________________
નાણંમિ દંસણંમિ સૂત્ર-વિવેચન
૨૬૫ મનમાં જરા પણ વિચિકિત્સા ધારણ ન કરી, પછી ધનના અભાવે તે ખેતી કરવા લાગ્યો. તેની સ્ત્રી હમેશાં મિષ્ટાન્ન ખાતી અને શ્રેષ્ઠીને ચોળા વગેરે કુત્સત અન્ન આપતી હતી. જ્યારે શાંતિનાથ ભગવંતના અધિષ્ઠાયક દેવે અવધિજ્ઞાનથી આ બધી વાત જાણી ત્યારે શ્રેષ્ઠીના શુદ્ધ દર્શનાચારથી પ્રભાવિત થઈ તેણે શ્રેષ્ઠીને સહાય કરી.
આ રીતે વિચિકિત્સા રહિત દર્શનાચારનું પાલન કરવું જોઈએ. પ્રશ્ન :- શંકા અને વિચિકિત્સા બંને સંદેહરૂપ જ છે. તો બંનેમાં ફર્ક શું ?
સમાધાન - જીવ, અજીવ વગેરે દ્રવ્યો, તેના ગુણ કે સ્વરૂપ વિષયમાં જે સંદેહ થાય તેને શંકા સમજવી. જિનકથિત ધર્મઅનુષ્ઠાન કે ક્રિયા સંબંધી ફળ વિશે સંદેહ થાય તેને વિચિકિત્સા સમજવી.
(૪) સમૂહ - અમૂઢ દૃષ્ટિ, જેની દૃષ્ટિ ચલિત નથી થઈ તેવો.
– અમૂઢદૃષ્ટિ એટલે મિથ્યાત્વીના ઠાઠ માઠ જોઈ સત્ય માર્ગમાં ડામાડોળ ન થવું તે. આ દર્શનાચારનો ચોથો આચાર છે.
– મિથ્યાત્વના અજ્ઞાન કષ્ટ, મંત્ર કે ચમત્કાર દેખી, તેના પર મોહ ન પામવો તેને અમૂઢદૃષ્ટિ કહેવાય છે.
– કુતીર્થીઓનો તપ, વિદ્યા, અતિશય વગેરે ઋદ્ધિ જોવા છતાં પણ મુંઝાય કે મોહાય નહીં તે અમૂઢ. સ્વભાવથી નિશ્ચલ જે દૃષ્ટિ તે સમ્યગદર્શન. આવી અમૂઢ - દૃષ્ટિ તે અમૂઢદૃષ્ટિતા (આચાર).
– જેનામાં વિવેકની ખામી હોય એટલે કે સારું-ખોટું પારખવાની શક્તિ ખીલેલી ન હોય કે ખીલ્યા છતાં ચાલી ગઈ હોય તે “મૂઢ દૃષ્ટિ' કહેવાય. આવી મૂઢતા રહિત થઈ બાહ્ય આડંબરોથી ચલિત ન થાય તે ‘અમૂઢ દૃષ્ટિ'.
– રવૈઋાનિ ની વૃત્તિમાં આ બાબતે સુલતાનું દૃષ્ટાંત છે.
અંબઇ નામે એક વિદ્યાધર શ્રાવક હતો. ભગવંત મહાવીરે રાજગૃહી જતા એવા અંબઇને કહ્યું કે સુલસા શ્રાવિકાને મારા ધર્મલાભ કહેજો. ત્યારે અંબ: તેણીના સમ્યકત્વની પરીક્ષા કરવા માટે (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ) અનેક રૂપો વિકુર્ચા. રાજગૃહીના અનેક નગરજનો તેનાથી પ્રભાવિત થઈને દર્શનાર્થે ગયા. પણ સુલતા શ્રાવિકા તેના આ અતિશય કે ઋદ્ધિથી લેશમાત્ર ચલિત ન થયા.
- વિસ્મીત થયેલા લોકોએ અંબને ભોજન માટે નિમંત્રણ આપ્યું પણ અંબડે તેનો અસ્વીકાર કર્યો. ત્યારે લોકોએ પૂછયું કે, આપને કોણ ભોજન માટે નિમંત્રે તો આપ પારણું કરશો ? તેણે કહ્યું તુલસા નિમંત્રણ આપે તો હું પારણું કરું. પણ સુલતાએ સ્પષ્ટ કહી દીધું કે, આવા પાખંડીને શા માટે ભોજનની નિમંત્રણા કરવી. પણ જ્યારે અંબઇ શ્રાવકરૂપે તેણીના ઘેર ગયો ત્યારે સુલતાએ અભુત્થાનાદિ વિનય કરી તેન ઉપબંડણા કરી.
આ રીતે અમૂઢદૃષ્ટિ નામક દર્શનાચારનું પાલન કરવું જોઈએ. (૫) ઉતૂહ - ઉપવૃંહણા, સમાનધર્મીના ગુણની પ્રશંસા.