________________
નાણંમિ દંસણંમિ સૂત્ર-વિવેચન
૨૬૧ - શ્રુતમાં પ્રવૃત્ત જીવે તેના ફળની ઇચ્છા હોય તો અર્થભેદ કરવો ન જોઈએ તે સાતમો જ્ઞાનાચાર છે.
– શબ્દના બોધ્યા વિષયને “અર્થ' કહેવામાં આવે છે. જેમકે પંકજ એટલે કમળ. અહીં ‘અથ' શબ્દ “અર્થશુદ્ધિ માટે વપરાયેલો છે. શબ્દનો અર્થ બરાબર કરવો એટલે કે તેના મૂળ ભાવને જાળવી રાખવો તે અર્થશુદ્ધિ નામો આચાર છે. જેમકે “અરિહંતાણં' શબ્દમાં “અરિ'નો અર્થ કર્મરૂપી શત્રુઓને હણનાર થાય છે, તેને બદલે કોઈ માત્ર “શત્રુને હણનાર' એવો અર્થ કરે તો તીર્થકરને બદલે શત્રને હણનારને નમસ્કાર થઈ જાય. એ જ રીતે “ભાત-પાણીનો લાભ દેજોજી” એમ જે ઇચ્છકાર” સૂત્રમાં કહ્યું ત્યાં “ભાત’ શબ્દથી સર્વ આહાર અર્થ ગ્રહણ કરવાનો છે અન્યથા સાધુને માત્ર ભાત અને પાણી એ બે જ વસ્તુનો આહાર કરવો પડે.
(૮) વધુમા વ્યંજન અને અર્થ તે ઉભય (બંને)ને વિશે. - ઉક્ત વ્યંજન અને અર્થ એ બંનેમાં સખ્ય ઉપયોગ હોવો તે.
– વ્યંજન અને અર્થ એ ઉભયનો સંબંધ જાળવી રાખવો તે તદુભય નામનો આઠમો જ્ઞાનાચાર કહ્યો છે. જેમકે “સિદ્ધ' શબ્દ સાંભળીને કે વાંચીને “સિદ્ધ' શબ્દ જ બોલવો અને તે વખતે “સર્વ કર્મથી મુક્ત'' એવા સિદ્ધના જીવો એવો અર્થ જ ચિંતવવો તેને તદુભય આચાર કહે છે.
૦ વિહો નાનાયા - આઠ પ્રકારનો જ્ઞાનાચાર છે.
- આ પ્રમાણે કાળ, વિનય આદિ આઠ પ્રકારે જ્ઞાનાચાર કહ્યો. નવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તથા પ્રાપ્ત થયેલા જ્ઞાનની રક્ષા માટે જે અવશ્ય આચરવા યોગ્ય છે તે જ્ઞાનાચાર કહ્યો છે. જેનો ઉક્ત કાલાચાર, વિનયાચાર આદિ આઠ ભેદો છે. આ આઠ પ્રકારના જ્ઞાનાચારથી વિપરિત જે કંઈ આચરણા કરવી તે અતિચાર કહેવાય છે. જેનું વર્ણન પાક્ષિક અતિચારમાં આવે છે.
આ પ્રમાણે બીજી ગાથામાં જ્ઞાનાચારના આઠ ભેદો જણાવ્યા પછી સૂત્રકાર આ સૂત્રની ત્રીજી ગાથામાં દર્શનાચારનું વર્ણન કરે છે–
(આ ગાથા ઉત્તરાધ્યયન સૂત્ર (અધ્યયન-૨૮)માં ૧૧૦૬મી ગાથા રૂપે છે અને – દશવૈકાલિક નિર્યુક્તિ-૧૮૩ રૂપે છે. આવશ્યકમાં પણ તેનું વિવેચન છે.)
(૧) નિર્લોવિરા - નિઃશંકિત, શંકારહિત (પણું) – વીતરાગના વચનમાં લેશમાત્ર શંકા ન કરવી તે નિઃશંકિતતા. – શંકિત એટલે શંકા-સંદેહ તેનો જે અભાવ તે નિઃશંકિતપણું.
- સંશયને “શંકા' કહેવામાં આવે છે. યશવૈઋત્તિજ વૃત્તિકાર તેના બે ભેદો જણાવે છે. (૧) દેશ શંકા, (૨) સર્વ શંકા. (૧) વિષયના અમુક ભાગ કે અંશ. પુરતી શંકા હોય તે દેશ શંકા' કહેવાય છે. (૨) સમસ્ત વિષયને લગતી શંકા હોય તેને સર્વ શંકા કહેવાય છે. જેમકે –
(૧) જીવપણું સમાન છે, છતાં એક જીવ ભવ્ય અને બીજો જીવ અભવ્ય એવું કેમ હોય ? આવી શંકા થવી તે દેશ શંકા કહેવાય. અહીં ખરેખર એમ