________________
૨૭૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ સૂત્રમાં જોવા મળે છે.
૦ આ રીતે ત્રીજી ગાથામાં દર્શનાચારનું વર્ણન કર્યા પછી સૂત્રકાર ચોથી ગાથામાં ચારિત્રાચાર નામક ચોથા આચારને વર્ણવે છે.
• Tદાળ-ના-નુત્તો - પ્રણિધાન યોગયુક્ત, ચિત્તની સમાધિસહ, એકાગ્રતા યોગથી સહિત, મનોયોગ, વચનયોગ, કાયયોગ એ ત્રણેની એકાગ્રતાએ કરીને યુક્ત.
– પ્રણિધાન એટલે ચિત્ત સ્વસ્થતા. – યોગ એટલે મન, વચન, કાયાનો વ્યાપાર.
– ચિત્ત સ્વસ્થતાપૂર્વક મન, વચન, કાયાનો જે વ્યાપાર તે પ્રણિધાનયોગ. તેનાથી જે સહિત તે – પ્રણિધાન યોગથી યુક્ત.
– વસવૈકનિદ્દ - વૃત્તિમાં જણાવે છે કે, ઓઘ (સામાન્ય)થી અવિરત સમ્યગદૃષ્ટિને પ્રણિધાન યોગયુક્ત કહ્યા. પાંચ સમિતિ અને ત્રણ ગુણિરૂપ પ્રણિધાન યોગથી યુત.
– પ્રણિધાન એટલે ચિત્તની સ્વસ્થતા, તેની પ્રધાનતાવાળા ‘યોગો' એટલે વ્યાપારો, તેનાથી યુક્ત - તે પ્રણિધાનયોગ યુક્ત. તાત્પર્ય કે જે સ્થિતિમાં ચિત્ત સમાધિવાળું-પ્રસન્નતાવાળું રહે, તેનાથી યુક્ત.
- મન, વચન, કાયાની પ્રવૃત્તિ તે “યોગ' તે યોગ જ્યારે એકાગ્રતાવાળો, સ્વસ્થતાવાળો કે ચિત્તની સમાધિવાળો હોય ત્યારે “પ્રણિધાનયોગ' કહેવાય છે. તેનાથી યુક્ત તે પ્રણિધાનયોગ યુક્ત છે. આ વિશેષણ ચારિત્રાચારને માટે વપરાયેલું છે.
• પંહિં સમિëિ - પાંચ સમિતિઓ વડે.
– સમ્યક્ ચેષ્ટા તે સમિતિ. તેના ઇર્યા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપ અને પારિષ્ઠાપનિકા એ પાંચ ભેદો છે. (આ પાંચે સમિતિનું વિસ્તૃત વર્ણન સૂત્ર-૨ “પંચિંદિય”માં જોવું.)
• તë મુત્તહિં - ત્રણ ગુપ્તિઓ વડે.
- સંયમ અથવા નિગ્રહ તે ગુપ્તિ. તેના મન, વચન, કાયા એ ત્રણ ભેદ કહેલા છે. (આ ત્રણે ગુપ્તિઓનું વિસ્તૃત વર્ણન સૂત્ર-૨માં જોવું.)
-૦- આ રીતે ઇર્યા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપ અને પારિષ્ઠાપનિકા એ પાંચ સમિતિઓ છે અને મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ ગુતિઓ છે. તેમાં “સમિતિ” સમ્યક્ ક્રિયારૂપ છે અને “ગુપ્તિ' નિગ્રહરૂપ છે. સમિતિમાં પ્રવૃત્તિ કેવી રીતે કરવી, તેનું વિધાન છે અને ગુપ્તિમાં - પ્રવૃત્તિના મુખ્ય સાધનો એવા મન, વચન, કાયાનો નિગ્રહ કેવી રીતે કરવો તેનું વિધાન છે. આ આઠે બાબતોને સમગ્રપણે “અષ્ટપ્રવચન માતા” નામે ઓળખવામાં આવે છે.
આ “અષ્ટપ્રવચનમાતા'માં પ્રવચન' શબ્દથી પ્રવચનના સારરૂપ ચારિત્ર અર્થ લેવો અને “માતા” શબ્દથી તેને ઉત્પન્ન કરનાર - પાલન કરનાર, વૃદ્ધિ કરનાર એવો