________________
નાણુંમિ હંસણંમિ સૂત્ર-વિવેચન
૨૬૯
ભોગવવું બાકી છે, તો પણ દૃઢતાપૂર્વક ચારિત્રપાલન કરે છે. જ્યારે તેને ચારિત્રના ત્યાગના પરિણામ થયા ત્યારે પર્વત પરથી પડીને, ગળે ફાંસો ખાઈને કે અન્ય રીતે આત્મહત્યાના પ્રયત્નો કર્યા. ફરી પણ દેવ-વાણી થઈ કે તમે ચરમશરીરી છો, આ રીતે તમારું મૃત્યુ નહીં થાય. તેએ ચારિત્ર ત્યાગ કરી વેશ્યાને ત્યાં રહ્યા. ત્યારે પણ તેમણે અભિગ્રહ કર્યો કે હું જ્યાં સુધી દશ જીવોને પ્રતિબોધ કરી સંયમના માર્ગે ન મોકલું ત્યાં સુધી ખાવું, પીવું, સંડાસ, પેશાબ એ સર્વેનો ત્યાગ કરીશ. વેશ્યાનો સંગ કરીશ નહીં. આ રીતે તેમણે બાર વર્ષ સુધી દશ-દશ જીવોને રોજ પ્રતિબોધ કર્યા. માટે તેઓ પ્રવચન પ્રભાવક કહ્યા.
(૩) વાદી - જે મહાત્માઓ પ્રમાણો, યુક્તિઓ અને સિદ્ધાંતોના બળથી પરવાદીઓ સાથે વાદ કરીને તેમના એકાંત મતનો ઉચ્છેદ કરી શકે તે ‘વાદી' નામક ત્રીજા પ્રભાવક કહેવાય. જેમકે આચાર્ય મલ્લવાદી.
(૪) નૈમિત્તિક
જે મહાત્મા અષ્ટાંગ નિમિત્ત તથા જ્યોતિષુ શાસ્ત્રના બળથી શાસનની ઉન્નત્તિ કરે છે, તે નૈમિત્તિક નામના ચોથા પ્રભાવક કહેવાય છે. જેમકે ભદ્રબાહુ સ્વામી. (૫) તપસ્વી જે મહાત્મા વિવિધ પ્રકારની તપસ્યા વડે ધર્મનો પ્રભાવ વધારે તે ‘તપસ્વી' નામક પાંચમાં પ્રભાવક ગણાય. જેમકે વિષ્ણુકુમારમુનિ. (૬) વિદ્યાવાનૢ - જે મહાત્મા મંત્ર-તંત્ર આદિ વિદ્યાનો ઉપયોગ શાસનની ઉન્નતિ માટે કરે પણ અંગત સ્વાર્થ માટે ન કરે, તે વિદ્યાપ્રભાવક નામના છઠ્ઠા પ્રભાવક કહ્યા. જેમકે આર્ય ખપુટાચાર્ય.
(૭) સિદ્ધ - જે મહાત્મા અંજન, ચૂર્ણ, લેપ આદિ સિદ્ધ કરેલા યોગો વડે જિનશાસનનું ગૌરવ વધારે તે સિદ્ધ નામના સાતમા પ્રભાવક કહ્યા. જેમકે પાદલિપ્તસૂરિજી.
-
(૮) કવિ - જે મહાત્મા અદ્ભુત કાવ્યશક્તિ વડે સહુના હૃદયનું હરણ કરી શકે તે કવિ નામક આઠમાં પ્રભાવક કહ્યા. જેમકે ‘સિદ્ધસેન દિવાકર' નામક આચાર્ય.
આ તો પ્રભાવના નામક દર્શનાચારને જણાવતા શ્રમણોનું કાર્યક્ષેત્ર વર્ણવ્યું. પણ શ્રાવકોને માટે પણ ધર્મ પ્રભાવનાનો માર્ગ જણાવવા સાત ક્ષેત્રોનું વર્ણન કરાયેલ છે. તે આ પ્રમાણે – (૧) જિનચૈત્ય, (૨) જિનપ્રતિમા, (૩) જિનાગમ, (૪) સાધુ, (૫) સાધ્વી, (૬) શ્રાવક, (૭) શ્રાવિકા.
સદ્ગુ - દર્શનાચાર આઠ પ્રકારે કહેવાયો છે. અથવા દર્શનાચારના આઠ આચારો છે - તે નિઃશંકિત, નિષ્કાંક્ષિત આદિ ઉપર વર્ણવ્યા મુજબ જાણવા. જેમાં પહેલા ચાર દર્શનાચાર ગુણની પ્રધાનતાવાળા છે અને પછીના ચાર દર્શનાચાર ગુણીની પ્રધાનતાવાળા છે.
આ દર્શનાચારના આઠે આચારોનું પાલન યથાયોગ્ય ન કરવાથી કે તેમાં ક્ષતિ પહોંચાડવાથી અતિચાર લાગે છે. આ અતિચારોનું વર્ણન પાક્ષિક અતિચાર