________________
૨૬૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
તેથી તેને ગચ્છ બહાર કરી દીધો. કાળક્રમે મૃત્યુ પામીને તે બાળમુનિ પાડો થયો. પિતામુનિ મૃત્યુ બાદ સ્વર્ગમાં દેવતા થયા. પુત્રને પાડા રૂપે જન્મેલો જાણીને તેને પ્રતિબોધ કર્યો. ત્યારે તે પાડાએ પણ જાતિસ્મરણ જ્ઞાનથી પોતાનું પૂર્વભવનું સ્વરૂપ જાણ્યું. તેણે અનશન સ્વીકાર્યું. મરીને વૈમાનિક દેવ થયો. આ રીતે બીજાબીજા દર્શનોની ઇચ્છા કરવાને બદલે કાંક્ષારહિત થઈ સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મમાં સ્થિર રહેવું તે નિષ્કાંક્ષિતતા નામે દર્શનાચાર જાણવો.
(૩) નિિિતનિચ્છા - નિર્વિચિકિત્સા, મતિ વિભ્રમ રહિત.
-
· સાધુ સાધ્વીના મલિન વસ્ત્રો દેખી દુર્ગંછા ન કરવી અથવા ધર્મના ફળમાં સંદેહ ન રાખવો તે નિર્વિચિકિત્સા.
ચિકિત્સા એટલે મતિ વિભ્રમ. આગમથી અને યુક્તિથી સિદ્ધ થયેલા અર્થમાં ફળ બાબત શંકા રાખવી તે વિચિકિત્સા તેનો અભાવ તે નિર્વિચિકિત્સા. તેને નિર્વિજુગુપ્સા પણ કહે છે. સાધુ-સાધ્વીના શરીર-વસ્ત્ર આદિ જોઈને તેની જુગુપ્સા ન કરવી તે.
—
દશવૈકાલિક વૃત્તિમાં તેની વ્યાખ્યા કરતા જણાવે છે કે—
વિચિકિત્સા એટલે ‘‘મતિવિભ્રમ''. તે જેમાંથી ચાલ્યો ગયો છે તે ‘‘નિર્વિચિકિત્સ’’ અર્થાત્ કોઈ વસ્તુ હિતકારી હોય, સુંદર ફળને આપનારી હોય, છતાં એમ વિચારવું કે તે હિતકર હશે કે કેમ ? અથવા તેનું ફળ સારું આવશે કે કેમ ? તો એ 'વિચિકિત્સા' કરી કહેવાય. હરિભદ્રસૂરિજી અહીં નોંધે છે કે, જિનદર્શન તો સારું જ છે, પણ તે પ્રવૃત્તિ કરવાથી મને ફળ મળશે કે નહીં ? કારણ કે ખેતી વગેરે ક્રિયાઓમાં બંને જાતનાં પરિણામો આવતાં જોવા મળે છે. તેથી ફળ મળે પણ ખરું અને ન પણ મળે. એવી વિચારણા કરવી તે ‘વિચિકિત્સા’ નામનો દોષ ગણાય. તેનાથી રહિત થવું તે નિર્વિચિકિત્સા નામનો ત્રીજો દર્શનાચાર છે.
—
– ઉત્તરાધ્યયન વૃત્તિમાં કહે છે ફળ વિશેનો સંદેહ ન હોવો તે. ઉપદેશપ્રાસાદમાં વ્યાખ્યાન-૨૭૦માં એક દૃષ્ટાંત છે
કાંપિલ્યપુરમાં ભોગસાર નામે બાર વ્રતધારી શ્રાવક હતો. તેણે શાંતિનાથ પ્રભુનો પ્રાસાદ કરાવેલો. હંમેશા આશારહિતપણે ફક્ત ભાવ ભક્તિપૂર્વક ભગવાનની ત્રિકાળ પૂજા કરતો હતો. કોઈ વખતે તેની સ્રી આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પામી. સ્ત્રી વિના ઘરનો નિર્વાહ નહીં ચાલે તેમ માનીને તે બીજી સ્ત્રી પરણ્યો. તે સ્રી સ્વભાવે ચપળ અને ચંચળ હતી. ગુપ્ત રીતે ધન એકઠું કરવા લાગી. અનુક્રમે શ્રેષ્ઠીનું સર્વ ધન નાશ પામ્યું. પછી તે બીજી ગામમાં રહેવા ગયો. ત્યાં પણ ત્રિકાળ પૂજા કરવા લાગ્યો.
કોઈ વખતે તેની સ્ત્રી તથા અન્ય લોકોએ કહ્યું કે, નિગ્રહ કે અનુગ્રહના ફળને નહીં આપનારા વીતરાગને શા માટે ભજો છો ? તેમની ભક્તિથી તો ઉલટું દારિદ્ર પ્રાપ્ત થયું છે, તેના કરતા ગણપતિ આદિ બીજા દેવને પૂજો. ત્યારે શ્રેષ્ઠીએ પોતાના
-
-