________________
પુકૂખરવરદીવડુઢ-સૂત્ર-વિવેચન
૧૬૫
– પાંચ હૈમવતવર્ષ ક્ષેત્ર, પાંચ હરિવર્ષ ક્ષેત્ર, પાંચ રમ્યક્ વર્ષ ક્ષેત્ર અને પાંચ હરણ્યવત વર્ષક્ષેત્ર એ વીશ વર્ષક્ષેત્રોને અકર્મભૂમિ ક્ષેત્રો કહ્યા છે.
– અહીં કર્મભૂમિ અને અકર્મભૂમિ ક્ષેત્રોને વિભાજન સપ્રયોજન છે. કેમકે આ પહેલી ગાથાના બીજા ચરણના ઉત્તરાર્ધમાં પદો છે. “ધખાઈગરે નમંસામિ” ધર્મના આદિકર-તીર્થકરોને હું નમસ્કાર કરું છું. પણ તીર્થંકર આદિ ઉત્તમપુરુષો માત્ર કર્મભૂમિ ક્ષેત્રોમાં જ સંભવે છે, અકર્મભૂમિક્ષેત્રોમાં ઉત્તમ પુરુષો સંભવતા નથી. તેથી જો ધર્મના આદિકર-તીર્થકરને નમસ્કાર કરવો હોય, તો તેઓનું ઉત્પત્તિ અને વિચરણ ક્ષેત્ર પણ જાણવું ઉપયોગી થશે. આ ક્ષેત્ર છે – પંદર કર્મભૂમિ અર્થાત્ અઢી હીપમાં રહેલ પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ વિદેહ ક્ષેત્રો.
– માવશ્યક્ટવૃત્તિ માં જણાવે છે કે સૂત્રમાં પહેરવર્યાવિહે એવો જે એકવચન પ્રયોગ થયો છે, તે પ્રાકૃત શૈલીના કારણે થયો છે.
• બાફરે - ધર્મની આદિ કરનારાઓને - તીર્થકરોને.
– આ પ્રકારનું વિશેષણ ‘દિર' શબદથી સૂત્ર-૧૩ “નમુત્થણમાં આવી ગયેલ છે, જે તીર્થંકરના વિશેષણરૂપે પ્રયોજાયેલ છે.
– અહીં પણ રહસ્યાર્થથી તો ધર્મના આદિકર-તીર્થકર જ થશે. – થમ્સ એટલે શું ? – ધર્મનો અર્થ યોગશાસ્ત્રમાં “શ્રતધર્મ કરેલો છે.
– આવશ્યક સૂત્ર-વૃત્તિમાં ધર્મનો અર્થ સ્પષ્ટ કરતા કહ્યું કે, “દુર્ગતિમાં પડતા જીવોને ધારી રાખે છે - શુભ સ્થાને રાખે છે. તેથી તેને ધર્મ કહે છે. આ ધર્મ બે ભેદે કહ્યો છે – (૧) શ્રતધર્મ અને (૨) ચારિત્ર ધર્મ. તેમાંથી અહીં શ્રતધર્મનો અધિકાર છે–
– “ધર્મ' શબ્દના અન્ય અર્થો પૂર્વે સૂત્ર-૮ "લોગસ્સ', સૂત્ર-૧૩ નમુત્થણમાં વિસ્તારથી અપાઈ ગયેલા છે. પણ અહીં માત્ર શ્રતરૂપ ધર્મનો અર્થ જ ગ્રહણ કરવાનો હોવાથી અન્ય અર્થોનો ઉલ્લેખ કર્યો નથી.
૦ ગફાર - આદિકર., આદિને કરનારા. (શેની ?).
– શ્રતધર્મની આદિને કરનારા અર્થાત્ તીર્થંકર ભગવંત. કેમકે મૃતધર્મની આદિ-ઉત્પત્તિ તીર્થકરો દ્વારા જ થાય છે. તેથી તેઓને “ધર્મની આદિ કરનારા કહ્યા છે.
- અહીં “ધર્મના આદિકર' કહેવા પાછળ બીજો આશય એ છે કે, જેઓ વચનન-શ્રુતને અપૌરુષેય - અનાદિ માને છે, તેમના મતનું ખંડન કરવું છે. પ્રત્યેક તીર્થકરને ધર્મના આદિકર કહ્યા છે.
– ધર્મના પુનરુદ્ધાર-સંબંધી વૈદિક માન્યતા એવી છે કે જ્યારે જ્યારે આ પૃથ્વી પર પાપનો ભાર વધી જાય છે અથવા ધર્મની ગ્લાનિ થાય છે. ત્યારે ઈશ્વર અવતાર ધારણ કરે છે. તે ધર્મની પુનઃ પુનઃ સ્થાપના કરે છે.
– બૌદ્ધો અવતારમાં માને છે, પણ તેને તે “તથાગત' કહે છે.