________________
પુખરવરદીવડ્યે-સૂત્ર-વિવેચન
કરાયો, તો પછી અહીં ‘દ્વીપાર્ધ' એમ અર્ધાદ્વીપ કેમ ?
પુષ્કરવર દ્વીપની બરાબર મધ્યમાં માનુષોત્તર પર્વત આવેલો છે. આ પર્વતથી પુષ્કરવરદ્વીપના બે સરખા ભાગ થયા છે. તેથી પુષ્કરવર અડધો દ્વીપ એવું દર્શાવવા માટે અહીં ‘દ્વીપાર્ધ' કહેવાયું. વળી મનુષ્ય વસતિ આ અડધા દ્વીપની અંદર જ છે. તેથી ધર્મના આદિકર-તીર્થંકર આ અડધા દ્વીપમાં જ હોય માટે અડધા દ્વીપનું જ ગ્રહણ કરવામાં આવેલ છે.
૦ ધાયસંડે - ધાતકી ખંડમાં, ધાતકીખંડ નામના બીજા દ્વીપમાં.
www
આવશ્યક વૃત્તિમાં જણાવે છે કે – ધાતકી વૃક્ષના વનખંડો તેમાં આવેલા હોવાથી આ દ્વીપને ‘“ધાતકીખંડ” નામે ઓળખવામાં આવે છે.
O
ખંવૃદ્રીવે - જંબૂદ્વીપમાં, જંબુદ્વીપ નામના પહેલા દ્વીપમાં.
આવશ્યક વૃત્તિમાં જણાવે છે કે - જંબૂવૃક્ષને ઉપલક્ષીને અથવા તો જંબૂની પ્રધાનતાને કારણે આ દ્વીપને જંબુદ્વીપ કહેવામાં આવે છે.
-૦- આવશ્યક વૃત્તિકાર જણાવે છે કે આ અઢીદ્વીપોમાં પહેલો જંબુદ્વીપ છે, બીજો દ્વીપ ધાતકીખંડ છે અને ત્રીજો દ્વીપ પુષ્કરવર છે. (જેની ભૌગોલિક રચના આ જ વિવેચનમાં આગળ જણાવી છે.) તેમ છતાં પશ્ચાનુપૂર્વી - અવળા ક્રમથી સૂત્રમાં પહેલા પુષ્કરવરદ્વીપાર્ધ, પછી ધાતકીખંડ અને પછી જંબુદ્વીપ એવું જે ગ્રહણ કરવામાં આવ્યું છે, તે ક્ષેત્રોની વિશાળતાનું પ્રાધાન્ય જણાવવા માટે છે. ૦ ભરહેવવિવેદે - ભરત, ઐરવત અને વિદેહ નામન ક્ષેત્રમાં.
० भरह
ભરત નામક વર્ષક્ષેત્ર. અહીં એકવચનવાળા ‘ભરત' શબ્દથી એક ભરત એવો ભાસ થાય. પણ વાસ્તવિકમાં ભરતક્ષેત્રો પાંચ છે. જંબુદ્વીપમાં એક ભરત આવેલ છે. ધાતકીખંડ દ્વીપમાં બે ભરતક્ષેત્રો આવેલ છે અને પુષ્કરવર દ્વીપાર્ધમાં પણ બે ભરતક્ષેત્રો આવેલા છે. આ પાંચે ભરતક્ષેત્રોનું ગ્રહણ અહીં કરવાનું છે. કેમકે ધર્મના આદિકર-તીર્થંકરો આ પાંચેમાં હોય છે. ૦ વય - ઐરવત નામક વર્ષક્ષેત્ર.
ઐરવત ક્ષેત્ર પણ ભરતક્ષેત્રની માફક પાંચ લેવાના છે.
-
-
૧૬૩
-
– ફર્ક માત્ર એ છે કે ભરતક્ષેત્ર દક્ષિણ તરફ આવેલ છે. જ્યારે ઐરવત ક્ષેત્ર
-
ઉત્તર તરફ આવેલ છે. સંખ્યાની દૃષ્ટિએ તો તે પાંચ જ છે.
૦ વિર્દૂ - વિદેહ અથવા મહાવિદેહ નામક વર્ષક્ષેત્ર
ભરત, ઐરવતની માફક વિદેહ ક્ષેત્રો પણ પાંચ જ છે. – ફર્ક માત્ર એટલો છે કે તે પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલ છે.
તત્ત્વાર્થ સૂત્ર અધ્યયન-૩ સૂત્ર-૧૬ મુજબ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તરકુરુ અને દેવકુરુ ક્ષેત્રનો સમાવેશ થતો નથી. કેમકે તે યુગલિક ભૂમિ છે. તેથી ત્યાં ધર્મના આદિકર-તીર્થંકરો થતા નથી.
૦ અઢીલીપ-મનુષ્યક્ષેત્રની ભૂગોળ :
પુકખરવર॰ સૂત્રની પહેલી ગાથાનું પહેલું ચરણ અને બીજું અર્ધચરણ