________________
૧૬૨
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ સિદ્ધ - સિદ્ધને, પ્રખ્યાતને
ભો - હે ! ભવ્યજનો ! પયઓ - આદરપૂર્વક
સમો - નમસ્કાર થાઓ જિણમએ - જિનમતને
નંદી - સમૃદ્ધિ, મંગળ સયા - સદા, હંમેશા
સંજમે - સંયમમાં, ચારિત્રધર્મમાં દેવ - દેવો, વૈમાનિક દેવો
નાગ - નાગકુમારો સુવત્ર - સુવર્ણકુમારો
કિન્નર - કિન્નર-વ્યંતર દેવો ગણ - સમૂહથી
સબભુવભાવ - સદ્ભાવ વડે અગ્નિએ - પૂજાયેલા
લોગો - લોક, જ્ઞાન જલ્થ - જ્યાં, જેમાં
પઇઠિઓ - પ્રતિષ્ઠિત છે જગમિણે - આ જગતનું
તેલુક્ક - ત્રણ લોકરૂપ મચ્ચાસુર - મનુષ્ય-અસુરોને
ધમ્મો - ધર્મ, મૃતધર્મ વઢઉ - વૃદ્ધિ પામો
સાસઓ - શાશ્વત, નિત્ય વિજયઓ - વિજયવંત
ઘમ્મુત્તર - ચારિત્ર ધર્મ સુઅસ્મભગવઓ - પૂજ્ય અથવા પવિત્ર એવા શ્રતને-મૃતધર્મને કરેમિ કાઉસ્સગ્ગ - હું કાયોત્સર્ગ કરું છું (વંદનાદિ નિમિત્તે...)
વિવેચન :
આવશ્યક સૂત્રના પાંચમાં “કાયોત્સર્ગ” નામક અધ્યયનનું આ સૂત્ર છે. તેનો સૂત્ર ક્રમ ૪૮ થી પર છે. આ સૂત્ર “પુખરવરદીવઢ" નામથી ઓળખાય છે, તે તો તેના આદ્ય શબ્દોને કારણે. આવશ્યકસૂત્રની ચૂર્ણિ અને વૃત્તિમાં આ સૂત્રને મૃતભગવંતની સ્તુતિ “સુઘમ્પક્સ માવો થર્ડ” નામથી ઓળખવામાં આવેલ છે. દેવવંદન ભાગ આદિમાં તેને “શ્રત-સ્તવ' નામથી પણ ઓળખાવાયેલ છે.
શ્રુતના વિવિધ અર્થોમાં એક અર્થ “આગમ” છે. તેના અધ્યયનરૂપ તે “મૃતધર્મ” છે. આ સ્તુતિરૂપ સૂત્રમાં મુખ્યતાએ કૃતધર્મના ગુણવર્ણનરૂપ સ્તુતિ હોવાથી તેને મૃતધર્મ સ્તુતિ કે શ્રુતસ્તવ કહેલ છે. જેની પ્રત્યેક ગાથાનું વિવેચન આ પ્રમાણે છે
• પુરવરવી વઢે ઘાયરે ન વંતૂર્વ - પુષ્કરવરતીપાર્ધમાં અને ધાતકીખંડમાં અને જંબૂદ્વીપમાં.
અહીં અઢીદ્વીપરૂપ મનુષ્યલોકનું વર્ણન સમજવું જરૂરી છે. જેનું વિવરણ હવે પછી આગળ કરવામાં આવેલ છે.
૦ પુરવવરીવ - પુષ્કરવરદ્વીપ - પુષ્કર એટલે પદ્મ અથવા કમળ. તે પઘોને કારણે ઘણો જ સુંદર લાગતો હોવાથી તેને “પુષ્કરવર' નામે ઓળખવામાં આવે છે. તેમજ દ્વીપ અને સમુદ્રોમાં આ એક હીપ હોવાથી તેને પુષ્કરવર હીપ કહ્યો છે.
૦ - અર્ધમાં. પુષ્કરવરતીપની સાથે “અર્ધ" શબ્દ પણ સકારણ જોડાયેલો છે. કેમકે “જંબુદ્વીપ' શબ્દ વપરાયો, ધાતકીખંડ દ્વીપ તરીકે ગ્રહણ