________________
૨૬૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
વાત્સલ્ય કરવું તેમજ પુષ્ટ આલંબનાદિ અપેક્ષાએ શ્રાવક શ્રાવિકાનું પણ સર્વ શક્તિ વડે દ્રવ્ય અને ભાવ બંને પ્રકારનું વાત્સલ્ય તેનો ઉપકાર આદિ કરવા વડે કરવું.
- કુમારપાળનું દૃષ્ટાંત :- પાટણમાં કુમારપાળ રાજા હતા. નબળી સ્થિતિમાં આવી પડેલો કોઈપણ સાધર્મિક રાજાને ઘેર જતો તો તેને રાજા ૧૦૦૦ દીનાર આપતા હતા. એ પ્રમાણે કરવામાં કુલ મળીને એક વર્ષે એક કરોડ દ્રવ્ય (રૂપિયા)નો વ્યય થતો હતો, એ રીતે ચૌદ વર્ષમાં ચૌદ કરોડ દ્રવ્યનો સાધર્મિક પાછળ વ્યય કરેલો.
- વજસ્વામીનું દૃષ્ટાંત :- જ્યારે વજસ્વામી ઉતરાપથ ગયેલા, ત્યાં કોઈ વખતે દુકાળ પડ્યો. ત્યારે માર્ગ પણ ભૂસાઈ ગયો. સંઘે ઉપસ્થિત થઈને કહ્યું કે અમને આ દુકાળથી બચાવો, ત્યારે પટ્ટવિદ્યાથી એક પટ્ટને વિકુર્યો. તેના પર સંઘને બેસાડ્યો. ત્યારપછી વજસ્વામી પુરિકા નગરી પહોંચ્યા. ત્યાં સુકાળ હતો. ત્યાં શ્રાવકો પણ ઘણાં હતા. માત્ર રાજા બૌદ્ધ ધર્મી હતો. પર્યુષણમાં શ્રાવકોને પુષ્પ આપવાની રાજાએ મનાઈ ફરમાવી. તે વખતે પણ વજસ્વામીએ વિદ્યાબળથી અને મિત્રદેવની સહાયથી પુષ્પો લાવીને આપ્યા. સાધર્મિકોને પુષ્પપૂજાથી વંચિત રહેવા ન દીધા.
(૮) માવજે - પ્રભાવના, શાસન કે ધર્મની પ્રભાવના. – ધર્મકથા આદિથી તીર્થની ખ્યાતિ કરવી તે પ્રભાવના. – બીજા લોકો પણ જૈનધર્મની અનુમોદના કરે તેવા કાર્યો કરવા.
– ધર્મકથા, પ્રતિવાદીનો જય, દુષ્કર તપારાધનાદિ કરવા વડે જિન પ્રવચનને પ્રકાશિત કરવું. જો કે પ્રવચન પોતે સ્વયં શાશ્વત છે. તીર્થકર ભગવંતોએ કહેલ છે. સુરાસુરથી પૂજિત હોવાથી સ્વયં જ પ્રભાવિક છે, છતાં પણ પોતાની દર્શનશુદ્ધિની ઇચ્છાવાળા પોતાનામાં જે ગુણો અધિક હોય, તે ગુણ વડે પ્રવચનની પ્રભાવના કરે છે. તેને દર્શનાચારનો આઠમો આચાર જાણવો.
– સ્વતીર્થની ઉન્નતિના હેતુથી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહેવું તે.
– પ્રભાવકોના આઠ ભેદો શાસ્ત્રકારોએ કહેલા છે – (૧) પ્રાવચનિક, (૨) ધર્મકથી, (૩) વાદી, (૪) નૈમિત્તિક, (૫) તપસ્વી, (૬) વિદ્યાવાનું, (૭) સિદ્ધ અને (૮) કવિ. આ આઠ પ્રકારના પ્રભાવકો કહેલા છે.
(૧) પ્રાવચનિક - જે મહાત્મા વિદ્યમાન જિનાગમના પારગામી બની શાસનની પ્રભાવના કરે તે પ્રાવચનિક પ્રભાવક' કહેવાય છે. જેમકે શ્રી વજસ્વામી. (જેનું દૃષ્ટાંત વાત્સલ્યમાં આપેલ છે.)
(૨) ધર્મકથી – જે મહાત્મા ધર્મકથા કરવાની વિશિષ્ટ શક્તિ વડે હૃદયના ગૂઢ સંશયોને પણ દૂર કરી શકે તથા ભવ્યજીવોના ચિત્તને આનંદમગ્ર બનાવી શકે તે ધર્મકથી નામના બીજા પ્રભાવક કહેવાય. જેમકે ભગવંત મહાવીરના શિષ્ય નંદિષેણ.
નંદિષેણે દીક્ષા અંગીકાર કરી. દેવવાણી થયેલી કે તમારે હજી મોહનીય કર્મ