________________
નાણંમિ દ્વંસણંમિ સૂત્ર-વિવેચન
૨૬૭
ધર્મ નહીં પામેલાને અને ધર્મથી પડતા જીવોને સ્થિર કરવા તે સ્થિરીકરણ નામે છટ્ઠો દર્શનાચાર જાણવો.
જૈનધર્મની પ્રાપ્તિ થઈ ન હોય તેને ધર્મ પમાડવો અને જે ધર્મ પામેલા હોય તેની ધર્મમાં સ્ખલના થાય તો ફરી પાછો તેને ધર્મમાં દૃઢ કરવો તેને સ્થિરીકરણ કહે છે.
ધર્મમાં સિદાતા જીવોને સુંદર વચનની ચતુરાઈથી ફરી ધર્મમાં સ્થાપન કરવા તેને સ્થિરીકરણ કહે છે.
-T
ઉપદેશ પ્રાસાદ વ્યાખ્યાન-૨૭૪માં જણાવે છે કે, ગુરુએ બતાવેલા વિનય, વૈયાવૃત્ય, દુષ્કર વિહાર અને દુષ્કર વ્રતનું પાલન વગેરે ક્રિયાઓમાં પ્રમાદ વગેરેથી સીદાતા શિષ્યોને યોગ્યતા પ્રમાણે સારણા, વારણા, ચોયણા, પડિચોયણા કરીને તેમનું મન સ્થિર કરવું.
સ્થિરીકરણના વિષયમાં એક દૃષ્ટાંત છે જે દશવૈકાલિક ચૂર્ણિ, ઉત્તરાધ્યયન વૃત્તિ આદિમાં નોંધાયેલું છે. તે આ પ્રમાણે—
આર્ય અષાઢ નામે એક આચાર્ય હતા. તે બહુશ્રુત હતા. તેમને ઘણો શિષ્ય પરિવાર હતો. તે ગચ્છમાં જે-જે સાધુ કાળ કરે. તે-તે સાધુને તે નિર્ધામણા કરાવતા હતા. ઘણાં સાધુને આ રીતે નિર્યામણા કરાવી. કોઈ આત્મીય શિષ્યને અતિ આદરથી કહ્યું કે, જો તું દેવલોકમાં જાય તો ત્યાંથી આવીને મને દર્શન આપજે. પણ તે મુનિ દેવ થયા પછી વ્યાક્ષિપ્ત ચિત્તત્વને કારણે દેવલોકથી દર્શન દેવા ન આવ્યા. ત્યારે અષાઢાચાર્ય વિચારવા લાગ્યા કે હું ફોગટ સ્વલિંગે વિચરી રહ્યો છું. એ રીતે પ્રવ્રજ્યાથી વિમુખ થયા. ત્યારપછી દેવલોકે ગયેલ શિષ્ય આવ્યો.
-
-
તે દેવે માર્ગમાં નાટક-પ્રેક્ષણ વિભુર્વ્યા. એ રીતે છ માસ સુધી નાટક-પ્રેક્ષણ ચાલુ રાખ્યા. અષાઢાચાર્ય ત્યાં નાટક જોતા છ માસ રહ્યા. ત્યારપછી તે દેવે સર્વ અલંકારથી વિભૂષિત એવા છ બાળકોને સંયમ-પરીક્ષાર્થે વિકુર્યા. આચાર્યએ છ એ બાળકોને લુંટી લીધા. ત્યારે તે દેવે લશ્કર વિકુર્વ્ય, વંદન કરી, વહોરાવવાના બહાને પાત્રમાંના ઘરેણાં જોઈ તિરસ્કાર કર્યો. છેવટે બોધ પમાડી ધર્મમાં પુનઃ સ્થિર કર્યા. (૭) વચ્છર વાત્સલ્ય, સમાન ધર્મી પ્રત્યે વાત્સલ્ય.
સમાનધર્મી પર હૃદયથી પ્રેમ રાખવો અને તેના હિતના ઉપાયો કરવા દ્વારા તેના પર ઉપકાર કરવો તે વાત્સલ્ય.
સાધર્મિકોનું અનેક પ્રકારે હિત ચિંતવવુ તે વાત્સલ્ય.
દેવ, ગુરુ, ધર્મને માનનારા સાધર્મિકોનું ભોજન, વસ્ત્રાદિના દાન દ્વારા દ્રવ્યથી તેમજ ભાવપૂર્વક સન્માન કરી ઉપકાર કરવો તે વાત્સલ્ય.
- ઉપદેશ પ્રાસાદ વ્યાખ્યાન-૨૭૬માં જણાવે છે કે, સમાન ધર્મવાળા તે સાધર્મિક કહેવાય છે તેમાં પ્રવચન અને લિંગ એ બંને વડે સાધુ સાધ્વી તથા કેવળ પ્રવચન વડે શ્રાવક-શ્રાવિકા સાધર્મિક કહેવાય છે. સાધુ-સાધ્વીને વિશેષે કરીને
-