________________
નાણંમિ દંસણૂમિ સૂત્ર-વિવેચન
૨૬૩
છે.” વસ્તુના સ્વરૂપને જાણવા માટે પ્રશ્નો ઉઠવા, વિશેષ પ્રશ્નો ઉદુભવવા સહજ છે. તેથી તેનું સમાધાન મેળવવા પ્રયત્નશીલ રહેવું ઇષ્ટ છે, પણ શ્રી જિનેશ્વરના વચનની પ્રામાણિકતામાં શંકા કરવી તે કોઈ રીતે ઉચિત નથી. દર્શનાચારનું પાલન કરનારે એમ વિચારવું જોઈએ કે, “વીતરાગો ખરેખર સર્વજ્ઞ છે, તેઓ કદી પણ મિથ્યા બોલતા નથી, તેથી તેમનું વચન તથ્ય છે, જગના સ્વરૂપનું સત્યદર્શન કરાવનારું છે. માટે શંકારહિત થઈ ‘નિઃશંકતા' નામક આચારનું પાલન કરવું.
(૨) નિલય - નિષ્કાંક્ષિત, કાંસા રહિત. – જિનમત વિના બીજા મતની ઇચ્છા ન કરવી તે નિષ્કાંક્ષિતતા. – કાંસા એટલે બીજા ધર્મોની ઇચ્છા તે ઇચ્છાનો અભાવ તે નિષ્કાંક્ષિત.
– ઇચ્છા, અભિલાષા કે ચાહનાને કાંસા કહે છે. અહીં અન્ય મતની કે મિથ્યાદર્શનની ચાહના કરવી તેને કાંસા નામનો દોષ ગણેલ છે. તેનાથી રહિત થવું તે નિષ્કાંક્ષિત નામનો બીજો દર્શનાચાર કહ્યો છે.
– સર્વત્તિ૬ વૃત્તિમાં કાંસાના બે ભેદો કહ્યા છે. દેશકાંક્ષા અને સર્વકાંક્ષા (૧) દેશ કાંક્ષા - દિગંબર દર્શનાદિ કોઈ એક દર્શનની ઇચ્છા કરવી તે. (૨) સર્વ કાંક્ષા - સર્વ દર્શનોની ઇચ્છા કરવી તે.
– ઉત્તરધ્યયન વૃત્તિમાં જણાવે છે કે, યુક્તિયુક્તતાથી અને અહિંસા આદિથી શાક્યાદિ દર્શન પણ સુંદર જ છે એ રીતે અન્ય-અન્ય દર્શનનું ગ્રહણ તે કાંક્ષા છે તેનાથી રહિત થવું નિષ્કાંક્ષા છે.
– ઉપદેશપ્રાસાદના વ્યાખ્યાન-૨૬ભાં જણાવે છે કે, જે માણસ સ્યાદ્વાદ પક્ષને છોડીને પરશાસનની આકાંક્ષા રાખે છે તે કાંક્ષા દોષવાળો જાણવો અને તે અન્ય અન્ય દર્શનમાં વારંવાર ઉત્કંઠિત થયા કરે છે. તે વિષયમાં એક દૃષ્ટાંત પણ આપવામાં આવેલ છે –
વસંતપુરમાં દેવપ્રિય નામે શ્રેષ્ઠી રહેતો હતો. યુવાવસ્થામાં તેની પત્ની મરણ પામવાથી વૈરાગ્ય પામી પોતાના આઠ વર્ષના પુત્રસહિત તેણે દીક્ષા લીધી. તે બાળસાધુ પરીષહોને સહન કરી શકતા ન હતા. તેણે પિતા મુનિને કોઈ વખતે કહ્યું કે, મને તો બ્રાહ્મણોનું દર્શન શ્રેષ્ઠ લાગે છે કે જેમાં પગના રક્ષણ માટે ઉપાનહ રાખવાનો વિધિ છે. પિતામુનિએ વિચાર્યું કે આ બાળક બુદ્ધિ છે, જો ઉપાનહ નહીં અપાવું તો સર્વથા ધર્મથી રહિત થઈ જશે. તેમ માની ઉપાનહ અપાવ્યા. વળી કોઈ દિવસે તે બાળમુનિ બોલ્યા કે, તડકાથી મારું તો માથું તપી જાય છે, આના કરતા તો તાપસ દર્શન સારું છે કે જેમાં માથે છત્ર ધારણ કરી શકાય છે. તે સાંભળી ધર્મથી પરામુખ ન થાય તે માટે તેને છત્રની છુટ આપી. વળી કોઈ દિવસે તેણે કહ્યું કે મને તો પંચાગ્નિ સાધન કરનારનો આચાર શ્રેષ્ઠ લાગે છે, કેમકે ઘણાં લોકો સામે આવીને ભિક્ષાદિ આપી જાય છે. ત્યારે પણ પિતામુનિએ પૂર્વની જેમ વિચારી ભિક્ષા લાવીને તે બાળમુનિને આપવા માંડી. આ રીતે તેને જુદા જુદા નિમિત્તે જુદા જુદા દર્શન સારા લાગતા છેલ્લે પિતામુનિએ વિચાર્યું કે આ સર્વથા અયોગ્ય જીવ છે.