________________
૨૬૨
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
વિચારવું જોઈએ કે કેટલાંક પદાર્થો હેતુ વડે ગ્રાહ્ય છે અને કેટલાંક પદાર્થો અહેતુ વડે ગ્રાહ્ય છે. તેમાં જે જીવાદિ પદાર્થો છે તે હેતુ વડે ગ્રાહ્ય છે અને ભવ્યત્વ વગેરે અહેતુ વડે ગ્રાહ્ય છે, કારણ કે તે ઉત્કૃષ્ટ જ્ઞાન વિના છઘસ્થોને સમજાતા નથી. તેનું જ્ઞાન કેવલજ્ઞાનીઓના વચનમાત્રથી જ થાય છે.
(૨) સર્વ શંકા - સઘળા સિદ્ધાંતો પ્રાકૃતમાં રચાયેલા છે, માટે તે બધા કલ્પિત હશે એવી શંકા કરવી તે “સર્વ શંકા' છે. તે સ્થાને એમ વિચારવું જોઈએ કે સિદ્ધાંતોની રચના પ્રાકૃતમાં થઈ છે, તે બાલક વગેરે સર્વને સામાન્ય રીતે સહેલી પડે તે માટે થયેલી છે. તે માટે કહેવાયું છે કે, “ચારિત્રની ઇચ્છાવાળા બાળકો, સ્ત્રીઓ, મંદ અને મૂર્ખ મનુષ્યોના અનુગ્રહને માટે તત્ત્વજ્ઞ પુરુષોએ સિદ્ધાંતને પ્રાકૃત ભાષામાં કહેલો છે.
- આ બંને પ્રકારની શંકાથી રહિત થવું તે “નિઃશંકિત” નામનો પહેલો દર્શનાચાર કહ્યો છે.
– ઉપદેશ પ્રાસાદના વ્યાખ્યાન-૨૬૮માં પણ જણાવે છે કે
“અનંત જ્ઞાનાદિક વડે સંપૂર્ણ એવા સર્વજ્ઞોએ જે કહેલું છે તે સત્ય છે એમ જે માનવું તે નિઃશંક નામનો પહેલો દર્શનાચાર જાણવો.”
જિનેશ્વરે કહેલા તત્ત્વમાં જે સંદેહ લાવવો તે શંકા કહેવાય છે. શંકા થવાથી શ્રદ્ધા ભેદ પામે છે અર્થાત્ શ્રદ્ધારહિત થવાય છે. તેના પરિણામે મહાદોષ પ્રાપ્ત થાય છે.” આ વિષયમાં ગંગાચાર્ય નિલવનું દૃષ્ટાંત છે. - આર્ય મહાગિરિના પ્રશિષ્ય ગંગ નામે આચાર્ય હતા. કોઈ વખતે તેઓ પોતાના ગુરુ ધનગુપ્તાચાર્યને વંદન કરવા જતા હતા. માર્ગમાં ઉલૂકા નદી ઉતરતા હતા ત્યારે તેમનું મસ્તક સૂર્યના કિરણોને લીધે તપી ગયું અને પાણીમાં ચાલતા હોવાથી પગને શીતળતા લાગતી હતી. પૂર્વબદ્ધ મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી તેમણે વિચાર્યું કે, સિદ્ધાંતમાં એક કાળે બે ક્રિયાનો અનુભવ ન હોય એમ જિનેશ્વરોએ કહ્યું છે, પણ મને અત્યારે એક જ સમયે બે ક્રિયાનો અનુભવ થાય છે. હું શીત અને ઉષ્ણ બંનેનું વેદન કરું છું માટે આગમનું વચન યથાર્થ લાગતું નથી. એવી શંકાવાળા થઈને તેઓ ગુરુ મહારાજ પાસે પહોંચ્યા. પોતાને થયેલ શંકા ગુરુજીને જણાવી.
ગુરુ મહારાજે તેમને વિવિધ પ્રયુક્તિઓ વડે ઘણું સમજાવ્યું કે જે અનુભવ થાય છે તે અનુક્રમે જ થાય છે. પણ “સમય” ઘણો સૂક્ષ્મ હોવાથી અને મન અતિ ચપળ હોવાથી તમને આ અનુક્રમ સમજાયો નથી. પણ એક સમયે એક જ ઉપયોગ હોય બે ઉપયોગ કદાપી ન હોય, તો પણ ગંગાચાર્યએ પોતાનો કદાગ્રહ ન છોડ્યો. ત્યારે ગુરુએ તેમને ગચ્છ બહાર કર્યા. ત્યારપછી કોઈ કાળે તેને મણિનાગ યક્ષ પ્રતિબોધિત કરી તેમને નિઃશંકિત કર્યા અને ફરી માર્ગમાં સ્થિર કર્યા.
આ રીતે નિઃશંકિત નામક પહેલા દર્શનાચારનું પાલન કરવું જોઈએ. સાવર સૂત્રમાં પણ કહ્યું છે કે, “તે નિઃશંક સત્ય છે, જે જિનેશ્વરે કહ્યું