________________
નારંમિ દંસણૂમિ સૂત્ર-વિવેચન
૨૭૧
અર્થ લેવો. જ્યારે “અષ્ટ' શબ્દ તેના આઠ ભેદો - પ્રકારોની સંખ્યાને જણાવે છે.
– ઉપદેશપ્રાસાદ વ્યાખ્યાન-ર૭૮માં જણાવે છે કે, ચારિત્રરૂપી પુત્રની જે આઠ માતાઓ કહેલી છે, તે આઠે પ્રકારના ચારિત્રાચાર જાણવા. તેઓ ૨૮૨માં વ્યાખ્યાનમાં જણાવે છે કે, પાંચ સમિતિઓ પ્રવૃત્તિરૂપ છે અને ત્રણે ગુતિઓ પ્રવૃત્તિ તથા અપ્રવૃત્તિ બંને રૂપ છે. તેથી ગુપ્તિમાં સમિતિનો અંતર્ભાવ થઈ જાય છે. જેમકે વચનગુપ્તિમાં ભાષાસમિતિનો અંતર્ભાવ થાય છે.
- કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશમાં કહ્યું છે કે, આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓનાં ચારિત્રરૂપી શરીરને (માતાની માફક) જન્મ દેતી હોવાથી, તેનું પરિપાલન કરતી હોવાથી તેમજ તેની અશુદ્ધિઓ દૂર કરી તેને સ્વચ્છ-નિર્મળ રાખતી હોવાથી, તેમને આઠ માતારૂપે પ્રસિદ્ધ કરાયેલ છે.
• પણ વરિત્તાવાર વિહો હો નાથ્યો - આ ચારિત્રાચાર આઠ પ્રકારે જાણવો.
– પ્રણિધાન યોગથી યુકત એવી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ જે ચારિત્રાચાર છે તે (સમિતિ-ગુણિરૂપ) આઠ ભેદે જાણવું.
– ચારિત્રાચાર :- ચારિત્ર બે પ્રકારનું છે. સર્વવિરતિ અને દેશવિરતિ. તેમાં સર્વવિરતિ ચારિત્ર પાંચ સમિતિ અને ત્રણ ગુતિ સહિત પંચ મહાવ્રતના પાલનરૂપ છે. જ્યારે દેશવિરતિ ચારિત્ર અણુવ્રતાદિ શ્રાવકના બાર વ્રત રૂપ છે. તેથી ચારિત્રાચારના આઠ ભેદ મુખ્યતાએ શ્રમણધર્મને અનુસરીને કેહવાયા છે. તો પણ સામાયિક-પૌષધાદિ શ્રાવકધર્મમાં તેનું પાલન અતિ આવશ્યક જ છે.
શ્રાવકની પ્રતિક્રમણ ક્રિયા પણ પંચાચારની વિશુદ્ધિ અર્થે છે. તે વાતનો ઉલ્લેખ શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિમાં છે જ. પાક્ષિક અતિચાર સૂત્રમાં પણ તેના અતિચારોનું વર્ણન આવે જ છે. આ નાણંમિ દંસણંમિ સૂત્ર થકી પણ શ્રાવક કાયોત્સર્ગ દરમિયાન અતિચાર ચિંતવના કરે છે.
આ પ્રમાણે ચારિત્રાચારનો અર્થ જાણવો. હવે પછીની ત્રણ ગાથામાં ‘તપાચાર'નું સ્વરૂપ અને તપના બાર ભેદોનું વર્ણન કરાયેલ છે.
૦ તપાચારની ભૂમિકા :
દશવૈકાલિક સૂત્ર નિર્યુક્તિ-૧૮૭માં તપાચાર વિશે સંક્ષિપ્ત સમજ આપતા કહ્યું છે કે, બાર પ્રકારનો તપ પૂર્વે કહેવાયેલ છે. આવો તપ ફળની આશા સિવાય જ્યારે સ્વાભાવિકપણે થાય ત્યારે તે તપાચાર જાણવો.
અહીં ત્રણ ગાથામાં સૂત્રકાર પણ તપાચારને જણાવવા માટે ગાથા-પમાં તપના બાર ભેદનું કથન કરી તેને કઈ રીતે આચરવો-આદરવો જોઈએ તેનું કથન કરીને કહે છે કે, આ “તપાચાર' જાણવો. ત્યારપછીની બે ગાથામાં સૂત્રકારે બાહ્ય અને અત્યંતર તપના છ-છ ભેદો જણાવેલા છે.
પાક્ષિક અતિચારમાં પણ કહ્યું છે કે, “તપાચાર બાર ભેદ - છ બાહ્ય છ અત્યંતર. ત્યારપછી બાહ્ય તપ અને અત્યંતર તપ કરતા કયા કયા અતિચાર