________________
૧૬૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
અઢીદ્વીપ ક્ષેત્ર અને પંદર કર્મભૂમિઓનો પરોક્ષ ઉલ્લેખ કરે છે. તે સમગ્ર ભૂગોળ જાણવી અત્યંત આવશ્યક છે– - ચૌદરાજલોક ક્ષેત્રમાં મધ્યમાં આવેલ લોક તે મધ્યલોક કે તીર્થો લોક કહેવામાં આવે છે. તેમાં સૌથી મધ્યમાં થાળીના આકારવાળો જંબૂઢીપ નામનો પહેલો હીપ છે, જે એક લાખ યોજન પ્રમાણ છે, વર્તુળાકાર-ગોળ છે. તેને ફરતા બમણા-બમણા વ્યાસ પ્રમાણવાળા સમુદ્ર અને હીપ એક પછી એક એ પ્રમાણે આવેલા છે, જે ચૂડી-બંગળી આકારના છે. અસંખ્યાતા હીપ-સમુદ્રો ગયા પછી સ્વયંભૂરમણ સમુદ્ર નામનો સમુદ્ર આવે છે, જ્યાં તીછલોક પૂર્ણ થાય છે.
આ તીછલોકમાં મનુષ્યક્ષેત્ર માત્ર અઢી કીપ પ્રમાણ છે. તેમાં મધ્યમાં સૌથી પહેલો જે દ્વીપ છે તે એક લાખ વ્યાસ પ્રમાણવાળો જંબૂદ્વીપ છે. તેને ફરતો બંને બાજુ બે-બે લાખ વ્યાસ પ્રમાણવાળો લવણ સમુદ્ર આવેલો છે. લવણ સમુદ્રની ચારે તરફ ફરતો ચાર-ચાર લાખ વ્યાસ પ્રમાણવાળો એવો ધાતકીખંડ નામે દ્વીપ આવેલ છે. તેના ફરતો આઠ-આઠ લાખ વ્યાસ પ્રમાણ એવો કાલોદધિ નામનો સમુદ્ર આવેલો છે. તેના ફરતો આઠ-આઠ લાખ વ્યાસ પ્રમાણનો અર્ધ પુષ્કરવરદ્વીપ આવેલો છે. તેના ફરતો માનુષોત્તર પર્વત આવેલો છે, જ્યાં મનુષ્યક્ષેત્રની મર્યાદા આવી જાય છે.
આ રીતે મનુષ્યક્ષેત્ર ૪૫ લાખ યોજન પ્રમાણ થાય છે–તે આ પ્રમાણે– ૮ + ૮ + ૪ + ૨ + ૧ + ૨ + ૪ + ૮ + ૮ = ૪૫ લાખ
આ ૪૫ લાખ યોજન પ્રમાણ મનુષ્ય ક્ષેત્રમાં અથવા અઢી દ્વીપ પ્રમાણ ક્ષેત્રમાં જ મનુષ્ય વસતિ છે. તીર્થંકરાદિ ઉત્તમપુરુષો આ ભૂમિમાં જ સંભવે છે.
સૂત્રકાર મહર્ષિ અઢીદ્વીપનો ઉલ્લેખ કરીને જ અટકી જતા નથી, પરંતુ તેમાં રહેલા ભરત, ઐરાવત, વિદેહ ક્ષેત્રનો પણ ઉલ્લેખ કરે છે. તેનું કારણ એ છે કે તેઓ કર્મભૂમિ અને અકર્મભૂમિ એવા બે ભાગ પાડવા માંગે છે. કેમકે તીર્થકર આદિ કર્મભૂમિમાં સંભવે છે, અકર્મભૂમિમાં સંભવતા નથી.
જંબૂલીપને આશ્રીને વિચારી તો સાત વર્ષક્ષેત્રો બતાવેલા છે – (૧) ભરત વર્ષક્ષેત્ર, (૨) હૈમવત વર્ષક્ષેત્ર (૩) હરિવર્ષક્ષેત્ર, (૪) વિદેહવર્ષક્ષેત્ર, (૫) રમ્યમ્ વર્ષક્ષેત્ર, (૬) હૈરણ્યવત વર્ષક્ષેત્ર, (૭) ઐરાવત વર્ષક્ષેત્ર
જંબૂદ્વીપમાં આ ક્ષેત્રો દક્ષિણથી ઉત્તર તરફ આવેલા છે. જેમાં મધ્યે મહાવિદેહ વર્ષક્ષેત્ર છે કે જેની ઠીક મધ્યમાં મેરુ પર્વત આવેલો છે.
– જંબૂદ્વીપમાં જેવા આ સાત ક્ષેત્રો છે, તેનાથી બમણા એટલે કે બે-ભરત, બે-હૈમવત, બે-હરિવર્ષ ઇત્યાદિ ચૌદ ક્ષેત્રો ધાતકીખંડમાં છે, તેટલાં જ ક્ષેત્રો અર્ધપુષ્કરવર હીપમાં છે. તેથી અઢી દ્વીપમાં બધાં મળીને ૩૫-ક્ષેત્રો થાય છે. જેમાં પંદર કર્મભૂમિ ક્ષેત્રો છે અને વીશ અકર્મભૂમિ ક્ષેત્રોછે.
– પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ વિદેહ આ પંદર વર્ષક્ષેત્રોને કર્મભૂમિ ક્ષેત્રો કહ્યા છે. જુઓ સૂત્ર-૧૧ “જગચિંતામણિ".