________________
૨૬૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ - ઉપવૃંહણા એટલે સમાનધર્મીના ગુણની પ્રશંસા કરી તેની વૃદ્ધિ કરવી અથવા સમાનધર્મીના ગુણની પુષ્ટિ કરવી.
– સમકિતધારીના થોડાં ગુણના પણ વખાણ કરવા તે.
- સાધર્મિકોના તપ, વૈયાવચ્ચ વગેરે સગુણોની પ્રશંસા દ્વારા તે તે ગુણોમાં વધારો કરવો તે. ઉપબૃહણા નામે પાંચમો દર્શનાચાર છે.
- સમકિતધારીના અલ્પગુણને પણ શુદ્ધ મનથી પ્રશંસા કરી તેને ધર્મમાર્ગમાં ઉત્સાહવાળા કરવા તે
– ઉત્તરાધ્યયન સૂત્ર-૧૧૦૬ની વૃત્તિ - દર્શન આદિ ગુણોથી યુક્ત જીવોને – “તમારો જન્મ સફળ થયો છે, આપની ભવદશાયુક્ત છે” એવા પ્રશંસા વચનો વડે તે-તે ગુણોની પરિવૃદ્ધિ કરવી તે ઉપબૃહણા.
– ઉપદેશપ્રાસાદ વ્યાખ્યાન-૨૭૨માં કહ્યું છે કે, “દેવતાદિ તથા મનુષ્ય આદિની જો સ્લાધા કરી હોય તો તેઓ પ્રસન્ન થાય છે, લૌકિક તથા લોકોત્તર વિષયમાં પોતાનું ઇચ્છિત કાર્ય સાધી આપે છે. લોકમાં પણ સારું કાર્ય કરનારની પ્રશંસા કરવામાં આવે છે ત્યારે બહુ ગુણકારી થાય છે. રાજાઓ પણ પ્રશંસાત્મક સ્તુતિ-કાર્યોથી લાખો મુદ્રાનું દાન આપે છે. તે જ રીતે કોઈએ જૈનશાસનને વિશે મોટો ધર્મનો ઉદ્યોત કર્યો હોય તો તેના ભાવની વૃદ્ધિને માટે ગુરુજનોએ તેની પ્રશંસા
કરવી.
લઘુ દૃષ્ટાંત :- ચંપાનગરીમાં કામદેવ નામે શ્રાવક હતો. ધનવાનું અને દ્ધિવાન્ હતો. ભગવંત મહાવીર પાસે તેણે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા હતા. તેની પત્ની ભદ્રાએ પણ શ્રાવકધર્મ સ્વીકારેલો. નિરંતર ચૌદ વર્ષ સુધી શ્રાવકધર્મનું પાલન કર્યા પછી કામદેવ શ્રાવકે શ્રાવકની પ્રતિમા-અભિગ્રહ વિશેષ સ્વીકારવાનું વિચાર્યું. જ્યારે તે શ્રાવકપ્રતિમા અંગીકાર કરીને રહેલો ત્યારે સૌધર્મેન્દ્રએ પણ તેની શ્રદ્ધાની પ્રશંસા કરેલી હતી. તે વખતે કોઈ દેવને સૌધર્મેન્દ્રની વાતમાં વિશ્વાસ ન બેઠો. તે દેવ કામદેવ શ્રાવકની પરીક્ષા કરવા આવ્યો. ઘણાં ભયંકર રૂપો વિક્ર્વી કામદેવને ભય પમાડવા અને ડરાવવાની કોશીષ કરવા લાગ્યો. મારી નાંખવાની ધમકીઓ આપી, ભયંકર ઉપસર્ગ અને કદર્થના કર્યા. તો પણ કામદેવ શ્રાવક શુભ ધ્યાનથી ચલિત ન થયો, ત્યારે દેવે મૂળ સ્વરૂપ પ્રગટ કરી કામદેવના સમ્યકત્વની પ્રશંસા કરી, તેના પૈર્ય અને ગાંભીર્ય ગુણની સ્તુતિ કરી. ત્યારપછી કામદેવ શ્રાવક કાયોત્સર્ગ પારી ભગવંત મહાવીરના વંદન અને શ્રવણ અર્થે ગયો. ત્યાં બાર પર્ષદા સમક્ષ ભગવંતે પણ કામદેવની પ્રશંસા કરીને સાધુસાધ્વીઓને કહ્યું કે, જ્યારે શ્રાવકો પણ આવા ઉપસર્ગો સહન કરે છે. તો તમારે તેથ પણ વધુ સહન કરવું જોઈએ.
આને ઉપવૃંહણા નામે પાંચમો દર્શનાચાર જણાવો. (૬) થિરીવાર - સ્થિરીકરણ, ધર્મમાં સ્થિર કરવા તે. – ધર્મથી ગ્રુત થતા એવા ધર્મીને યોગ્ય રીતે સ્થિર કરવા તે.