________________
૨૬૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ ‘નો વધારો કે ઘટાડો સમગ્ર અર્થમાં પરિવર્તન લાવી દે છે.
(૫) હ્રસ્વ કે દીર્ઘ “ઉ'નો વધારો કે ઘટાડો કરવો –
કોઈ પદમાં 'ઉ' વધારવા કે ઘટાડવાથી અર્થ પરિવર્તન આવે છે – જેમકે - “ઉદ્ધા' શબ્દને બદલે ‘વદ્ધા' બોલે તો “બોધ પામેલાને' એવા અર્થને બદલે (કર્મથી) બંધાયેલાને' એવો અર્થ થઈ જાય છે અને ‘યતિ' એટલે “સાધુ થાય તેને બદલે ‘યુતિ' બોલે તો “જોડાણ' અર્થ થઈ જશે. ફલનું ફૂલ કે કુલનું ફલ કરી દે તો અષ્ટપ્રકારી પૂજાનો ક્રમ બદલી જશે.
(૬) માત્રામાં વધારો કે ઘટાડો કરવો. તેનાથી અર્થ પરિવર્તન થાય છે. જેમકે “વર' શબ્દ શ્રેષ્ઠ અર્થમાં છે તેનું વૈર' બોલે તો શત્રુતા અર્થ થઈ જાય. એ જ રીતે “મેહા' શબ્દનો અર્થ બુદ્ધિ છે. જો તેનું “મહા' કરી દે તો મોટું કે મહાનું અર્થ થઈ જશે. પ્રાકૃતમાં ‘વ’ શબ્દનો અર્થ વ્રત છે. કોઈ માત્રા વધારી તેનું વેય બોલે તો વેદ (સ્ત્રીવેદ, પુરુષવેદ) અર્થ થઈ જશે.
(૭) ઓ કે ઔ કારનો વધારો કે ઘટાડો કરવો - તેનાથી પણ અર્થમાં પરિવર્તન આવી જાય છે. જેમકે “રાગદ્વેષ' શબ્દ પ્રસિદ્ધ છે. ત્યાં રાગનું “રોગ’ બોલે. તો “રોગ-દ્વેષ' શબ્દ થઈ જશે અને “સૌખ્ય” શબ્દનું “સખ્ય” થઈ જશે.
(૮) અનુસ્વરનો વધારો કે ઘટાડો કરવો - તેનાથી અર્થનું અણચિંતવ્ય પરિવર્તન આવે છે. જેના વિશે પ્રસિદ્ધ દૃષ્ટાંત છે. ૩થીયતા ને બદલે થીયતામ શબ્દનું. ચંદ્રગુપ્ત રાજાને બિંદુસાર નામે પુત્ર હતો. બિંદુસારને અશોકથી પુત્ર હતો અને અશોક શ્રીને કુણાલ નામે પુત્ર હતો. રાજાએ જ્યારે જાણ્યું કે હવે કુણાલકુમારની વિદ્યા ગ્રહણ કરવાની વય થઈ છે ત્યારે રાજાએ પત્ર લખીને મોકલ્યો કે કુમારને ભણવું જોઈએ તે માટે સંસ્કૃતમાં કયતા” શબ્દ લખ્યો. સાવકી માતાએ વિચાર્યું કે જ્યાં સુધી કુણાલકુમારના સર્વ અવયવો શુદ્ધ હશે ત્યાં સુધી મારા પુત્રને રાજ્ય મળશે નહીં, તેથી તેણીએ નેત્રમાંથી અંજન કાઢીને
સ્થીયતામ્ શબ્દમાં અનુસ્વાર ઉમેરી ગ્રંથીયતામ્ કરી દીધું. જેનો અર્થ “કુમારને અંધ કરી દેવો” એવો થયો. તેથી કુણાલકુમારને ભણાવવાની આજ્ઞાને બદલે અંધત્વની પ્રાપ્તિની આજ્ઞા મળી. કુમારે પોતાની જાતે તે આજ્ઞા સ્વીકારી પોતે જ તપાવેલી શલાકા આંખમાં નાંખી અને તે અંધ થઈ ગયો.
(૯) વર્ણ પરિવર્તન - અક્ષર ફરી જવાથી પણ અર્થમાં ફેરફાર થઈ જાય છે. જેમકે “સ્વજનમાં ‘શ્વજન' થઈ જાય તો “સગાંને બદલે “કૂતરા' એવો અર્થ થઈ જશે. “સુખ' શબ્દમાં “સ'નો 'દ' થઈ જાય તો દુઃખ' શબ્દ થઈ જાય.
(૧૦) પદચ્છેદ ભૂલ - જેમકે - “મારો' અને “મા” રો. આવા કારણથી વ્યંજન શુદ્ધિરૂપ આચારનું પાલન કરવું. (૭) સત્ય - અર્થને વિશે, અર્થ શુદ્ધ ભણવા વિશે. – અર્થને સખ્યમ્ ઉપયોગપૂર્વક ગ્રહણ કરવા જોઈએ. – સૂત્રનો સાચો અર્થ કરવો તેને અર્વાચાર કહેવામાં આવે છે.