વડે પૂજાયેલ છે, વળી જે જિનમતને વિશે ત્રણે કાળનું જ્ઞાન તથા મનુષ્યો-અસુરો આદિ એ ત્રણે લોક રૂપ સમગ્ર જગતું પ્રતિષ્ઠિત છે - રહેલું છે. આવો શાશ્વત જિનમત વૃદ્ધિ પામો અને વિજયની પરંપરા વડે ચારિત્રધર્મ પણ નિત્ય વૃદ્ધિ પામો.
પૂજ્ય કે પવિત્ર એવા શ્રત (ધર્મની આરાધના નિમિત્તે) હું કાયોત્સર્ગ કરું છું. વંદન આદિ નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું. (અહીં “વંદણવત્તિયાએ, વગેરે સૂત્ર૧૯ “અરિહંત ચેઇયાણ” મુજબ જાણવા.)
1 શબ્દજ્ઞાન :પુકુખરવર - પુષ્કરવર (નામના) દીવડુ - અર્ધા દ્વીપમાં ધાયઈસંડે અ - અને ધાતકીખંડમાં અ-જબૂદીવે - અને જંબૂઢીપમાં ભરત - ભરતક્ષેત્રમાં
એરવય - ઐરાવત ક્ષેત્રમાં વિદેહે - મહાવિદેહ ક્ષેત્રમાં
ધખાઇગરે - ધર્મના આદિકરોને નમંસામિ - હું નમું છું
તમ - અજ્ઞાનરૂપ તિમિર - અંધકારના
પડલ - સમૂહનો વિદ્ધસણસ્સ - નાશ કરનારાને
સુરગણ - દેવોનો સમૂહ નરિંદ - નરેન્દ્રો(થી)
મહિઅસ્સ - પૂજાયેલાને સીમાઘરમ્સ - મર્યાદાવંતને
વંદે - હું વંદુ છું પફોડિય - તોડી નાખેલ છે
મોહપાલસ્સ - મોહજાળને (તેને) જોઈ-જરા - જન્મ, વૃદ્ધાવસ્થા મરણ, સોગ - મૃત્યુ, શોક પણાસણસ્સ - નાશ કરનારાને
કલ્લાણ - કલ્યાણકારી પુકૂખલ સંપૂર્ણ, પુષ્કળ
વિસાલ - વિશાળ, મોટું સુહાવહસ્સ - સુખ આપનારને
કો - કોણ, કયો મનુષ્ય દેવ - દેવ, દેવેન્દ્ર
દાણવ - દાનવેન્દ્ર, અસુરેન્દ્ર નરિંદ - નરેન્દ્ર, મનુષ્યન્દ્ર
ગણ - (તેમના) સમૂહથી અચ્ચિઅસ્સ - પૂજાયેલા
ઘમ્મસ્સ - ધર્મનો, કૃતધર્મનો સાર - તત્ત્વને, રહસ્યને
ઉવલભ - પામીને, જાણીને કરે - કરે
પમાય - પ્રમાદને [2|11]